નવી દિલ્હી49 મિનિટ પેહલા
- કૉપી લિંક
- પેરિસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના ડાયરેક્ટરે કહ્યું – નવી ટેક્સ જોગવાઈથી ભારતમાં આર્થિક અસમાનતા દૂર થશે
અસમાનતા પર જાણીતા અર્થશાસ્ત્રી અને પેરિસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના ડાયરેક્ટર થોમસ પિકેટીને માનવું છે કે, ભારતમાં છેલ્લા 15 વર્ષમાં શિક્ષણ પર ખર્ચ જીડીપીના 3 ટકાની આસપાસ છે. જે નિર્ધારિત લક્ષ્ય 6 ટકા કરતા અડધો છે. પિકેટીએ પોતાના રિસર્ચ પેપર ‘પ્રપોઝલ ફોર વેલ્થ ટેક્સ પેકેજ ટુ ટેકલ એક્સ્ટ્રીમ ઈનઇક્વાલિટી ઈન ઈન્ડિયા’માં અમીર અને ગરીબ વચ્ચેનું અંતર ઘટાડવા માટે માટે ઘણા સૂચનો આપવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે ટેક્સની નવી જોગવાઈથી આર્થિક અસમાનતા દૂર થશે સાથે સરકારને સામાજિક ક્ષેત્રમાં રોકાણ કરવા નાણાં પણ મળશે. ભારત આવેલા પિકેટી સાથે ભાસ્કરે વિશેષ વાતચીત કરી હતી. વાંચો ઈન્ટરવ્યૂના અંશો…
- અસમાનતાના તમારા સિદ્ધાંતને સામાન્ય માણસે કેવી રીતે સમજવું જોઈએ?
મેં ભારત, ચીન, અમેરિકા, સહિત તમામ દેશોનો ડેટા સંગ્રહ કર્યો છે. જેમાં જાણવાનો પ્રયાસ કર્યો છે કે દેશમાં વિવિધ જૂથો વચ્ચે આવક કેવી રીતે વહેંચાવામાં આવે છે. રિસર્ચમાં સામે આવ્યું કે ભારતમાં નીચેના 50 ટકા લોકોનું રાષ્ટ્રીય આવકમાં 10-15 ટકા સુધીનું યોગદાન હોઈ શકે છે. જોકે, હાલ તે દક્ષિણ આફ્રિકા(5 ટકા) કરતા સારૂં છે પરંતુ નોર્ડિક યુરોપ(25-30%) કરતા ઘણું ઓછું છે.
- અસમાનતા સામાન્ય માણસના આર્થિક જીવન પર કેવી અસર કરે છે?
સામાન્ય માણસના આર્થિક જીવન પર અસમાનતા વધુ અસર કરે છે. જે દેશમાં જેટલી વધારે સમાનતા હોય છે તે લોકોની આવક તેટલી વધારે હોય છે. આર્થિક અસમાનતા ઓછી કરવાનો મતલબ આર્થિક વિકાસ પર અંકુશ લગાવવો નથી. વિશ્વના સૌથી અમીર દેશોએ આવક ગેપને ઓછો કરવા માટે પ્રયાસ કર્યા છે.
- સૌથી ધનવાન પર ટેક્સ લગાવીને અસમાનતા ઘટાડવાની તમારી ફોર્મ્યુલા શું છે?
ટેક્સ લગાવતા સમય આવક જ નહીં સંપત્તિને પણ સૂચક તરીકે જોવી જોઈએ. આજે ભારતમાં એવા અબજોપતિ છે જેમની આવક તેમની સંપત્તિથી 0.01% જ હશે. જેના પગલે તમે ગમે તેટલો આવકવેરો વધારી દો પરંતુ તેમને કોઈ ફરક પડશે નહીં. સરકારે ટોપ 100 કરદાતાઓ અને ટોપ 100 અમીરોની યાદી જાહેર કરવી જોઈએ. ભારતમાં 10 ટકા લોકો જ આવકવેરો ભરે છે જેને 20-30 ટકા સુધી લાવવો જોઈએ.
- શું વૈશ્વિકરણના કારણે ભારત જેવા દેશોમાં આર્થિક અસમાનતા વધી છે?
વૈશ્વિક વેપાર અને ફાઈનાન્સ સિસ્ટમ ભારત જેવા દેશ માટે બહુ કારગર સાબિત થઈ શકે છે. કેમ કે ભારતીય ચલણનું એક્સેચન્જ રેટ ભારતીય લેબર અને વસ્તુઓને અન્ય દુનિયા કરતા ઘણું સસ્તુ બનાવી દે છે. જેનાથી પોતાની મિલકતના વધારે રિટર્ન મળી શકે છે. વિશ્વમાં આર્થિક વિકાસના ઇતિહાસમાં કોઈ એવો દેશ નથી જ્યાં વિકાસના આ સ્તર પર સર્વિસ સેક્ટરનું આટલું યોગદાન રહ્યું હોય જેટલું ભારતમાં છે. વૈશ્વિકરણનો ભારત જેવા દેશોને ઘણો ફાયદો થયો છે.
- ભારતમાં અસંગઠિત ક્ષેત્ર ઘણું મોટું છે. તેની સમસ્યાઓ કેવી રીતે ઉકેલવી જોઈએ?
આ એક મહત્ત્વપૂર્ણ સવાલ છે. હકીકતમાં આપણે રોજગારના વિવિધ રૂપોની લેવા જોઈએ. માર્કેટ- લેબરની સાથે ડોમેસ્ટિક લેબરની પણ વાત કરવી જોઈએ. ભારતમાં મહિલાઓની કાર્યક્ષમતા પુરૂષોની સરખામણીમાં ઓછી છે. જેમાં તાજેતરમાં થોડો વધારો થયો છે.
મોદી સરકારનાં 10 વર્ષમાં આર્થિક અસમાનતા પર શું અસર પડી? ભારતમાં આર્થિક ઉદારીકરણ બાદ આર્થિક અસમાનતા ઝડપથી વધી રહી છે. મોદી સરકારના કાર્યકાળમાં તેના કરતા પણ વધુ આર્થિક અસમાનતા જોવા મળી રહી છે. અબજોપતિઓને લાભ મળે છે. ચીનમાં આર્થિક અસમાનતા ખૂબ જ ઓછી છે જે ભારતમાં આર્થિક ઉદારીકરણથી પહેલા હતી. આજે ભારત સરકાર પાસે પૂરતો ડેટા પણ મળી રહ્યો નથી. જે ડેટા મળી રહ્યો છે તે પર્યાપ્ત નથી. ઉપલબ્ધ ડેટાના આધારે અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે ભારતમાં આર્થિક અસમાનતા ઘણી વધારે છે.