સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
હેમિલ્ટન ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને 423 રનથી હરાવ્યું છે. રન માર્જિનથી ઇંગ્લેન્ડ સામે કિવીઝની આ સૌથી મોટી જીત છે. ત્રીજી ટેસ્ટમાં 658 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમ માત્ર 234 રન જ બનાવી શકી હતી. જોકે, ઇંગ્લેન્ડે 3 મેચની ટેસ્ટ સિરીઝ 2-1થી જીતી લીધી હતી. ટીમે પહેલી મેચ 8 વિકેટે અને બીજી મેચ 323 રનથી જીતી હતી.
મંગળવારે, સેડન પાર્ક, ઇંગ્લેન્ડમાં મેચના ચોથા દિવસે 18/2ના સ્કોરથી રમત શરૂ થઈ. જેકબ બિથેલે 76 રન અને જો રૂટે 54 રન બનાવ્યા હતા જ્યારે ગસ એટકિન્સને 43 રનનું યોગદાન આપ્યું હતું.
ન્યૂઝીલેન્ડના મિચેલ સેન્ટનરે પ્રથમ દાવમાં 76 રન બનાવ્યા અને 3 વિકેટ લીધી. તેણે બીજી ઇનિંગમાં 49 રન બનાવ્યા અને 4 વિકેટ લીધી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર હેરી બ્રુકને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કર્યો હતો.
શનિવારે ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ દાવમાં ન્યૂઝીલેન્ડે 347 રન અને ઇંગ્લેન્ડે 143 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં 453 રન બનાવ્યા અને ઇંગ્લેન્ડને 658 રનનો ટાર્ગેટ આપ્યો.
ન્યૂઝીલેન્ડની સંયુક્ત સૌથી મોટી જીત ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને 423 રનથી હરાવ્યું. રનના માર્જિનથી આ ટીમની સંયુક્ત સૌથી મોટી જીત હતી. આ પહેલા ટીમે 2018માં ક્રાઈસ્ટચર્ચમાં પણ શ્રીલંકાને 423 રનથી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડ સામે ટીમની આ સૌથી મોટી જીત છે.
ટિમ સાઉથીની છેલ્લી ટેસ્ટ મેચ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉથીની આ છેલ્લી ટેસ્ટ મેચ હતી. સિરીઝ શરૂ થાય તે પહેલા જ તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. પોતાની નિવૃત્તિની જાહેરાત કરતા 35 વર્ષીય સાઉથીએ કહ્યું હતું- જો અમારી ટીમ WTC ફાઈનલમાં ક્વોલિફાય થશે તો હું ઉપલબ્ધ રહીશ.
ત્રીજા દિવસે બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડ 453 રનમાં ઓલઆઉટ ન્યૂઝીલેન્ડની ટીમ બીજા દાવમાં 453 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડના સ્ટાર બેટર કેન વિલિયમસને સદી ફટકારી હતી. તેણે 204 બોલમાં 156 રન બનાવ્યા હતા. તેના સિવાય વિલ યંગ અને ડેરિલ મિચેલે 60-60 રન બનાવ્યા હતા. મિચેલ સેન્ટનરે 49 રન અને રચિન રવીન્દ્રએ 44 રન બનાવ્યા હતા. ટોમ બ્લંડેલ 44 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી જેકબ બેથેલે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. બેન સ્ટોક્સ અને શોએબ બશીરે 2-2 વિકેટ લીધી હતી. મેથ્યુ પોટ્સ, ગુસ એટકિન્સન અને જો રૂટને 1-1 વિકેટ મળી હતી.
બીજા દિવસે ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 143 રન પર જ ઓલઆઉટ પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડના બેટર્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. જો રૂટે 42 બોલમાં 6 ચોગ્ગાની મદદથી સૌથી વધુ 32 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન બેન સ્ટોક્સે 43 બોલમાં 27 રન અને ઓલી પોપે 42 બોલમાં 24 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે મેટ હેનરીએ 13.4 ઓવરમાં 48 રન આપીને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ વિલિયમ ઓ’રોર્કે અને મિચેલ સેન્ટનરે 3-3 વિકેટ લીધી હતી.
પ્રથમ દિવસે લાથમ-સેન્ટનરે અડધી સદી ફટકારી ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડ સામેની હેમિલ્ટન ટેસ્ટમાં જોરદાર શરૂઆત કરી હતી. શનિવારે પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ટીમે 9 વિકેટ ગુમાવીને 315 રન બનાવી લીધા હતા. મિચેલ સેન્ટનર 50 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
બન્ને ટીમની પ્લેઇંગ-11 ન્યૂઝીલેન્ડ: ટોમ લાથમ (કેપ્ટન), વિલ યંગ, રચિન રવીન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), મેટ હેનરી, ટિમ સાઉથી અને વિલ ઓ’રર્કે.
ઇંગ્લેન્ડ: બેન સ્ટોક્સ (કેપ્ટન), ઝેક ક્રોલી, બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક, ઓલી પોપ (વિકેટકીપર), મેથ્યુ પોટ્સ, ગુસ એટકિન્સન, બ્રાઈડન કાર્સ અને શોએબ બશીર.
ઇંગ્લેન્ડ સામેની ત્રીજી મેચમાં સેન્ટનર પ્લેયર ઓફ ધ મેચ ઇંગ્લેન્ડ સામેની ત્રીજી મેચમાં ન્યુઝીલેન્ડના મિશેલ સેન્ટનરે પ્રથમ દાવમાં 76 રન બનાવ્યા હતા અને 3 વિકેટ ઝડપી હતી. તેણે બીજી ઇનિંગમાં 49 રન બનાવ્યા અને 4 વિકેટ લીધી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.