ગુજરાત રાજ્યના વર્ષ 2024-25માં શિયાળાની ઠંડી ભુક્કા બોલાવી રહી છે અને ગત વર્ષે જે ઓછી ઠંડી નોંધાઈ હતી. તેને સરભર કરવા જાણે કે ઠંડીએ નક્કી જ કરી લીધું હોય તે પ્રકારે હાર્ડ થીજવતી ઠંડી પડી રહી છે, પરંતુ આ વર્ષની ઠંડીમાં આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યાં રા
.
છેલ્લા દસ વર્ષમાં પ્રથમ વખત રાજકોટવાસીઓએ શીતલ લહેરનો પણ અનુભવ કર્યો છે એટલે કે ગુજરાત રાજ્યમાં સામાન્ય રીતે કચ્છના નલિયામાં અને બનાસકાંઠાના ડીસામાં કોલ્ડવેવની અસર વર્તાતી હોય છે, પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ કોલ્ડવેવની અસર સતત બે દિવસ સુધી રહી હતી. એટલે કે શું રાજકોટ ગુજરાત રાજ્યનું બીજું નલિયા બની રહ્યું છે તેવો પણ પ્રશ્નો ઉદ્ભવે છે.
રાજકોટમાં બે દિવસ કોલ્ડવેવની અસર રહી હતી ગુજરાતના નલિયા અને ડીસામાં કોલ્ડવેવની અસર સામાન્ય છે, પરંતુ આ વર્ષે જે પ્રકારે રાજકોટમાં પણ બે દિવસ દરમિયાન કોલ્ડવેવની અસર રહી હતી. તે વાતાવરણમાં બદલાવની નિશાની છે. સામાન્ય રીતે હવામાન વિભાગ દ્વારા એક ચોક્કસ તાપમાન નક્કી કરવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા વર્ષ 1999થી વર્ષ 2020 સુધીના દર વર્ષના તાપમાનનું અવલોકન કરીને એક ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવ્યો છે. જે મુજબ જો ગુજરાત રાજ્યના કોઈપણ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન નક્કી કરવામાં આવેલા ચોક્કસ સામાન્ય તાપમાન કરતા 4.5 ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાય અને આ સ્થિતિ સતત બે દિવસ સુધી રહે તથા લઘુતમ તાપમાન તે વિસ્તારમાં 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું નોંધાય, આ ઉપરાંત રાજ્યના બે વિસ્તારમાં સમાન સ્થિતિ હોય તો તે વિસ્તારમાં કોલ્ડવેવ જાહેર કરવામાં આવે છે.
કોલ્ડવેવ શું હોય છે? શિયાળાની ઋતુમાં જ્યારે પશ્ચિમથી ઠંડા પવનની લહેર ભારતના ઉત્તરી ભાગમાં અથવા તો પાડોશી દેશમાં હિમ વર્ષા કરે અને શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે ભારત ઉપર ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાતા હોય છે. તેમાં પણ ખાસ કરીને શિયાળાની ઋતુમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા પવનો તે હિમવર્ષાના ઠંડા પવન ગુજરાત સુધી લાવે છે. જ્યારે પણ ગુજરાતના વિવિધ પ્રદેશોમાં ઠંડીનું જોર વધે ત્યારે કોલ્ડવેવ વિશે હવામાન વિભાગ દ્વારા વિચારણા કરવામાં આવે છે. તેના માટે એક ચોક્કસ તાપમાન અગાઉથી જ નિયત કરવામાં આવેલું હોય છે. તેનાથી નીચે જ્યારે તાપમાન જાય અને અન્ય બે માપદંડ સમાન બને ત્યારે તે વિસ્તારમાં કોલ્ડવેવની અસર રહી હતી તેમ કહી શકાય.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઠંડીનું જોર વધુ રહ્યું ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ડિસેમ્બર મહિનાની આગાહી મુજબ આ વર્ષે લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય અથવા તો સામાન્યથી વધુ નોંધાવાની શક્યતાઓ છે, પરંતુ અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં જે પ્રકારની ઠંડી પડી રહી છે તે મુજબ ડિસેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય અથવા તો સામાન્યથી ઓછું નોંધાયું છે એટલે કે ઠંડીનું જોર વધુ થયું છે. ગત વર્ષની સરખામણીમાં પણ આ વર્ષે ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું છે.
કોલ્ડવેવના દિવસો ઓછા રહેવાની શક્યતાઓ ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છના પ્રદેશોમાં ઠંડીનું જોડ સતત વધતું રહ્યું છે અને કોલ્ડવેવની પણ અસર વર્તાઈ છે. ભારતીય હવામાન વિભાગની ડિસેમ્બર મહિનાની આગાહી મુજબ આ વર્ષે કોલ્ડવેવના દિવસો પણ ઓછા રહેવાની શક્યતાઓ છે. જેમાં સામાન્ય રીતે રાજસ્થાન અને કચ્છના રણ પ્રદેશોમાં પાંચથી છ દિવસ કોલ્ડવેવની અસર રહેતી હોય છે, પરંતુ આ વર્ષે તેમાં ઘટાડો થઈને બેથી ત્રણ દિવસ જ કોલ્ડવેવની અસર રહેવાની આગાહી કરવામાં આવી છે.
રાજકોટમાં પ્રથમ વખત આ સ્થિતિનું નિર્માણ હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્રમાં મહત્ત્વનો જિલ્લો છે. ત્યાં સામાન્ય રીતે ઠંડીનું પ્રમાણ વધુ રહેતું હોય છે, પરંતુ કોલ્ડવેવની અસર રહેતી નથી, પરંતુ આ વર્ષે રાજકોટ જેવા શહેરમાં પણ સતત બે દિવસ સુધી કોલ્ડવેવની અસર રહી હતી. જે છેલ્લા દસ વર્ષના આંકડાઓ મુજબ પ્રથમ વખત આ સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટમાં ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ સામાન્ય કરતાં તાપમાન ઓછું નોંધાયું છે અને બે દિવસ તો કોલ્ડવેવની પણ અસર રહી છે.
રાજકોટમાં અત્યાર સુધીનું લઘુતમ તાપમાન 9.1 ડિગ્રી નોંધાયું રાજકોટ જિલ્લામાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં ડિસેમ્બર મહિનામાં નોંધાયેલી સૌથી વધુ ઠંડી એટલે કે ડિસેમ્બર મહિનામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું. તેમાં વર્ષ 2014માં છેલ્લે આઠ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું તેમ છતાં કોલ્ડવેવની અસર રહી ન હતી, પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 9.1 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું છે તેમ છતાં આ વર્ષે બે દિવસ દરમિયાન કોલ્ડવેવની અસર નોંધાઈ હતી.
વર્ષ – લઘુત્તમ તાપમાન
- 2014 – 8 °C
- 2015 – 9.5 °C
- 2016 – 12.3 °C
- 2017 – 11 °C
- 2018 – 8.7 °C
- 2019 – 8.3 °C
- 2020 – 8.3 °C
- 2021 – 9.2 °C
- 2022 – 10 °C
- 2023 – 13 °C
- 2024 – 9.1 °C (અત્યાર સુધીનું)