નવી દિલ્હી7 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે બુધવારે સંસદના શિયાળુ સત્રનો 18મો દિવસ છે. ગઈકાલે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહના ભાષણ સાથે બંધારણ પરની ચર્ચા પૂર્ણ થઈ હતી. તેમણે કહ્યું કે આ લોકસભાની ચૂંટણીમાં બંધારણને લહેરાવીને જૂઠું બોલીને જનાદેશ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બંધારણ લહેરાવાનો નહી, પરંતુ વિશ્વાસ અને શ્રદ્ધાનો વિષય છે.
એક દેશ, એક ચૂંટણી માટે 129મો બંધારણ સંશોધન બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે તેને ગૃહમાં રજૂ કર્યુ હતું. અમિત શાહે ગૃહમાં કહ્યું કે જ્યારે બિલ કેબિનેટમાં આવ્યું ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે તેને જેપીસીમાં મોકલવામાં આવે. કાયદા મંત્રી આવો પ્રસ્તાવ મુકી શકે છે.
સંસદની સામાન્ય કામગીરી આજથી 20 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આજે લોકસભા અને રાજ્યસભામાં બે-બે બિલ ચર્ચા માટે રજુ કરવામાં આવશે. લોકસભામાં, જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ નૂર પરિવહન સંબંધિત ‘ધ બિલ્સ ઑફ લેડિંગ બિલ, 2024’ રજૂ કરશે અને પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરી ગૃહ સમક્ષ ‘ધ ઓઇલફિલ્ડ્સ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એમેન્ડમેન્ટ બિલ, 2024’ રજૂ કરશે.
બીજી તરફ, રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ ‘ધ બેંકિંગ લો (એમેન્ડમેન્ટ) બિલ, 2024’ પસાર કરવાનો પ્રસ્તાવ મૂકશે. તેમજ, ગૃહમંત્રી અમિત શાહ ‘ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) બિલ, 2024’ ગૃહમાં વિચારણા માટે મૂકશે. આ બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે.
લોકસભામાં હાજર રહેલા શાસક પક્ષના સાંસદોએ એક દેશ, એક ચૂંટણી માટે બંધારણ સંશોધન બિલને સમર્થન આપ્યું હતું.
લાઈવ અપડેટ્સ
7 મિનિટ પેહલા
- કૉપી લિંક
સપા સાંસદે કહ્યું- વન નેશન વન ઈલેક્શન બિલ જેપીસીમાં જવું જરૂરી છે
9 મિનિટ પેહલા
- કૉપી લિંક
મતદાન પછી, એક દેશ, એક ચૂંટણી માટેનું બિલ ફરીથી રજૂ કરવામાં આવ્યું હતું
કાયદામંત્રી મેઘવાલે લોકસભામાં એક દેશ, એક ચૂંટણી સંબંધિત બંધારણ સંશોધન બિલ રજૂ કરતાં જ વિપક્ષી સાંસદોએ તેનો વિરોધ કર્યો હતો. આ પછી બિલ રજૂ કરવા માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ કરવામાં આવ્યું હતું. કેટલાક સાંસદોના વાંધાઓ બાદ, મતમાં ફેરફાર કરવા માટે સ્લિપ દ્વારા ફરીથી મતદાન કરાવવામાં આવ્યું હતું.
આ વોટિંગમાં બિલ રજૂ કરવાના પક્ષમાં 269 અને તેની વિપક્ષમાં 198 મત પડ્યા હતા. આ પછી કાયદા મંત્રીએ ફરીથી બિલ ગૃહમાં રજૂ કર્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીજેપી એવા 20 સાંસદોને નોટિસ મોકલશે જેઓ બિલ રજૂ કરતી વખતે લોકસભામાં ગેરહાજર હતા. પાર્ટીએ ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યો હતો.
9 મિનિટ પેહલા
- કૉપી લિંક
શાહે રાજ્યસભામાં કહ્યું- ભાજપ ધર્મના આધારે અનામત લાગુ નહીં થવા દે
રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન શાહે કહ્યું- કોંગ્રેસ અનામત મર્યાદા 50% વધારીને મુસ્લિમોને અનામત આપવા માંગે છે. જ્યાં સુધી બંને ગૃહમાં ભાજપનો એક પણ સભ્ય છે ત્યાં સુધી અમે ધર્મના આધારે અનામત નહીં આપવા દઈએ, આ બંધારણ વિરુદ્ધ છે. બંધારણને માત્ર શબ્દોમાં જ નહીં પરંતુ કાર્યોમાં પણ માન આપવું જોઈએ.
તેમણે કહ્યું- દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ ન થઈ શક્યો કારણ કે નેહરુજી મુસ્લિમ પર્સનલ લો લાવ્યા હતા. આજે હું કોંગ્રેસને સંપૂર્ણ જવાબદારી સાથે પૂછવા માંગુ છું કે, શું દેશમાં તમામ જાતિ અને ધર્મના લોકો માટે કાયદો ન હોવો જોઈએ?