નવી દિલ્હી15 મિનિટ પેહલા
- કૉપી લિંક
સંસદ પરિસરમાં ધક્કો મારવાના વિવાદ પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું- કોંગ્રેસે ગૃહ અને સમગ્ર દેશની માફી માંગવી જોઈએ.
આજે ગુરુવારે સંસદના શિયાળુ સત્રનો 19મો દિવસ છે. વિપક્ષના સાંસદોએ સંસદની બહાર પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાદળી કપડા પહેરીને પહોંચ્યા હતા. આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મામલે લોકસભા અને રાજ્યસભામાં પણ હોબાળો થયો હતો. બપોરે 2 વાગ્યે લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ. જો કે એક મિનિટમાં જ ગૃહ આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
કિરણ રિજિજુએ રાજ્યસભામાં કહ્યું- રાહુલે મહિલા સાંસદોને ધક્કો માર્યો. આ શરમજનક છે, અમે તેમના પર વિશ્વાસ પણ કરી શકતા નથી. આ કુસ્તીનો અખાડો નથી.
ઓડિશાના બાલાસોરથી ભાજપના સાંસદ પ્રતાપ સિંહ સારંગી સંસદની સીડી પરથી પડી જતા તેમને માથામાં ઈજા થઈ હતી. બાદમાં તેમને સારવાર માટે વ્હીલચેરમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
સારંગીએ આરોપ લગાવ્યા હતા કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ધક્કો મારતા તેઓ પડી ગયા હતા. તેમણે કહ્યું કે રાહુલે કેટલાક સાંસદને ધક્કો માર્યો. તે સાંસદ તેમના પર પડ્યા, જેના કારણે તેઓ પડી જતા ઈજા થઈ હતી.
ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમના નિવેદનને તોડી-મરોડીને રજુ કરે છે. જ્યારે રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે અમિત શાહના નિવેદનની માત્ર 10-12 સેકન્ડની વીડિયો ક્લિપ બતાવીને વિપક્ષના નેતા દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને વિવાદ ઊભો કરી રહ્યા છે.
ખરેખરમાં, 17 ડિસેમ્બરના રોજ ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા કરી હતી.
શાહે કહ્યું હતું-

હવે એક ફેશન બની ગઈ છે. આંબેડકર, આંબેડકર… જો તમે આટલું નામ ભગવાનનું લીધું હોત, તો તમને સાત જન્મ સુધી સ્વર્ગ મળી ગયું હોત.
લાઈવ અપડેટ્સ
34 મિનિટ પેહલા
- કૉપી લિંક
કિરણ રિજિજુએ કહ્યું- સંસદ કુસ્તીનો અખાડો નથી
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું- મહિલા સાંસદોને ધક્કો મારવામાં આવ્યો. આ શરમજનક છે, અમે તેમના પર વિશ્વાસ પણ કરી શકતા નથી. પરંતુ અને ઝપાઝપી કરીને સંસદની ગરિમા લજવવા માંગતા નથી. રાહુલ ગાંધીનું વર્તન નિંદનીય છે, કોંગ્રેસે ગૃહ અને સમગ્ર દેશની માફી માંગવી જોઈએ. રિજિજુએ કહ્યું કે અમારી પાસે સંખ્યા વધુ છે. અમે ડરતા નથી. આ કુસ્તીનો અખાડો નથી.
37 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત
બપોરે 2 વાગ્યે લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ. જો કે એક મિનિટમાં જ ગૃહ આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
08:24 AM19 ડિસેમ્બર 2024
- કૉપી લિંક
કોંગ્રેસ સાંસદે કહ્યું- ભાજપના સાંસદોએ જ ખડગેને ધક્કો માર્યો
કોંગ્રેસના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, “આજનો દિવસ ભારતીય સંસદીય સિસ્ટમ અને લોકશાહી માટે શરમનો દિવસ છે. આજે ભાજપના સાંસદો અરાજકતા ફેલાવવાના ગુનાહિત ઈરાદા સાથે આવ્યા હતા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર હુમલો કર્યો હતો. ભાજપના સાંસદોએ તેમને ધક્કો માર્યો હતો. ભાજપની આ ગુંડાગીરી નિંદનીય છે.
07:46 AM19 ડિસેમ્બર 2024
- કૉપી લિંક
સંસદમાં ધક્કા-મુક્કી વિવાદ, ખડગેએ સ્પીકર પાસે તપાસની માગ કરી
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને કહ્યું છે કે ભાજપના સાંસદોએ તેમને મકર દ્વાર પર ધક્કો માર્યો અને તેમને ઘૂંટણમાં ઈજા થઈ છે. તેમણે સ્પીકરને આ ઘટનાની તપાસ કરવા વિનંતી કરી છે.
07:43 AM19 ડિસેમ્બર 2024
- કૉપી લિંક
બીજેપી સાંસદે કહ્યું- કોંગ્રેસે 12 સેકન્ડનો વીડિયો પોસ્ટ કરીને વિવાદ વધાર્યો
06:45 AM19 ડિસેમ્બર 2024
- કૉપી લિંક
ખડગેએ રાજ્યસભામાં શાહ સામે નોટિસ આપી
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ 17 ડિસેમ્બર, 2024ના રોજ રાજ્યસભામાં ડૉ. આંબેડકર પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી સામે વિશેષાધિકાર ઉલ્લંઘનની નોટિસ આપી છે. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે X પર આ માહિતી આપી હતી.
06:42 AM19 ડિસેમ્બર 2024
- કૉપી લિંક
પ્રમોદ તિવારીએ કહ્યું- જ્યાં સુધી ગૃહમંત્રી માફી નહીં માંગે ત્યાં સુધી અવાજ ઉઠાવતા રહીશું
06:39 AM19 ડિસેમ્બર 2024
- કૉપી લિંક
અનુરાગ ઠાકુરે કહ્યું- દેશની સામે કોંગ્રેસની પોલ ખુલી ગઈ છે
બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું, “નેહરુ-ગાંધી પરિવારે હંમેશા આંબેડકરનું અપમાન કર્યું. નેહરુએ પોતે આંબેડકર વિરુદ્ધ કાવતરું ઘડ્યું જેથી તેઓ ચૂંટણી હારી જાય અને રાજકારણ છોડવા માટે મજબૂર થઈ જાય. કોંગ્રેસની ત્રણ પેઢીઓએ બાબાસાહેબને ભારત રત્ન આપ્યો નથી. ગાંધી પરિવાર જે તેમને હેરાન કરતો હતો અને તેમની અવગણના કરતો હતો તે હવે સંસદના સત્રમાં દેશની સામે તેમની પોલ ખુલી ગઈ છે, તેથી તેમને બાબા સાહેબની તસવીર લઈને બહાર નીકળવા મજબુર થયા છે.
05:47 AM19 ડિસેમ્બર 2024
- કૉપી લિંક
રાહુલ ગાંધીએ સંસદભવનમાં કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી.

05:44 AM19 ડિસેમ્બર 2024
- કૉપી લિંક
BJP સાંસદ સારંગી ઘાયલ, કહ્યું- રાહુલ ગાંધીએ ધક્કો માર્યો
બીજેપી સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ કહ્યું, ‘રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો જે મને અથડાયા અને હું નીચે પડી ગયો. હું સીડી પાસે ઉભો હતો.
04:54 AM19 ડિસેમ્બર 2024
- કૉપી લિંક
રાહુલ ગાંધી આજે વાદળી ટી-શર્ટ પહેરીને સંસદ પહોંચ્યા હતા
INDIA ગઠબંધનના નેતાઓ આજે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી મકર દ્વાર સુધી પદયાત્રા કરશે, જેમાં રાજ્યસભામાં બાબાસાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણી બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને માફી માંગવા અને તેમના રાજીનામાની માગણી કરશે.
04:51 AM19 ડિસેમ્બર 2024
- કૉપી લિંક
પ્રિયંકા ગાંધીએ કહ્યું- શાહને આંબેડકર માટે કોઈ માન નથી
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, તેમણે (ગૃહમંત્રી અમિત શાહ) જે રીતે બાબાસાહેબનું અપમાન કર્યું છે. આ માનસિકતા બાબા સાહેબની મૂર્તિને તોડનારી છે. તેમના પર કોણ વિશ્વાસ કરશે? તેઓ કહે છે કે તેઓ અનામત ખતમ કરવા માંગતા નથી, તેઓ બંધારણ બદલવા માંગતા નથી. તેમના મનમાં મૂળભૂત સન્માન નથી, તેઓ (બાબાસાહેબ આંબેડકર) બંધારણના નિર્માતા છે. તમે તેના વિશે આવું કહો છો.”
04:48 AM19 ડિસેમ્બર 2024
- કૉપી લિંક
ભાજપે સોશિયલ મીડિયા X પર કોંગ્રેસ સાથે સંબંધિત એડિટ કરેલી તસવીર શેર કરી છે
04:46 AM19 ડિસેમ્બર 2024
- કૉપી લિંક
18 ડિસેમ્બર: શાહે આંબેડકર-અનામતના નિવેદન પર સ્પષ્ટતા કરી, ખડગેએ રાજીનામું માંગ્યું

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે ગૃહમંત્રી પર આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો, ત્યારબાદ ગૃહમંત્રીએ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના આરોપોનો જવાબ આપ્યો હતો.
ગૃહમંત્રી અમિત શાહે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યસભામાં આંબેડકર વિશેની તેમની ટિપ્પણી પર સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે જ્યારે સાબિત થઈ ગયું કે કોંગ્રેસ આંબેડકર વિરોધી, અનામત વિરોધી, બંધારણ વિરોધી છે, ત્યારે કોંગ્રેસે તેની જૂની વ્યૂહરચના અપનાવી અને નિવેદનોને તોડી-મરોડીને રજુ કરવાનું શરૂ કર્યું.
ખરેખરરમાં, આંબેડકર પર શાહની ટિપ્પણીને લઈને ખડગેએ બુધવારે સાંજે લગભગ 4.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે વડાપ્રધાન મોદી સમક્ષ ગૃહમંત્રી અમિત શાહને બરતરફ કરવાની માંગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે મોદી અને શાહ એકબીજાના પાપો અને શબ્દોનો બચાવ કરે છે.
04:42 AM19 ડિસેમ્બર 2024
- કૉપી લિંક
18 ડિસેમ્બરઃ શાહના સમર્થનમાં આવ્યા મોદી, કહ્યું- કોંગ્રેસ આંબેડકર પર નાટક કરી રહી છે
વિપક્ષી નેતાઓએ ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગ્રેસને જવાબ આપ્યો હતો. મોદીએ X પર 6 પોસ્ટ કરી હતી.વડાપ્રધાને કહ્યું, ‘કોંગ્રેસ હવે આંબેડકર પર નાટક કરી રહી છે. પંડિત નેહરુએ ચૂંટણીમાં આંબેડકર વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. કોંગ્રેસે તેમને ભારત રત્ન આપવાનો ઈન્કાર કર્યો હતો. એસસી-એસટી વિરુદ્ધ સૌથી વધુ નરસંહાર કોંગ્રેસના શાસનમાં થયા છે.
04:40 AM19 ડિસેમ્બર 2024
- કૉપી લિંક
વન નેશન-વન ઈલેક્શન પર બનેલી JPCમાં પ્રિયંકા ગાંધી
એક દેશ, એક ચૂંટણી માટે મંગળવારે સંસદમાં રજૂ કરાયેલા 129મા બંધારણ (સંશોધન) બિલની સમીક્ષા કરવા માટે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી (JPC)માં સામેલ બંને ગૃહોના સાંસદોની માહિતી સામે આવી હતી. આ JPC માટે લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદોની પસંદગી કરવામાં આવી છે.
કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી વાડ્રા, મનીષ તિવારી અને સુખદેવ ભગત સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપ તરફથી બાંસુરી સ્વરાજ, સંબિત પાત્રા અને અનુરાગ સિંહ ઠાકુર સહિત 10 સાંસદો છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કલ્યાણ બેનર્જી છે. આ સિવાય સપા, ડીએમકે, ટીડીપી સહિત અન્ય 8 પક્ષોના એક-એક સાંસદને આ JPCના સભ્ય બનાવવામાં આવ્યા છે.