મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિધ્ધાચલની પવિત્ર ભૂમિ પાલીતાણામાં આદિ વીર છ’રી પાલિત સંઘ કાર્યક્રમ- ધર્મસભા યોજાઈ હતી. પાલીતાણાના જૈન ઉપાશ્રય નીલમવિહાર (કસ્તુરબાધામ)માં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આચ
.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સાંભળ્યા પછી પ્રથમ વખત શેત્રુંજ્ય તીર્થક્ષેત્રમાં આવવાનું સૌભાગ્ય પોતાને મળ્યું છે. તેમણે કહ્યું કે, જૈન ધર્મનો અર્થ એટલે વિજેતાનો માર્ગ છે, જૈન સમાજમાંથી ક્ષમાનો ગુણધર્મ શીખવા જેવો છે. તેમણે ઉમેર્યું કે, ક્ષમા માંગે તે વીર અને ક્ષમા આપે તે મહાવીર કહેવાય છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ભગવાન મહાવીરે વર્ષો પહેલાં પર્યાવરણની જાળવણી વાત કરી હતી. તેમણે પાણીને ઘી ની જેમ વાપરવાની સલાહ આપી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “કેચ ધ રેઇન” સંકલ્પ આપીને વરસાદના ટીપે- ટીપા પાણીને જમીનમાં કેવી રીતે સંગ્રહ કરી શકાય તે અંગેનો ખ્યાલ વ્યક્ત કર્યો છે. પર્યાવરણનું ધ્યાન રાખી સેવા સાથે જૈન સમાજ વિકસિત ભારત 2047ના સંકલ્પમાં સહભાગી બને તેવી અભ્યર્થના મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે આચાર્ય ભગવંત વિજયરત્નચંદ્ર સૂરીશ્વરજી મહારાજએ જણાવ્યું હતું કે, આપણું ગુજરાત સંતો અને મહંતોની પવિત્ર ભૂમિ છે. જેથી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ખૂબ જ સમૃદ્ધ છે. આ ઉપરાંત આચાર્ય ભગવંત ઉદયરત્ન સૂરીશ્વરજી મહારાજએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂજ્ય આચાર્ય ભગવંત સાથે વિચારગોષ્ઠિ, ધર્મસભા સહિતના કાર્યક્રમોમાં જોડાયા હતા. છ’રી પાલિત સંઘ આયોજક આદિ વીર પરિવાર, વિરબાળાબેન નવીનચંદ્ર પરીખ પરિવાર, રાકેશભાઈ ધ્રુવ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપધાન તપ આયોજક વીર સૌભાગ્ય પરિવાર વીરાબેન સૌભાગચંદ અંગારા પરિવાર (ધાનેરા) (હિંમતભાઈ આદી) ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પાલીતાણાના ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર આર.કે.મહેતા, રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, પોલીસ અધિકારી હર્ષદ પટેલ સહિત આગેવાનો તથા જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.