જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ શૈલેશ કારાભાઈ વાડોલીયા અને અજય બાબુભાઈ ધ્રાંગીયાએ સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીઓએ ચેક આપેલા અને સોસાયટીએ ચેકો બેંકમાં ડિપોઝીટ કરતા ચેકો રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ
.
આ કેસ આગળ ચાલતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આ કામના આરોપીઓને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતા અને બંને આરોપીઓને 6 માસની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ અનુક્રમે રૂ. 17,55,171 અને રૂ. 48,441નો દંડ તેમજ આરોપીઓ ગેરહાજર હોવાથી વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ, મણીલાલ જી.કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ.ધામેલીયા,જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.