મુંબઈ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુંબઈમાં બુધવારે થયેલા બોટ અકસ્માત મામલે નવી માહિતી સામે આવી છે. ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી બોટમાં સવાર એક નજરેજાનારે કહ્યું-
બોટમાં લગભગ 100 લોકો સવાર હતા. અમારામાંથી કોઈએ લાઈફ જેકેટ પહેર્યા ન હતા. અચાનક નેવીની સ્પીડબોટ આવી અને અમારી બોટ સાથે ટકરાઈ, જે પછી અમારી બોટ ડૂબવા લાગી. અમે ઘણા લોકોને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. લગભગ 25 મિનિટ પછી નેવીએ અમને બચાવ્યા.
અન્ય એક નજરેજાનારે પણ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. તેણે કહ્યું- ટક્કર પહેલા નેવીની સ્પીડબોટ સ્ટંટ કરી રહી હતી. તેથી મેં રેકોર્ડિગ કરી લીધું.
મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં નેવીના 4 કર્મચારીઓ અને બોટમાં સવાર 9 નાગરિકોના મોત થયા હતા. 80 લોકોની ક્ષમતાવાળી નીલકમલ બોટમાં 20 બાળકો સહિત લગભગ 100થી વધુ મુસાફરો હતા. પોલીસે ટક્કર મારનાર નેવી બોટના ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે.
ગુરુવારે આ ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં નેવીના જવાનો દરિયામાં ડૂબી રહેલા લોકોને બચાવી રહેલા દેખાય છે. ડૂબતા લોકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. વીડિયોમાં તેઓ ચીસો અને બૂમો પાડતા સાંભળાય છે.
રેસ્કયૂની 3 તસવીરો…
બોટ ડૂબી જતાં મુસાફરોને બચાવ્યાની તસવીર.
સ્થાનિક નાવિકોએ પણ લોકોને બચાવવામાં મદદ કરી હતી.
કોસ્ટગાર્ડ બોટમાં લોકોને બચાવી રહેલા કર્મચારીઓ.
રેસ્કયૂમાં લાગેલા લોકોએ કહ્યું- પહેલા મહિલાઓ અને બાળકોને બચાવ્યા, લોકો રડી રહ્યા હતા
- ટૂરિસ્ટ બોટના ડ્રાઈવરે કહ્યું કે અમે પહેલા સ્થળ પર પહોંચ્યા. પલટી ગયેલી બોટ પરના લોકો મદદ માટે બૂમ પાડી રહ્યા હતા. અમે 16 લોકોને બચાવ્યા અને તેમને સુરક્ષિત રીતે ગેટવે ઓફ ઈન્ડિયા પર લાવ્યા. મેં મારા જીવનમાં આવી ઘટના ક્યારેય જોઈ નથી.
- રેસ્કયૂમાં જોડાયેલા મુંબઈ પોર્ટ ટ્રસ્ટના આરિફ બામનેએ જણાવ્યું – જ્યારે અમે બચાવ માટે પહોંચ્યા તો અમે જોયું કે લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. કેટલાક લોકો રડી રહ્યા હતા. અમે પહેલા મહિલાઓ અને બાળકોને બચાવ્યા. મદદ માટે બૂમો પાડનારાઓમાં ત્રણથી ચાર વિદેશીઓ પણ હતા. અમે લગભગ 20-25 લોકોને બચાવ્યા. એક નાની બાળકી બેભાન હતી. તેના ફેફસામાં પાણી ઘુસી ગયું હતું. અમે તેની છાતી પર પ્રેશર કર્યુ, ત્યારબાદ તેના શ્વાસ ચાલુ થયા.
નેવીએ કહ્યું- કેપ્ટને સ્પીડબોટ પરનો કાબુ ગુમાવ્યો
નેવીએ X પર પોસ્ટ કર્યું કે નૌકાદળની સ્પીડબોટ એન્જિન ટ્રાયલ પર હતી. કેપ્ટને બોટ પરનો કાબૂ ગુમાવ્યો અને તે નીલકમલ બોટ સાથે અથડાઈ. નેવી અને સિવિલ જહાજોએ લોકોને બચાવ્યા અને તેમને હોસ્પિટલ લઈ ગયા.
નીલકમલ બોટ નેવીની સ્પીડબોટ સાથે અથડાઈ હતી.
નેવીએ 11 બોટ, 4 હેલિકોપ્ટરથી લોકોને બચાવ્યા
માહિતી અનુસાર, નેવી, જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી), કોસ્ટ ગાર્ડ, યલોગેટ પોલીસ સ્ટેશન 3 અને સ્થાનિક માછીમારી બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નૌકાદળની 11 બોટ, મરીન પોલીસની 3 બોટ અને કોસ્ટ ગાર્ડની 1 બોટ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. બચાવ કાર્યમાં 4 હેલિકોપ્ટરે પણ સામેલ હતા. મુસાફરોને ગેટવે ઓફ ઈન્ડિયા પર પાછા લાવવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.