ચેન્નાઈ45 મિનિટ પેહલા
- કૉપી લિંક
પૂર્વ દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન નિવૃત્તિ બાદ સ્વદેશ પરત ફર્યો છે. તે ગુરુવારે સવારે ચેન્નઈ પહોંચ્યો હતો. જ્યાં બેન્ડ અને મ્યુઝીક વચ્ચે ફૂલહાર અને હાર પહેરાવી તેનું સ્વાગત કર્યું હતું. ઘરે પરત ફરતા તે તેના માતા અને પિતાને ભેટી પડ્યો હતો. તેની માતા તેને ગળે લગાડી ભાવુક થઈ ગઈ અને રડવા લાગી.
38 વર્ષનો અશ્વિન ઘરે પરત ફર્યો અને કહ્યું- ‘હું CSK માટે રમવાનો છું. હું બને ત્યાં સુધી રમવાનો પ્રયત્ન કરીશ. મને નથી લાગતું કે અશ્વિન ક્રિકેટર તરીકે રમ્યો હોય. હા, અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે રમ્યો છે.’
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું નિવૃત્તિ લેવી મુશ્કેલ નિર્ણય હતો, ત્યારે અનુભવી સ્પિનરે કહ્યું, ‘…એવું નથી. આ ઘણા લોકો માટે ઇમોશનલ છે. મારા માટે આ રાહત અને સંતોષની વાત છે…આ વાત મારા મગજમાં ઘણા સમયથી ચાલી રહી હતી, પણ તે ખૂબ જ સ્વયંભૂ હતું. મેં તેને ચોથા દિવસે અનુભવ્યું અને પાંચમા દિવસે સ્વીકાર્યું. અશ્વિને એક દિવસ પહેલા 18 ઓક્ટોબર બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ગાબા ટેસ્ટ ડ્રો થયા બાદ તેણે પ્રેસ કોન્ફરન્સમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. ફોટોઝ જુઓ…
રવિચંદ્રન અશ્વિન ચેન્નઈ એરપોર્ટ પરથી બહાર આવ્યો.
ઘરે પહોંચ્યા બાદ અશ્વિનનું ફૂલો અને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું.
અશ્વિને ગુરુવારે સવારે આ ફોટો પોસ્ટ કર્યો…
પત્ની અને દીકરીઓ રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા અશ્વિનની પત્ની તેની પુત્રીઓ સાથે તેને રિસીવ કરવા એરપોર્ટ પહોંચી હતી. તે એરપોર્ટની અંદર ન ગઈ અને કારમાં તેના બહાર આવવાની રાહ જોઈ. બહાર આવીને અશ્વિન તેની બ્લેક વોલ્વો કારમાં બેસીને ઘરે જવા નીકળ્યો હતો. બેન્ડના તાલે તેને ફૂલો અને હાર પહેરાવીને ઘરે આવકાર્યો હતો. અહીં સંબંધીઓએ તેને ગળે લગાવ્યો.
એક દિવસ પહેલા નિવૃત્તિ લીધી 287 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર અશ્વિને એક દિવસ પહેલા 18 ડિસેમ્બર બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ગાબા ટેસ્ટ ડ્રો થયા બાદ પ્રેસ કોન્ફરન્સ બાદ તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…