નવી દિલ્હી/ભોપાલ/જયપુર/શ્રીનગર10 મિનિટ પેહલા
- કૉપી લિંક
જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાન તરફથી ફૂંકાતા ઠંડા પવનને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હરિયાણાના હિસારમાં તાપમાન 0.6 ડિગ્રી સુધી નોંધાયું હતું. પંજાબના ફરીદકોટમાં, સતત બીજા દિવસે પારો 0 ડિગ્રીની નજીક નોંધાયો હતો.
બીજી તરફ હિમાચલના 6 જિલ્લાઓ કોલ્ડવેવની ઝપેટમાં છે. હવામાન વિભાગે કહ્યું કે આજે કુલ્લુ અને લાહૌલ-સ્પીતિના ઊંચા શિખરો પર હળવી હિમવર્ષા થઈ શકે છે.
ઉત્તર ભારતમાં ફૂંકાતા ઠંડા પવનોની અસર મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ જોવા મળી હતી. બંને રાજ્યોના 9 શહેરોમાં તાપમાન 4 ડિગ્રીથી નીચે ગગડ્યું છે. રાજસ્થાનના સીકરમાં તાપમાન માઈનસ 0.4 ડિગ્રીએ પહોંચી ગયું છે.
જમ્મુ-કાશ્મીરના ઘણા ભાગોમાં પારો માઈનસથી નીચે છે. ઘણી જગ્યાએ નદીઓ અને ધોધ બરફ થવા લાગ્યા છે. શ્રીનગરમાં તાપમાન માઈનસ 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ઠંડી અને ધુમ્મસની 4 તસવીરો…
દિલ્હીમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી 50 મીટર હતી.
આગ્રામાં તાજમહેલ ગાઢ ધુમ્મસની ચાદરમાં ઢંકાયેલો જોવા મળ્યો હતો.
શ્રીનગરના દાલ સરોવર પર બરફનો એક પડ જામ્યું છે. અહીં તાપમાન -4.5 ડિગ્રી નોંધાયું હતું.
પ્રયાગરાજમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી 10 મીટર સુધી રહી હતી.
આંધ્ર-તમિલનાડુમાં વરસાદનું એલર્ટ દેશના ઉત્તર અને મધ્ય ભારતીય રાજ્યોમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં શિયાળાની અસર ઓછી છે. હાલમાં અહીં ધુમ્મસ જોવા મળી રહ્યું છે.
આગામી 3 દિવસમાં કેવું રહેશે હવામાન?
20 ડિસેમ્બર: ઓડિશામાં વરસાદની શક્યતા, રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસ
- ઓડિશા ઉપરાંત તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં વીજળીના ચમકારા સાથે વરસાદ પડી શકે છે.
- પૂર્વ રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે.
- હિમાચલ પ્રદેશ અને પંજાબમાં હિમવર્ષા થઈ શકે છે.
21 ડિસેમ્બર: 5 રાજ્યોમાં કોલ્ડવેવ, આંધ્ર પ્રદેશમાં વરસાદની આગાહી
- પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, હરિયાણામાં કોલ્ડવેવ રહેશે.
- આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળમાં 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
- આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. અહીં વીજળી પણ પડી શકે છે.
22 ડિસેમ્બર: 2 રાજ્યોમાં તીવ્ર કોલ્ડવેવ એલર્ટ
- હિમાચલ પ્રદેશ, પંજાબમાં તીવ્ર ઠંડીનું એલર્ટ
- જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હરિયાણા, રાજસ્થાનમાં કોલ્ડવેવનું એલર્ટ
રાજ્યોના હવામાન સમાચાર…
રાજસ્થાન: 10 જિલ્લામાં કોલ્ડ વેવ એલર્ટ, શેખાવતીમાં ધુમ્મસ વધશે; સિરોહી સૌથી ઠંડુ
ટોંકના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસના કારણે જયપુર-કોટા નેશનલ હાઈવે-52 પર સવારે ટ્રાફિક ઓછો હતો.
રાજસ્થાનમાં આકરો શિયાળો યથાવત છે. સોમવારે રાજ્યભરના 16 શહેરોનું લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું. સીકર, ઝુંઝુનુમાં મહત્તમ તાપમાન ઘટીને 4 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. તેમજ મંગળવારે સવારે ટોંક સહિત આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ હતું.
હરિયાણા: 7 જિલ્લાઓમાં કોલ્ડવેવનું એલર્ટ, હિસાર-કરનાલ અને સિરસા જિલ્લા રાજ્યમાં સૌથી ઠંડા રહ્યા
હરિયાણામાં સતત 11 દિવસથી કોલ્ડવેવ ચાલી રહી છે. આજે સવારે 7 જિલ્લામાં આછું ધુમ્મસ છે. તેમાં ગુરુગ્રામ, ફરીદાબાદ, પાણીપત, સોનીપત, પલવલ, નૂહ અને કૈથલનો સમાવેશ થાય છે. 7 જિલ્લામાં કોલ્ડ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.