અમદાવાદ,બુધવાર,18 ડિસેમ્બર,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી સામે
એ.એસ.આઈ.ની બોગસ એન.આ.સી.થી છ માળના બનાવવામાં આવેલા સલમાન એવન્યુ મામલે ગુજરાત
હાઈકોર્ટે અરજદારની અરજી ફગાવી દઈ સ્ટે આપવા ઈન્કાર કરી દેવાયો હતો.મ્યુનિ.તંત્ર
દ્વારા આ બિલ્ડિંગના પાંચમા અને છઠ્ઠા માળને તોડી પાડવાની કામગીરી શરુ કરવામા આવી
છે.
દાણાપીઠ વિસ્તારમાં
આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી પાસે આવેલા છીપા કોમ્યુનિટી હોલની
બાજુમાં આસ્ટોડીયા વિસ્તારમાં માલિક કબજેદાર યાસીનભાઈ તથા ફીરોઝખાન દેવડીવાલા
દ્વારા આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાની બોગસ એન.ઓ.સી. મેળવી ગ્રાઉન્ડ ફલોરથી છ
માળ સુધીનું બિલ્ડિંગ બાંધી દેતા વર્ષ-૨૦૧૮માં બિલ્ડિંગના પ્લાન અને રજા ચિઠ્ઠી રદ
કર્યા હતા.અગાઉ આ બિલ્ડિંગને વર્ષ-૨૦૧૮ના ઓકટોબર મહિનામાં, ઓકટોબર-૨૦૨૩માં, પહેલી મે-૨૦૨૪
તથા ૧૫ જુન-૨૦૨૪ના રોજ તંત્રે સીલ કર્યુ હતુ.ઓકટોબર-૨૪માં મ્યુનિ.ના મધ્યઝોન
એસ્ટેટ વિભાગ દ્વારા આ બિલ્ડિંગને પાંચમી વખત સીલ કરવામાં આવ્યુ હતુ.૧૩ ડિસેમ્બરે
મ્યુનિ.તંત્રે ગેરકાયદે બાંધકામ તોડવાનુ શરુ કરતા હાઈકોર્ટ દ્વારા બીજા ઓર્ડર સુધી
કામગીરી અટકાવી હતી. બુધવારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ મોના એમ ભટ્ટ દ્વારા
અરજદારની અરજી ગુણદોષ અને મેરીટ વિનાની હોવાથી ફગાવી દઈને સ્ટે આપવાનો ઈન્કાર
કરવામા આવ્યો હતો.