અમદાવાદ, રવિવાર
બેહરામપુરામાં રહેતા વૃદ્ધ વિધવા મહિલા પોતાના દીકરાના ત્યાં નિયમીત જમવા માટે જતા હતા, મહિના પહેલા એક અજાણી મહિલાએ વૃદ્ધાને ક્યાં જવું છે હું તમારા દિકરાને ઓળખું કહીને પોતાના વાહન ઉપર બેસાડયા હતા બાદમાં તમારા દાગીના પડી જશે કહીને દાગીના ઉતરાવી લીધા હતા.જેથી વૃદ્ધાએ સાડીના છેડે દાગીના બાંધ્યા હતા. રસ્તામાં એક્ટિવા ચાલક મહિલાએ વૃદ્ધાની નજર ચૂકવીને રૃા. ૧.૦૮ લાખના દાગીના લૂંટીને અને વૃદ્ધાને કાંકરિયા પાસે રસ્તામાં ઉતારીને નાસી ગઇ હતી. કાગડાપીઠ પોલીસે મહિલા સામે ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
કાંકરીયા પાસે એક્ટિવા ચાલકઅજાણી મહિલા રસ્તામાં દાગીના ઉતરાવ્યા વૃદ્ધાએ સાડીના છેડે બાંધ્યા હતા ઃ રસ્તામાં ઉતારી મહિલા રફૂચક્કકર
બહેરામપુરામાં રહેતા આધેડે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના ૮૫ વર્ષના વૃદ્ધ માતા ગીતામંદિર રોડ ઉપર રહે છે. જેમાં વૃદ્ધા તેના પુત્રના ઘરે જમવા અને આરામ કરવા રોજ જતા હતા. તા. ૭ નવેમ્બરે સવારે વૃદ્ધા પુત્રના ઘરે જવા છીપા કબ્રસ્તાન પાસે રિક્ષાની રાહ જોઇને ઉભા હતા. આ સમયે એક્ટિવા ઉપર એક અજાણી મહિલા આવી અને બા તમારે ક્યાં જવું છે.
જેથી વૃદ્ધાએ પુુત્રના ઘરે જવું છે. તેમ કહેતા મહિલાએ તમારા પુત્રને હું ઓળખું છું કહીને ચલો ઉતારી દઉ કહીને એક્ટિવા ઉપર બેસાડીને મહિલાએ તમારા દાગીના પડી જશે કહીને દાગીના ઉતરાવી લીધા હતા અને રસ્તામાં મહિલાએ વૃદ્ધાની નજર ચૂકવીને રૃા. ૧.૦૮ લાખના દાગીના લૂંટી લીધા હતા અને કાંકરિયા વિસ્તારમાં રસ્તામાં ઉતારીને એકટીવા ચાલક મહિલા ફરાર થઈ ગઈ હતી જો કે વૃદ્ધાએ ઉતર્યા બાદ દાગીના શોધ્યા પરંતું મળી આવ્યા ન હતા. કાગડાપીઠ પોલીસે મહિલા સામે ગુનો નોેધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.