16 ડિસેમ્બર 2024નો એ દિવસ ઝારખંડનો આ પરિવાર ક્યારેય નહીં ભૂલે… જ્યારે પરિવાર પોતાના કામ અર્થે બહાર ગયો અને એકલતાનો લાભ ઉઠાવી હેવાન તેમની 10 વર્ષની બાળકીનું અપહરણ કર્યું અને નિર્જન સ્થળે લઈ જઈ પીંખી નાખી… ત્યારે આ ઘટનાએ 12 વર્ષ પહેલાં 16 ડિસેમ્બર
.
હેવાન વિજય પાસવાને બાળકી પર એટલી હદે ક્રૂરતા આચરી હતી કે, ભરૂચની હોસ્પિટલમાં બાળકીની એકવાર તો સર્જરી કરવામાં આવી હતી. પરંતુ તે સક્સેસ ન જતાં વડોદરાની હોસ્પિટલમાં બાળકીની ફરી સર્જરી કરવી પડી હતી. તેમ છતાં હાલ બાળકીની સ્થિતિ ખૂબ જ નાજુક છે.
વડોદરાની SSG હોસ્પિટલમાં બાળકીની ફરી સર્જરી કરાઈ વડોદરાની સયાજી હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગમાં આ બાળકીની ફરી સર્જરી કરવામાં આવી હતી. જેમાં સર્જરી વિભાગ, પીડિયાટ્રિશન અને એનેસ્થેસિયા વિભાગની મદદ લેવામાં આવી હતી. આ સર્જરી કરતાં ડોક્ટરોને અઢી કલાકનો સમય લાગ્યો હતો. આ બાળકીને મોઢા અને પેટના ભાગે તેમજ ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ છે, ત્યારે પેટના ભાગે થયેલી ગંભીર ઇજાઓને પગલે ભરૂચની હોસ્પિટલમાં તાત્કાલિક સર્જરી તો કરવામાં આવી હતી, પરંતુ આ સર્જરી દરમિયાન એક ટાંકો ભૂલી જતાં વડોદરાના ડોક્ટરોને આ સર્જરી ફરી કરવાની જરૂર પડી હતી. મેડિકલ ભાષામાં આ સર્જરીને Exploratory Laparotomy (સંશોધનાત્મક લેપ્રોટોમી) કહેવાય છે. હાલ બાળકીને આઇસીયુમાં સારવાર ચાલી રહી છે.
ઓપરેશન થિયેટર બહાર માતાનું હૈયાફાટ રૂદન.
હોસ્પિટલ પરિસરમાં માતાનું હૈયાફાટ રૂદન ઝારખંડના આ પરિવારમાં પતિ-પત્ની સાથે ચાર બાળકો છે. જેમાં બે પુત્રો અને બે પુત્રી છે. એક તરફ સયાજી હોસ્પિટલમાં વ્હાલસોયી દીકરીની હોસ્પિટલમાં સર્જરી ચાલી રહી હતી તો બીજી તરફ ઓપરેશન થિયેટર બહાર માતાનું હૈયાફાટ રૂદન હોસ્પિટલ પરિસરમાં ગુંજી રહ્યું હતું. જે દૃશ્ય દિવ્ય ભાસ્કરના કેમેરામાં કેદ થયા હતા. જોકે, આ દરમિયાન અન્ય ત્રણ બાળકોની સારસંભાળ લેવા સમાજ કલ્યાણ વિભાગના વોલિએન્ટર પણ ત્યાં ઉપસ્થિત હતા અને બાળકોને સાચવી રહ્યા હતા. મહત્વની બાબત એ છે કે, બાળકોને આશરો આપવા માટે સામાજિક સંસ્થાઓ આગળ આવી પરંતુ હાલમાં માતા-પિતાને રહેવા માટે યોગ્ય વ્યવસ્થા થઇ નહીં અને તે પણ એક પ્રશાસન માટે શરમજનક બાબત છે. જ્યારે આટલું મોટું વિશ્રામ સદન બન્યું છે છતાં તેમાં કોઇપણ દર્દીના સગાને રહેવા દેવામાં આવતા નથી અને ધૂળ ખાઈ રહ્યું છે.
બાળકીની સ્થિતિ કેટલી ખરાબ છે તેનો કોઈ અંદાજો નથી આ અંગે બાળકીના પિતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટના છથી સાત વાગ્યાની આસપાસ બની હતી. અમે ત્યાં હાજર નહોતા અને અમે આઠ વાગ્યે આવ્યા હતા. અમે મજૂરી કામથી આવ્યા પછી અડધો પોણો કલાક સુધી શોધખોળ હાથ ધરી હતી. ત્યાર બાદ રૂમની બાજુમાં ઝાળીમાંથી અવાજ આવતા અમે ત્યાં પહોંચ્યા હતા. હાલમાં બાળકીની સ્થિતિ કેટલી ખરાબ છે તેનો કોઈ અંદાજો નથી. પહેલાં બાળકીને મોઢા પર પથ્થર મારવામાં આવ્યો અને બેભાન થઈ ગયા પછી ખરાબ કામ કર્યું હતું.
પીડિત બાળકીના પિતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલાં બાળકીનું ભરૂચની હોસ્પિટલમાં પેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ આ ઓપરેશન ખોટું થઈ જતાં ફરી કરવું પડશે તેવું ડોક્ટરોનું કહેવું છે. યુરિન પીળું આવવાથી ફરી તેને ચેક કરી ઓપરેશન કરવું પડશે તેવું જણાવ્યું હતું. અહીં ખૂબ જ સારી સારવાર થાય છે અમારે ગુજરાતની બહાર જવાની જરૂર નથી. ચાર લાખ રૂપિયાનો ચેક આપ્યો છે અને અન્ય પચાસ હજાર રૂપિયા આપ્યા છે.
‘હા, પહેલા રેપ કર્યો, પછી પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો’ હા…સાહેબ… પહેલાં મેં રેપ કર્યો, પછી પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો. આ ક્રૂર કબૂલાત ભરૂચના ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી પર રેપ ગુજારનાર હેવાનની છે. એ હેવાન વિજય પાસવાનને તો પોલીસે ગણતરીના કલાકોમાં જ તેના ઘરેથી ઝડપી લીધો, પણ તેની હેવાનિયત સાંભળીને પોલીસના પણ રૂંવાડાં ઊંભાં થઈ ગયાં છે.
આ હેવાન આટલેથી નહોતો અટક્યો, તેની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે એકાદ મહિના અગાઉ પણ તેણે આ જ માસૂમ સાથે દુષ્કર્મ આચર્યું હતું, પણ મા-બાપની ચુપ્પીએ આ દીકરીને મોતના મુખમાં ધકેલી દીધી છે. હાલ તે વડોદરાની હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહી છે. બીજી તરફ 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી વિજય પાસવાનને કોર્ટમાં રજૂ કરાતાં આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોસ્કો એક્ટ હેઠળ આરોપી વિજય પાસવાનને એક લાખ રૂપિયા વચગાળાના વળતર પેટે ચૂકવવા પણ આદેશ કરાયો છે. સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ પીબી પંડ્યાએ દલીલો કરી હતી. દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપીએ બાળકી સાથે અમાનવીય કૃત્ય કર્યું હતું.
‘આબરૂની બીકે મા-બાપે FIR ન કરતાં આરોપીની હિંમત વધી’ પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ હેવાને એક મહિના અગાઉ પણ આ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે સમાજમાં આબરૂ જવાની બીકે મા-બાપે કોઇ પોલીસ ફરિયાદ નહોતી કરી, એના લીધે આરોપીની હિંમત વધી અને બીજીવાર કૃત્ય કર્યું. આ મામલે પોલીસે પ્રથમ બાળકીને જલદી સારવાર મળે એ માટે પ્રયાસો હાથ ધર્યા છે. આ ગુના માટે એક ટીમ પણ બનાવી તપાસ હાથ ધરાઈ છે.
ઝારખંડ સરકારમાં કોંગ્રેસનાં મંત્રી દીપિકા પાંડે સિંહ.
‘બાળકીની હાલત નાજુક, અમે હાયર સેન્ટરમાં લઈ જવા તૈયાર’ ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકીની હાલ વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જેના ખબરઅંતર પૂછવા માટે ઝારખંડ સરકારમાં કોંગ્રેસનાં મંત્રી દીપિકા પાંડે સિંહ અન્ય મહિલા અધિકારીઓ સાથે આવી પહોંચ્યાં હતાં. દુષ્કર્મ પીડિતા, તેનાં પરિવારજનો અને તબીબો સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેમણે કહ્યું હતું કે, બાળકીની હાલત નાજુક છે. તેને વધુ સારવાર માટે હાયર સેન્ટરમાં લઈ જવાની જરૂર હશે તો ઝારખંડ સરકાર તૈયાર છે.
ઝારખંડ સરકાર તરફથી 4 લાખની સહાય ઝારખંડનાં પંચાયતી રાજ મંત્રી દીપિકા પાંડે સિંહે વધુમાં જણાવ્યું હતું કે, ઝારખંડ સરકારે ત્રણ સભ્યોની ટીમ મોકલી છે. બાળકીને સારી સારવાર મળે એ માટે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને અમને અહીં મોકલ્યા છે. ઝારખંડ સરકાર તરફથી બાળકીના પરિવારને ચાર લાખની સહાય કરવામાં આવી છે. બાળકીને અહીથી એરલિફ્ટ કરીને અન્ય રાજ્યમાં સારવાર જોઇતી હોય તોપણ અમારી તૈયારી છે. આરોપીઓને સખતમાં સખત સજા મળે એવી અમારી માગ છે. આરોપી પણ ઝારખંડનો છે, પણ આરોપી કોઇપણ હોય, તેને સજા મળવી જોઇએ.
‘રાજકારણથી દૂર રહી બાળકીને સારવાર મળે એ માટે તેના પર ધ્યાન આપવું જોઈએ’ મહિલા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જો પ્રવાસી મજૂરો સાથે આ પ્રકારની ઘટના બનતી હોય તો ગુજરાત સરકારે જોવું જોઈએ. ઝારખંડના મજૂરો જો અહીંથી જતા રહેશે તો ગુજરાતના ઉદ્યોગો ઠપ થઈ જશે. આવી ઘટનામાં રાજકારણથી દૂર રહી બાળકીને સારી સારવાર કઈ રીતે મળે એના પર ધ્યાન આપવું પડશે.
શું છે સમગ્ર મામલો 16 ડિસેમ્બરના નિત્યક્રમ મુજબ પતિ-પત્ની મજૂરીકામ અર્થે બહાર જાય છે. આ સમયે બાજુમાં રહેતો વિજય પાસવાન ઘરમાં ઘૂસી જાય છે અને 10 વર્ષની બાળાનું અપહરણ કરી કોલોનીની દીવાલની પાછળની બાજુ નિર્જન સ્થળે લઇ જાય છે.
‘મોટી બહેન લોખંડ વીણવા ગઇ છે’ આ નિર્જન સ્થળે હેવાન હેવાનિયતની તમામ હદ વટાવી દે છે. દુષ્કર્મ બાદ તે બાળકીને મરતી છોડી ભાગી જાય છે. આશરે સાંજે સાડાપાંચ વાગ્યે તેની માતા મજૂરી પરથી પરત આવે છે, ત્યારે તે બાળકીની શોધ કરે છે. તે બીજા બાળકોને તેમની મોટી બહેન વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તે લોખંડ વીણવા ગઈ છે.
માસૂમનો અવાજ સાંભળતાં જ માતા દોડી ત્યાર બાદ આશરે 6:30 વાગ્યાના અરસામાં બાળકીની માતા તેનું ઘર કામ કરતી હતી, ત્યારે અચાનક તેની મોટી પુત્રીનો અવાજ સાંભળેલો કે ‘મમ્મી.. મમ્મી..!’ આમ જોર જોરથી તેણે અવાજ સાંભળતાં તે કોલોનીની દીવાલ તરફ જોવા ગઈ તો ત્યાં તેને પુત્રીને દીવાલની પાછળ જોઇ.
તાત્કાલિક સારવાર માટે દવાખાને લઇ ગયા બાદમાં કોલોનીમાં રહેતા અન્ય લોકોને મદદ માટે બોલાવી બાળકીને કોલોનીમાં લાવીને તાત્કાલિક સારવાર માટે રિક્ષામાં GIDCમાં આવેલા દવાખાને લઈ ગયા હતા, જ્યાંથી તેને ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવી હતી.
ભરૂચ બાદ માસૂમને સારવાર માટે વડોદરા ખસેડાઇ બાળકીને ગુપ્તાંગ સહિત શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા હોવાથી 3 કલાક સુધી તેની સારવાર કરવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર માટે તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તે હાલ સારવાર હેઠળ છે. બીજી તરફ પોલીસે મૂળ ઝારખંડના આરોપી વિજય પાસવાનને ઝડપી પાડી જેલના હવાલે કરી દીધો છે. આરોપી બે સંતાનનો પિતા છે અને તેનો પરિવાર વતનમાં રહે છે.
નિર્ભયાકાંડની યાદ અપાવતો ભરૂચ રેપકેસ 12 વર્ષ પહેલાં 16 ડિસેમ્બર 2012માં દિલ્હીમાં પેરામેડિકલની વિદ્યાર્થિની નિર્ભયા સાથે થયેલા ગેંગરેપે આખા દેશને શરમમાં ડુબાડ્યો હતો. ચાલતી બસમાં મોડીરાતે એક યુવતી સાથે 6 નરાધમે ગેંગરેપ અને અમાનવીય કૃત્ય આચર્યું હતું. બરોબર 12 વર્ષ બાદ 16 ડિસેમ્બર 2024ના રોજ આવી જ ગુજરાતને કલંકિત કરતી એક ઘટનાએ ‘નિર્ભયાકાંડ’ની યાદ અપાવા દીધી છે. સોમવારે સાંજે ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં હેવાને 10 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ ગુજારી ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખતાં તેની હાલ વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.