મુંબઈ18 મિનિટ પેહલા
- કૉપી લિંક
નીલકમલ બોટ પર હાજર એક વ્યક્તિએ આ વીડિયો રેકોર્ડ કર્યો, જેમાં એક સ્પીડબોટ અથડાતી જોવા મળી રહી છે.
મહારાષ્ટ્રના મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટ ડૂબી ગઈ. બોટમાં 80 મુસાફર સવાર હતા, જેમાંથી 3 લોકોનાં મોત થયાં છે. લગભગ 66 લોકોને બચાવી લેવાયા છે, બાકીના ગુમ છે.
બોટ-માલિકનો આરોપ છે કે બોટ મુંબઈથી એલિફન્ટા ગુફાઓ તરફ જઈ રહી હતી ત્યારે અરબી સમુદ્રમાં બુચર આઈલેન્ડ નજીક નેવી પેટ્રોલિંગ સ્પીડ બોટ સાથે અથડાઈ હતી, જેના કારણે બોટમાં પાણી ભરાઈ ગયું હતું અને એ ડૂબી ગઈ હતી.
નેવી, જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT), કોસ્ટ ગાર્ડ, યલોગેટ પોલીસ સ્ટેશન 3 અને સ્થાનિક માછીમારી બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. 4 હેલિકોપ્ટર પણ બચાવકાર્યમાં લાગેલાં છે. મુસાફરોને ગેટવે ઓફ ઈન્ડિયા પર પાછા લાવવામાં આવી રહ્યા છે.
નીલકમલ બોટ પર હાજર એક વ્યક્તિએ આ વીડિયો રેકોર્ડ કર્યો, જેમાં એક બોટ અથડાતી જોવા મળી રહી છે.
કોસ્ટગાર્ડ અને નૌકાદળની બોટની મદદથી મુસાફરોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
બોટ ડૂબી જતાં મુસાફરોને બચાવ્યાની તસવીર. અત્યારસુધીમાં 66 મુસાફરને બચાવી લેવાયા છે.
નૌકાદળની 11 બોટ, 4 હેલિકોપ્ટર બચાવ કાર્યમાં લાગ્યા માહિતી અનુસાર, નેવી, જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT), કોસ્ટ ગાર્ડ, યલોગેટ પોલીસ સ્ટેશન 3 અને સ્થાનિક ફિશિંગ બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
નેવીની 11 બોટ, મરીન પોલીસની 3 બોટ અને કોસ્ટ ગાર્ડની 1 બોટ આ વિસ્તારમાં છે. 4 હેલિકોપ્ટર પણ બચાવ કાર્યમાં લાગેલા છે. મુસાફરોને ગેટવે ઓફ ઈન્ડિયા પર પાછા લાવવામાં આવી રહ્યા છે.