– બમરોલીમાં
કાપડના કારખાનામાં આગ ભભુકી જીવ બચાવવા કારીગરો બહાર દોડી જતા બચાવ
સુરત :
સુરતમાં
આગના બે બનાવમાં પાંડેસરા જીઈઆઈડીસીમાં ગુરુવારે મોડી રાત્રે મિલમાં આગ ફાટી નીકળતા
ત્યાં હાજર કામદોરોમાં નાસભાગ થઇ જવા પામી હતી. બીજા બનાવમાં બમરોલીમાં કાપડના કારખાનામાં
આગ ભડકી ઉઠતા અંદર કામ કરી રહેલા કારીગરો પણ પોતાના જીવ બચાવવા બહાર દોડી આવતા અફડાતફડી
મચી જવા પામી હતી.
ફાયર
બ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ પાંડેસરા જીઆઇડીસી માં ગણપતિ ડાઇંગ
મિલમાં ગુરુવારે મોડી રાત્રે બોઇલરના વાલ્વમાંથી ઓઇલ લીકેજ થયુ હતું. બાદમાં ત્યાં અચાનક આગ ફાટી
નીકળી હતી.જોતજોતામાં આગ ફેલાતા ગંભીર સ્વરૃપ ધારણ કરતા ત્યાં હાજર કારીગરોમાં
હિંમત દાખવીને ફાયર એસ્ટીંગ્યુસરનો ઉપયોગ કરીને આગ કાબુમાં લેવાનો પ્રયાસ કરતા
હતા. પણ આગના લીધે વધુ પ્રમાણમાં ધુમાડો નીકળતા ત્યાં કામદોરોમાં સહીસલામત બહાર
નીકળી ગયા હતા. કોલ મળતા ચાર ફાયર સ્ટેશનની ૭ ગાડી સાથે ફાયર કાફલો ઘટના સ્થળે
પહોંચીને પાણીનો સતત છટંકાવ કરીને એક કલાક સુધી કામગીરી કરતા આગ પર કાબુ મેળવ્યો
હતો. સમયસર આગ પર બુઝાવતા ત્યાં મોટાભાગનો માલસામાન બચાવી લીધો હતો. આગના લીધે
કેબલ વાયર, મોટર, ઇન્સ્યુલેશન સહિતની ચીજવસ્તુઓને નુકશાન થયુ
હોવાનું ફાયર ઓફિસરે કહ્યુ હતું. બીજા બનાવમાં બમરોલી રોડ કોમલ સર્કલ પાસે એસ.કે.
સોસાયટીમાં ત્રણ માળના પતરાના શેડમાં કાપડનું કારખાનું ચાલુ છે. જોકે ગ્રાઉન્ડ
ફલોર ગુરુવારે મોડી રાત્રે ખાતામાં કેટલાક કારીગરો કામ કરતા હતા.ત્યારે ત્યાં હિટ
મશીનમાં અચનાક આગ ભભુકી ઉઠી હતી. જેના લીધે આગ ફેલાઇને ત્યાં પ્રસરતા વધુ
પ્રમાણમાં ધુમાડો નીકળવા માંડયો હતો. જેથી ત્યાં કામ કરતા કામદરો ગભરાઇ જઇને
પોતાના જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. કોલ મળતા ચાર ફાયર સ્ટેશનથની છ-સાત ગાડી
સાથે ફાયર લાશ્કરો ત્યાં ધસીને થોડા સમયમાં આગ બુઝાવી હતી. આગમાં સાડીના રોલ સહિત
અન્ય સામાનને નુકશાન થયુ હતું. આ બંને બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું
ફાયર સુત્રો જણાવ્યું હતું.