અમદાવાદ,મંગળવાર,17
ડિસેમ્બર,2024
વર્ષ-૨૦૨૫-૨૬ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક
બજેટ માટે શહેરીજનોના સુચનો મંગાવવામાં આવ્યા હતા. મ્યુનિ.તંત્રને મળેલા સુચનોમાં
ચાર વર્ષ થવા આવ્યા છતાં મોટાભાગના કોર્પોરેટરો તેમના વોર્ડમાં નિયમિત રાઉન્ડ લેતા
નથી. વોર્ડના કોર્પોરેટરો લોકો સાથે સંપર્કમાં રહે તેવુ કંઈ આયોજન કરો તો સારુ
.કોર્પોરેટરો વોર્ડમાં રાઉન્ડ લેતા નહીં હોવાથી લોકોની ફરિયાદો ઠેરની ઠેર જોવા મળી
રહી છે.એવુ પણ સુચન લોકો તરફથી કરવામાં આવ્યુ છે.કુલ ૨૯૫૧ સુચન પૈકી ૬૯ ટકા સુચન
લોકોએ પ્રાથમિક સુવિધા માટે કર્યા છે. લોકોએ કરેલા સુચનમાં પ્રોપર્ટીટેકસના
મ્યુનિ.તરફથી આપવામા આવતા બીલની પાછળ ટેકસની આવક-જાવકનો હિસાબ તથા વાર્ષિક અહેવાલ
આપવાનુ સુચન કર્યુ છે.મ્યુનિ.તરફથી કરવામાં આવતી પ્રોપર્ટી ટેકસની વસૂલાત મુજબ ચાર
કેટેગરીમાં વહેંચી લોકોને પ્રાથમિક સુવિધામાં પણ પ્રાયોરીટી આપવા લોકો તરફથી સુચન
કરવામાં આવ્યુ છે.
છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
વાર્ષિક બજેટ રજૂ કરતા પહેલાં શહેરીજનો તરફથી બજેટમાં લોકો શું ઈચ્છે છે એ જાણવા
માટે સુચન મંગાવવામાં આવે છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મિલકતવેરાની વસૂલાત
કરવામાં આવે છે.કર વસૂલાતને એ,બી,સી તથા ડી એમ ચાર
કેટેગરીમાં વહેંચી એ મુજબ લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં પણ પ્રાયોરીટી આપવા સુચન
કરાયુ છે. વર્ષ-૨૦૨૫-૨૬ ના વાર્ષિક અંદાજપત્ર અગાઉ શહેરીજનો તરફથી મ્યુનિ.તંત્રને
૨૯૫૧ જેટલા સુચન મળ્યા છે. આ પૈકી ૬૯ ટકા સુચન પ્રાથમિક સુવિધાને લગતા છે.રોડ અંગે
સૌથી વધુ ૪૫૪ સુચન લોકો તરફથી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બ્રિજ માટે ૬૦, પાણી માટે ૨૮૭
તથા ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર માટે ૩૭૪ સુચન કરવામાં આવ્યા છે.મ્યુનિ.તંત્રની આવક
વધારવા માટે ૧૦ સુચન લોકો તરફથી કરવામાં આવ્યા છે.હોસ્પિટલ અને આરોગ્ય સુવિધા માટે
૪૫ સુચન, ગાર્ડન
માટે ૧૫૪ સુચન લોકો તરફથી કરવામાં આવ્યા છે.એ.એમ.ટી.એસ.,બી.આર.ટી.એસ,મેટ્રો જેવી
સુવિધા માટે ૩૫ તથા કોમ્યુનીટી હોલની સુવિધા માટે ૯૨ તથા પાર્કિંગની સુવિધા માટે
૧૨૭ જેટલા સુચન શહેરીજનો તરફથી કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની
સુવિધા સુધારવા માટે ૧૩૮ જેટલા સુચન શહેરીજનો તરફથી કરવામાં આવ્યા છે.ઢોરત્રાસ
અંકુશ વિભાગ માટે ૫૪ તથા કોમ્યુનીટી હોલ માટે
૯૨ તથા પાર્ટી પ્લોટ માટે ૬૯ સુચન કરવામાં આવ્યા છે.
અમદાવાદના લોકો મ્યુનિ.બજેટમાં શું ઈચ્છે છે?
મ્યુનિ.ના વર્ષ-૨૦૨૫-૨૬ માટેના વાર્ષિક અંદાજપત્ર માટે
મ્યુનિ.તંત્ર તરફથી શહેરીજનોના સુચન મંગાવ્યા હતા.શહેરીજનો તરફથી મ્યુનિ.બજેટ માટે
કરવામાં આવેલા સુચનો પૈકી મહત્વના સુચન આ મુજબ છે.
૧.અઠવાડીયામાં ચોકકસ દિવસે કાર ફ્રી ડે રાખી પબ્લિક
ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારો
૨.દર મહિનાના છેલ્લા રવિવારે સ્વચ્છ અમદાવાદ દિવસ રાખો
૩.વરસાદી પાણી તળાવમાં જાય એવુ આયોજન કરો
૪.ફ્રીલેફટ ટર્નની સુવિધાનો રીક્ષાઓના કારણે ઉપયોગ થઈ શકતો
નથી,જગ્યા
વધુ રાખો
૫.રોડ પહોળા કરો,સી.જી.રોડ
ઉપર પાર્કિંગ સુવિધા ઉભી કરો
૬.૧૦ વર્ષ કે તેથી વધુ નિયમિત ટેકસ ભરતા કરદાતાને ગ્રીન
કાર્ડ આપવુ
૭.૧ કરોડ કરતા વધુની કિંમતની કાર ઉપર વધુ ટેકસ વસૂલ કરો
૮.પાન-મસાલા ખાઈ થૂંકનારા પાસેથી વધુ રકમનો દંડ વસૂલ કરો
૯.નાગરિકોના પ્રશ્નો ઉકેલવા દરેક વોર્ડમાં નાગરિક સમિતિની
રચના કરો
૧૦.મ્યુનિ.બસ સેવામાં વિદ્યાર્થીઓ-મહિલાઓને મફત મુસાફરી
કરાવો
૧૧.દુબઈ,જાપાનની
જેમ પોલ્યુશન ઘટાડવા પગલા લો
૧૨.જાહેર મિલકત ઉપર કોર્પોરેટરોના નામ લખવાનુ બંધ કરો
૧૩.ટ્રાફિક ફલો મુજબ સમય એડજેસ્ટ કરો
રિવરફ્રન્ટ
વિસ્તારમ્યુનિ.બસ,રીક્ષા
માટે ખુલ્લો કરો
મ્યુનિ.ના આગામી વર્ષના બજેટ માટે શહેરીજનો તરફથી કરવામા
આવેલા સુચનોમાં રિવરફ્રન્ટ વિસ્તાર એ.એમ.ટી.એસ,બી.આર.ટી.એસ ઉપરાંત ઓટોરીક્ષાઓ માટે ખુલ્લો કરવા અંગે સુચન
કરવામા આવ્યુ છે.ઉપરાંત ટેકસબીલમાંથી કબજેદારનુ નામ રદ કરવા, બંગલા તથા અદ્યતન
ફેસીલીટી ધરાવતા ફલેટનો ટેકસ વધુ વસૂલવા અંગે લોકોએ સુચન કર્યુ છે.
કઈ સુવિધા માટે કેટલાં સુચન?
અમદાવાદ મ્યુનિ.તંત્ર તરફથી પુરી પાડવામાં આવતી ફરજીયાત અને
મરજીયાત સુવિધાઓ માટે લોકો તરફથી કરવામા આવેલા સુચન આ મુજબ છે
સુવિધાનો પ્રકાર સુચન
રોડ ૪૫૪
બ્રિજ ૬૦
બિલ્ડિંગ ૪૭
પાણી ૨૮૭
ડ્રેનેજ ૩૭૪
ટ્રાફિક ૧૧૫
હાઉસીંગ ૩૪
હેલ્થ-સફાઈ ૨૨૬
લાઈટ ૨૪૬
સ્મશાન ૦૬
સ્કૂલ ૪૧
ફાયર ૧૨૯
ગાર્ડન ૧૫૪
તળાવ ૧૦
લાયબ્રેરી ૩૫
સ્પોર્ટસ કોમ્પલેકસ ૪૭
સ્વિમિંગપુલ ૭૦
શાકમાર્કેટ ૦૮
હેરીટેજ ૦૬