આજકાલ મોંઘી ઘાટ ગાડીઓનો યુવાનોમાં જબરો ક્રેઝ ચડ્યો છે. જ્યારે જૂનાગઢના ભેસાણ રોડ પર આવેલા એક કંપનીના શોરૂમમાંથી ટ્રસ્ટ ડ્રાઇવના બહાને થાર ગાડી લઈ બે ઇસમો ફરાર ખજાનો કિસ્સો સામે આવ્યો છે. જે મામલે ગાડી શોરૂમના સેલ્સ મેનેજર દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમા
.
ફોર વ્હીલ શો રૂમના સેલ્સ મેનેજર આનંદ ઠાકરે જણાવ્યું હતું કે, સવારે 11 વાગ્યે ગ્રાહક બની અને મહેશભાઈ નામનો યુવક અમારા શોરૂમમાં આવ્યો હતો. જુઓ કે થાર ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે ઇન્કવાયરી કરી હતી. ત્યારબાદ અમારા શોરૂમ ના સેલ્સમેન દ્વારા યુવકને થાર ગાડીની ટેસ્ટ ડ્રાઈવ માટે લઈ જવામાં આવ્યા હતા.. અમારા શોરૂમ એ ભેસાણ તરફ ટેસ્ટ ડ્રાઈવ માટે અગાઉથી જ રૂટ નક્કી કરેલો છે. પરંતુ આવ્યું કે રાજકોટ રોડ પર લઈ પૂર ઝડપે ગાડી હંકારી સેલ્સમેનને છરી બતાવી ભૂંડીગારો આપી તેને ઉતારી ત્યાંથી બંને યુવકો ફરાર થઈ ગયા હતા. જે મામલે મેં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં બંને યુવકોને થાર સાથે ઝડપી પાડ્યા છે.
આ મામલે ડીવાયએસપી નિકીતા શિરોયાએ જણાવ્યું હતું કે, તાલુકા પોલીસ સ્ટેશનમાં થાર ચોરી થયાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં મહેશ ખોડભાયા નામના યુવાને મહિન્દ્રા શોરૂમમા થાર ગાડીની લેવા માટે ગયા હતા. જ્યાં શોરૂમના સેલ્સમેન હર્ષિલ ભાઈને બેસાડી આરોપી મહેશ ખોડભાયા રાજકોટ રોડ ઉપર થાર ગાડી લઈ ગયા હતા. શોરૂમ દ્વારા ટેસ્ટ ડ્રાઈવ માટે ભેસાણ તરફનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ આરોપી મહેશ ખોળભાયા દ્વારા શોરૂમમાંથી થાર કાઢી પૂર ઝડપે રાજકોટ તરફ લઈ જવામાં આવી હતી. શોરૂમના સેલ્સમેન હર્ષિલે મહેશાને પૂર ઝડપે ગાડી ચલાવવાની ના કહેતા મહેશે તેને ગાળો કાઢી વડાલ નજીકથી બાવનજી નામના તેના મિત્રને પણ થારમાં બેસાડ્યો હતો. મહેશ ખોડભાયા અને તેનો મિત્ર બામનજી હર્ષિલને થારમાં બેસાડી નોબલ યુનિવર્સિટી તરફ પુર ઝડપે ગયા હતા. જ્યાં નોબલ યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ સાથે પણ મહેશ ખોડભાયા અને તેના મિત્રએ માથાકૂટ કરી હતી. આ બંને મિત્રોએ હર્ષિલને જાનથી મારી નાખવાની ધમકી આપી હર્ષિલને રસ્તામાં ઉતારી ગાડી લઈ ફરાર થઈ ગયા હતા. તારે પોલીસે આ બંને આરોપીઓને થાર ગાડી સાથે ભવનાથ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપી મહેશ વિરુદ્ધ અગાઉ પણ પાંચથી વધુ ગુના નોંધાયેલા છે. તાલુકા પોલીસે હાલ થાર સાથે બંને આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.