અમદાવાદ,શુક્રવાર,13 ડિસેમ્બર,2024
અમદાવાદ મ્યુનિ.ના લીગલ વિભાગ દ્વારા રાજપુર-ગોમતીપુર
વિસ્તારમા આવેલી બીબીજીની મસ્જિદની ૩૮૬૨ ચોરસ મીટર જમીનને લઈ વકફ ટ્રીબ્યુનલ સમક્ષ
દાવો કરવામા આવશે. ટ્રીબ્યુનલ સમક્ષ મ્યુનિસિપલ તંત્ર તરફથી આ મામલો ઉઠાવવામા
આવશે.
વર્ષ-૨૦૧૯માં આ જગ્યા બીબીજી મસ્જિદની હોવા અંગેનો દાવો
બીબીજી મસ્જિદ તરફથી કરવામા આવ્યો હતો.નોંધનીય છે કે આ જગ્યા પ્લાન્ટેશન માટે
મ્યુનિ.ના ગાર્ડન વિભાગને આપવામા આવી હોવાનો દાવો પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની
પીટીશનમા કરવામા આવ્યો છે.ટ્રસ્ટ સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ, આ જગ્યા બીબીજી
ટ્રસ્ટની છે.અમે ટોપી મિલના માલિકોને જે તે સમયે ૯૯ વર્ષના ભાડા પટ્ટે આપી હતી.જે
પછી ભાડુઆત દ્વારા આ જગ્યા અન્ય વ્યકિતને વેચવામા આવી છે.જે વ્યકિત દ્વારા ત્યાં
ટાવરો ઉભા કરવામા આવી રહયા છે.આ મામલે વકફ ટ્રીબ્યુનલ ઉપરાંત તેમની હાઈકોર્ટમા પણ
પીટીશન ચાલી રહી છે.તેમના દાવા મુજબ આ જગ્યા બીબીજી મસ્જિદ ટ્રસ્ટની છે અને ભાડે
જગ્યા માત્ર આપવાથી અન્ય વ્યકિતને તે જગ્યા વેચવામા આવી તેની સામે અમારી પીટીશન
ચાલી રહી છે.આ મામલે અમે કન્ટેમ્પટ પીટીશન પણ
કરી છે.લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરના કહેવા મુજબ, મ્યુનિ.ના વકીલ
દ્વારા વકફ બોર્ડ સમક્ષ આ જગ્યા બીબીજી મસ્જિદ ટ્રસ્ટની નહી પણ અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનની માલીકીની હોવા અંગેનો દાવો
કરવામા આવશે.