World Sunken City Day: આગામી 21 ડિસેમ્બર, 2024ના દિવસે વિશ્વ જળમગ્ન શહેર (સંકન સિટી) દિવસ નિમિત્તે જળમગ્ન દ્વારા નગરીમાં એક ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. જય દ્વારકા અભિયાન હેઠળ દ્વારકાના પંચકુઈ બીચ નજીક જે જગ્યાએ સમુદ્રમાં ડૂબેલી દ્વારકાના અવશેષો પ્રાપ્ત થયાં છે, ત્યાં બીચની નજીક અરબી સમુદ્રની અંદર સ્કૂબા ડાઇવર્સની ચીમ દ્વારા હ્યુમન ફ્લોટિંગ લોગો બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ આયોજનમાં વિશ્વભરમાં ડૂબી ગયેલાં શહેરોના સંરક્ષણની થીમ સાથે મોરપિંછ આકારનો લોગો રચાશે.
વિશ્વ ફલક પર લાવશે દ્વારકાની મહત્તા
વર્લ્ડ સંકન સિટી દિવસ નિમિતે યાત્રાધામ દ્વારકામાં શ્રી કૃષ્ના જલા જપા દીક્ષાનું પણ આયોજન કરવામાં આવશે. શનિવારે 11 વાગ્યે ગોમતી નદીના કિનારે પંચકુઈ બીચ નજીક સમુદ્રની અંદર ડૂબેલી દ્વારકાના અવશેષોની સાથે 5 હજાર વર્ષ પહેલાં દ્વારકાધીશ સ્વરૂપે બિરાજમાન શ્રી કૃષ્ણ કાળની દ્વારકાની મહત્તાને વિશ્વ ફલક પર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ ધાર્મિક લાગણી સાચવવાનો પાલિકાનો પ્રયાસ કેટલાક સુરતીઓને ગળે નથી ઉતરતો
દ્વાકકામાં જોવા મળશે ભક્તિનો વિશેષ સંગમ
આ સાથે જ જય દ્વારકા અભિયાન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્કૂબા ડાઇવર્સ દ્વારા સમુદ્રની અંદર વિશેષ કાર્યક્રમો યોજાવાના છે. તેમજ મેગા ઇવેન્ટમાં સમુદ્રનવે સ્કૂબા ડાઇવર્સની ટીમ દ્વારા ગોળાકાર આકારને કુલ 7 ભાગોમાં વહેંચાયેલા શ્રી કૃષ્ણના પ્રતીક સમા મોરપીંછ આકારનો ફ્લોટિંગ લોગો બનાવાશે. આ સાથે જ દરિયાકાંઠે 70 જેટલાં નર્તકો દ્વારા શ્રી કૃષ્ણભક્તિના ગીતો પર નૃત્ય પ્રદર્શિત પણ કરવામાં આવશે. આ સિવાય દ્વારકામાં વિશેષ હોમનું પણ આયોજન કરાયું છે.
આ પણ વાંચોઃ ‘સાહેબ કંટાળો આવે છે, કામ આપો…!’, ડાયમંડ બુર્સના કસ્ટમ અધિકારીઓએ ઉપરી સામે વ્યથા ઠાલવી
સંકન સિટી દિવસ નિમિત્તે દ્વારકાના દરિયામાં સાત સ્કૂબા ડાઇવર્સ દરિયાના તળીયે બેસી પંદર મિનિટ સુધી શ્રીકૃષ્ણના જાપ કરશે. તેમજ નિખિલ નિત્યાગ્નિ આશ્રમ અને ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક તેમજ સર્વ દેવતા હોમ-હવન માટે જાણીતા શ્રી શ્રીની ગુરૂજી દ્વારા હોમ કરાવવામાં આવશે. જેનો ભક્તજનો લાભ લઈ શકશે.