હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજનાં આચાર્ય ડૉ. ટેક્પાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ SSIP અને ઇનોવેશન ક્લબ દ્વારા વિદ્યાર્થીઓએ અડિયાના માટી કામ બનાવટ અને કૃષિ સંશોધન કેન્દ્રની મુલાકાત કરી હતી. કૉલેજના SSIPના કો.ઓર્ડીનેટર ડૉ. બાદલ ચૌહાણ અને ઈનોવેશન
.
માટી કામની બનાવટ, કલાત્મક કારીગરી, ભઠ્ઠીનો ઉપયોગ કેવી રીતે કરવો તેમજ માટીમાંથી વિવિધ બનાવટો અંગેની જાણકારી પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ કૃષિ સંશોધન કેન્દ્રમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ, છાણીયું ખાતરનો ઉપયોગ, ખેડૂતોમાં ખેતી અંગે જાગૃતિ લાવવા શું કરવું, વગેરે વિશે કૃષિ સંશોધન કેન્દ્રના ઇન્ચાર્જ દ્વારા માહિતી પ્રાપ્ત કરી હતી. આ આયોજનમાં કૉલેજના અઘ્યાપકો અને વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો.