સુરત NDPSના સ્પેશિયલ જજ દેવેન્દ્ર સુરેશ જોષી દ્વારા રૂપિયા બે લાખના ગાંજા સહિતના મુદ્દામાલ પકડાવવાના કેસમાં આરોપી મહેશ્વર કૈલાશ પલટા અને રાકેશ ટાકટર આનંદ જૈનાને દસ-દસ વર્ષની કડક સજા અને દસ-દસ હજાર રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે.
.
બે આરોપીઓ પાસેથી ગાંજો કબજે કર્યો હતો કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશમાં નશીલા પદાર્થોના વિપરીત પ્રભાવ અંગે ગંભીર ચિંતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જજ જોષીએ નોંધ્યું કે, “યુવાધનને નશાની ટેવ લગાવીને ગુનાખોરી તરફ દોરી જવામાં આવી રહ્યું છે, જે દેશના વિકાસમાં અડચણરૂપ બને છે.” આ કારણસર આ પ્રકારના ગુનાઓ માટે કડક સજાની જરુરત દર્શાવવામાં આવી.પોલીસે 20 ઓક્ટોબર, 2023ના રોજ કાકીનાકા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં તપાસ દરમિયાન આ બે આરોપીઓ પાસેથી 20.256 કિલોગ્રામ ગાંજો કબજે કર્યો હતો. આ ઉપરાંત અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 2.25 લાખનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.
કોર્ટે 2.55 લાખ રૂપિયાનો બાકી કલેઇમ ચૂકવવા હુકમ કર્યો શહેરના પૂર્વ ACPના કમરની સારવાર માટે પેન્ડિંગ રકમના મામલે કોર્ટએ વીમા કંપની સામે કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે 2.55 લાખ રૂપિયાનો બાકી કલેઇમ ચૂકવવા હુકમ કર્યો. ફરિયાદીની તરફેણમાં એડવોકેટ શ્રેયસ દેસાઈએ પુરવાર કર્યું કે, વીમા પોલિસીમાં દર્શાવેલી મર્યાદાનું પાલન ન કરી કંપનીએ પીડિતને બાકીની રકમથી વંચિત રાખી હતી.
કમરની સર્જરી માટે 8 લાખ ખર્ચ થયો એસીપીની પૉલિસી મર્યાદા રૂપિયા 4.35 લાખ હતી, જેમાં 3 લાખનો કવર અને 1.35 લાખનો બોનસ સામેલ હતો. 2022માં બંને વખતની સારવાર માટે કેશલેસ રૂપે દાવા મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ, જાન્યુઆરી 2023માં મુંબઈની હોસ્પિટલમાં કરવામાં આવેલી કમરની સર્જરી માટે કુલ ખર્ચ 8 લાખ થયો, જેમાંથી માત્ર 1.12 લાખ ચૂકવવામાં આવ્યા હતા.
વીમા કંપનીને બાકીની રકમ ચૂકવવા હુકમ કર્યો શ્રેયસ દેસાઈએ દલીલ કરી કે, પોલિસીની શરતો મુજબ, દર સારવાર માટે 4.35 લાખ સુધીની રકમનો ક્લેઇમ મેળવી શકાય છે અને અગાઉ ચૂકવેલી રકમનો આર્થિક સમાનતા પર અસર ન થવી જોઈએ. કોર્ટે આ દલીલો માન્ય રાખી વીમા કંપનીને બાકી રકમ 2.55 લાખ ચુકવવાનો હુકમ કર્યો. આ ચુકાદો વીમા કંપનીઓ માટે સખત ચેતવણી તરીકે ગણાય છે.