અમદાવાદના IIM ચાર રસ્તા પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે. જેની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરાતા જ સ્થાનિકોમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલે હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની
.
અરજદાર દ્વારા ટ્રાફિકનો ડેટા રજૂ કરવામાં આવ્યો IIM ચાર રસ્તા ઉપર અગાઉના ત્રણ રિપોર્ટ મુજબ સવારે અને સાંજના પિક અવર્સમાં વર્ષ 2012માં નવેમ્બર મહિનામાં 10,000 અને 9882 વાહનો પસાર થયા હતા, વર્ષ 2020માં IITRAM ના રીપોર્ટ મુજબ સવારે 8582 અને રાત્રે 7788 વાહનો એક – એક કલાકમાં પસાર થયા હતા. જ્યારે બે મહિના પહેલા ઓગસ્ટ મહિનામાં SVNIT ના રિપોર્ટમાં IIM ચાર રસ્તા ઉપર પિક અવર્સમાં અનુક્રમે 6072 અને 5551 વાહનો પસાર થયા હતા. 2012માં યુનિવર્સિટીથી નહેરુનગર રોડ ઉપર બ્રીજની જરૂર હતી.
ગુજરાત હાઈકોર્ટ
બ્રિજના કારણે ગ્રીન કવરને નુકસાન થવાની ભીતિ અરજદાર દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, જૂન, 2024 થી અહી બ્રિજ બનાવવા બેરીકેડ મુકાતાં તકલીફ વધી છે. ફોરેસ્ટ સર્વે 2021 ના રીપોર્ટ મુજબ અમદાવાદમાં 2011થી 2021 ના 10 વર્ષમાં ફોરેસ્ટ કવર 48 ટકા ઘટ્યું છે. અમદાવાદ ફોરેસ્ટ કવર 9.41 સ્કેવર કિલોમીટર છે. જે અમદાવાદના કુલ વિસ્તાર 455 સ્ક્વેર કિલોમિટરના માત્ર 2.07 ટકા છે. બેંગલોરમાં આ ફોરેસ્ટ કવર 6.81 ટકા, ચેનાઈમાં 5.28 ટકા, દિલ્હીમાં 12.61 ટકા, હૈદરાબાદમાં 12.9 ટકા, કોલકાતામાં 0.9 ટકા અને મુંબઈમાં 25 ટકા છે. અમદાવાદમાં 17.96 સ્ક્વેર કિલોમીટર જેટલું ફોરેસ્ટ કવર હતું. જે ઘટીને 10 વર્ષમાં 9.41 સ્ક્વેર કિલોમીટર થઈ ગયું છે. હૈદરાબાદ, ચેનાઇ, દિલ્હીમાં, મુંબઈમાં ફોરેસ્ટ કવર વધુ છે. જ્યારે અમદાવાદ, બેંગલોર, કોલકાતામાં ઘટયું છે. સૌથી વધુ ફોરેસ્ટ કવર અમદાવાદમાં ઘટીને અડધું થઈ ગયું છે. આ બ્રિજ બનવાથી ગ્રીન કવરને પણ નુકશાન થશે.
બ્રિજ બનાવવાનો જેને કોન્ટ્રાક્ટ મળ્યો છે તે રણજીત બિલ્ડકોન વિરુદ્ધ રજૂઆત અરજદાર દ્વારા વધુમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જો રણજીત બિલ્ડકોન આ બ્રિજ બનાવશે તો મોરબી જેવી શક્યતા નકારી શકાય નહી. આપણી જવાબદારી છે કે, મોરબી જેવી દુર્ઘટના ઘટે નહિ. અરજદારે રણજીત ગ્રુપ દ્વારા નિર્માણની કવાયતમાં થયેલા અકસ્માતોને કોર્ટ સમક્ષ મૂક્યા હતા. જેમાં પહેલું સુરતમાં વર્ષ 2007માં એકનું મોત થયું હતું. 2018 રોડ તૂટી પડતા કેટલાક કારીગર માર્યા ગયા હતા, જેમાં એક 02 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. ત્રીજું મુમતપુરા અમદાવાદ ફ્લાય ઓવર પડ્યો હતો. જેમાં લોકાયુક્તને સુઓ મોટો કાર્યવાહી કરી હતી. ચોથું એપ્રિલ, 2022 મહેસાણા ઊંઝા હાઇવે ઓવર બ્રિજ તૂટ્યો હતો. પાંચમુ ફેબ્રુઆરી, 2023 માં રણજિતની ભૂલથી રાજકોટમાં ટ્રેંચમાં પડતા એકનું મોત થયું હતું. છઠ્ઠું સાબરમતી નદીના અંડર ગ્રાઉન્ડ પાણીને નુકશાન રણજીત ગ્રુપ દ્વારા કરાતા સાબરમતી સુઓ મોટો અરજીમાં કોર્ટ મિત્રે એફિડેવિટ ફાઈલ કરી હતી. સાતમું વર્ષ 2024માં વડોદરામાં રેલ પ્રોજેક્ટ ક્રેન તૂટી પડી હતી અને ઘરને નુકસાન થયું હતું. આઠમુ સપ્ટેમ્બર 2024 માં મોરબીમાં બનતા બ્રિજ નટરાજ ક્રોસિંગ પાસે ખામી સર્જાઈ હતી. નવમું રેલવે પ્રોજેક્ટ કચ્છમાં મિનરલ રોયલ્ટી અંગે ફેક સ્ટેમ્પ બનાવ્યા હતા.
‘કોન્ટ્રાક્ટરનો ખરાબ ટ્રેક રેકોર્ડ હોવા છતા તેને કામ અપાયું’ અમદાવાદના મુમતપૂરા બ્રિજ તૂટવાની ઘટનામાં કોન્ટ્રાકટર રણજીત બીલ્ડકોનની ખામી સામે આવી હતી. AUDA એ કોન્ટ્રાકટરની ખામી હોવાનું કહ્યું હતું. તેના સિમેન્ટની તાકાત પણ નબળી હતી. દિવ્ય ભાસ્કર અને ઇન્ડિયન એક્સપ્રેસ સમચાર પત્રમાં તેનો ઉલ્લેખ થયો હતો. તેમ છતાં રણજીત ગ્રુપને જ IIM બ્રીજ નિર્માણનું કામ અપાયું છે, જ્યારે AUDA કહે છે કે તેનું કામ બરાબર નથી.રણજીત ગ્રુપની તમામ ઓફિસ એક જ જગ્યાએ આવેલી છે. સતીશ પટેલ અને મુકેશ પટેલ બંને ભાઈઓ રણજીત ગ્રુપની કંપનીના ડિરેક્ટરો છે. પાંજરાપોળ બ્રિજ નિર્માણ માટે 3 બીડ આવી હતી. આ 3 અરજીમાથી 2 રણજીતની હતી. આમ રણજીતની અલગ-અલગ કંપની કાર્ટેલ રચી હતી, ત્રીજો રાજકમલ બિલ્ડર્સ હતો. આ તો અયોગ્યતા કહેવાય. આટલો ખરાબ રણજીતનો ટ્રેક રેકોર્ડ છત્તા રણજિતને જાહેર પ્રોજેક્ટ આપવો તે લોકોના જીવ જોખમમાં મૂકવા જેવી વાત છે. વળી બ્રિજ નિર્માણની કિંમત 62 કરોડથી વધારીને 67 કરોડ કરી દેવામાં આવી છે. આ બ્રિજ બનાવવા માટે 91 ઝાડ કાપવા પડે તેમ છે. સ્થાનિક લોકોએ બ્રિજ નિર્માણને લઈને વિરોધ નોંધાવ્યો હતો. ઓથોરીટી સમક્ષ રજૂઆત પણ કરી હતી.
કોર્ટ ક્યાં હસ્તક્ષેપ કરી શકે તેની સીમા નક્કી કરવી જરુરી છે- HC કોર્ટે અરજદારને પ્રશ્ન કર્યો હતો કે બ્રિજ બનાવવાની પોલિસી નક્કી કરનારે રીપોર્ટ જોઈને નક્કી કર્યું તો તેમાં કોર્ટ રિવ્યુની શું જરૂર છે ? કોર્ટ ક્યાં હસ્તક્ષેપ કરી શકે તેની સીમા નક્કી કરવી જરૂરી છે. અરજદાર AMC ના બ્રિજ બનાવવાના નિર્ણયને રદ્દ કરવા માંગ કરી છે. કોર્ટની એક લક્ષ્મણ રેખા છે. આ મુદ્દે 20 ડિસેમ્બરે વધુ સુનવણી હાથ ધરાશે.