અમદાવાદ,શનિવાર,14 ડિસેમ્બર,2024
જળસંચય યોજના અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરવા અમદાવાદના
વિવિધ વોર્ડમાં આવેલી સોસાયટીઓમાં પરકોલેટીંગ વેલ બનાવવા કવાયત શરુ કરવામાં આવી
છે. શહેરમાં આવેલા વોટર લોગીંગ સ્પોટ ઉપર ૨૦૦ મીટર ઉંડાઈમાં પરકોલેટીંગ વેલ
બનાવાશે.સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મ્યુનિસિપલ
કોર્પોરેશનની રુપિયા ૧૪૪.૩૨ કરોડની
દરખાસ્તને સૈધ્ધાંતિક મંજુરી મળેલી છે.
અમદાવાદ મ્યુનિ.હદમા આવેલી સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારમાં
ગ્રાઉન્ડ વોટર ટેબલ રીચાર્જ કરવા અલગ અલગ ઝોન દ્વારા ૧૨૦ મીટર ઉંડાઈમાં રુપિયા
૮.૧૨ કરોડના ખર્ચે પરકોલેટીંગ વેલ બનાવવામા આવશે.૭૦.૨૦.૧૦.યોજના અંતર્ગત
પરકોલેટીંગ વેલ બનાવવા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ૨૫૦૦ જેટલી સોસાયટીઓમાં
સર્વે કરવામા આવ્યો હતો.આ પૈકી ૬૫ સોસાયટીઓમાં પરકોલેટીંગ વેલ બનાવવા અંદાજ
બનાવવામાં આવ્યો છે.મ્યુનિસિપલ શાળા,
બગીચા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની મિલકતોમાં પરકોલેટીંગ વેલ બનાવવા
મ્યુનિસિપલ કોર્પોરેટરો પાંચ લાખ સુધીનું બજેટ ફાળવી શકશે.જે માટે મંજુરી આપવામાં
આવી છે.શહેરના વિવિધ વિસ્તારમા આવેલા વોટર લોગીંગ સ્પોટ પૈકી હાલમાં ૨૫ વોટર
લોગીંગ સ્પોટ ઉપર પરકોલેટીંગ વેલ બનાવવા મ્યુનિ.તંત્રે કામગીરી શરુ કરી છે.