1 કલાક પેહલાલેખક: શશાંક શુક્લા
- કૉપી લિંક
આપણી નાની-નાની આદતો જેને આપણે હળવાશથી લઈએ છીએ, તે ક્યારે અચાનક આપણા જીવનનો મહત્ત્વનો ભાગ બની જાય છે તેનો આપણને ખ્યાલ પણ નથી રહેતો. આ એક એવી માનસિક અને શારીરિક સ્થિતિ છે, જે આપણને સંપૂર્ણપણે કોઈ ખાસ આદત અથવા નશા પર નિર્ભર બનાવે છે.
પછી તે દારૂ, તમાકુ અથવા સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનું વ્યસન હોઈ શકે છે. વ્યસનનું સ્વરૂપ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ તેની અસર એક જ છે. તે ધીમે ધીમે આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને ઊધઈની જેમ ખાઈ જાય છે.
શું તમે ક્યારેય અનુભવ્યું છે કે, કોઈ ખરાબ આદત તમારા જીવન પર ઊંડી અસર કરી રહી છે, પરંતુ તેમ છતાં તમે તેને છોડી શકતા નથી? આ વ્યસનની જાળ છે. તે ધીમે ધીમે આપણા મગજ પર કબજો કરી લે છે.
રિલેશનશિપમાં આજે આપણે જાણીશું કે-
- માદક દ્રવ્યોનું વ્યસન મગજને કેવી રીતે હાઇજેક કરે છે?
- આને દૂર કરવા માટેના ઉપાયો શું હોઈ શકે?
શું તમે પણ વ્યસનના શિકાર છો? આપણા બધા માટે વ્યસનને ઓળખવું એટલું મુશ્કેલ નથી જેટલું તે સ્વીકારવું છે. ઘણીવાર વ્યક્તિ સમાજમાં તેના વિશે વાત કરવામાં શરમ અનુભવે છે. જો કે, સમસ્યાનો સ્વીકાર કરવો એ તેમાંથી બહાર નીકળવા તરફનું પ્રથમ પગલું છે.
ચાલો કેટલાક પ્રશ્નો દ્વારા માદક દ્રવ્યોના વ્યસનને ઓળખવાનો પ્રયાસ કરીએ. તમારી જાતને આ પ્રશ્ન પૂછો અને જો જવાબ ‘હા’ હોય તો તમારે તમારા વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
જો તમે આમાંથી કોઈપણ પ્રશ્નનો જવાબ ‘હા’માં આપ્યો હોય, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમે કોઈપણ ખચકાટ વિના નિષ્ણાતની મદદ લઈ શકો છો.
માદક દ્રવ્યોનું વ્યસન કેવી રીતે કાર્ય કરે છે?
વ્યસન મગજની પુરસ્કાર પ્રણાલી (રિવોર્ડ સિસ્ટમ )અને ભાવનાત્મક પ્રતિક્રિયાઓને અસર કરે છે. મગજના ચાર ભાગો માદક દ્રવ્યોના વ્યસનમાં ઊંડે સુધી સંકળાયેલા છે. ચાલો ગ્રાફિક દ્વારા સમજીએ કે તે કેવી રીતે કાર્ય કરે છે.
ચાલો ગ્રાફિકના મુદ્દાઓને વિગતવાર સમજીએ અને જાણીએ કે નશાની લત મગજ પર કેવી અસર કરે છે.
ન્યુક્લિયસ એક્યૂમ્બેન્સ
- કાર્ય- તે મગજની રિવોર્ડ સિસ્ટમના કેન્દ્ર તરીકે કામ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ ડ્રગ્સ, આલ્કોહોલ અથવા અન્ય કોઈ નશાનું સેવન કરે છે, ત્યારે તે ડોપામાઈન હોર્મોન છોડે છે, જે ખુશીની લાગણી આપે છે.
- નશાની અસર- ડોપામાઈનનું સ્તર વારંવાર વધારવાથી મગજ માટે આ સ્તર સામાન્ય થઈ જાય છે. આવી સ્થિતિમાં સુખ મેળવવા માટે વધુ નશો કરવો જરૂરી બને છે. આ બાબત નશાના વ્યસનનું કારણ બને છે.
- ઉદાહરણ- જેમ કે ડ્રગ્સ લીધા પછી, વ્યક્તિ વધુ ડ્રગ્સ મેળવવા માટે પાગલપણની હદ સુધી જાય છે.
એમિગ્ડાલા
- કાર્ય- તે ખાસ કરીને ભય,તાણ અને ગુસ્સાની લાગણીઓને નિયંત્રિત કરે છે
- નશાની અસર- નશો તણાવ અથવા ભાવનાત્મક પીડા ઘટાડે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિ તેને રાહત મેળવવાના સાધન તરીકે ઉપયોગ કરવાનું શરૂ કરે છે
- ઉદાહરણ- તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં, લોકો ઘણીવાર આલ્કોહોલ, ડ્રગ્સ અથવા અન્ય કોઈ વ્યસનનો આશરો લે છે. ધીરે ધીરે તે આદત બની જાય છે.
હિપ્પોકેમ્પસ
- કાર્ય- તે યાદો(સ્મૃતિ) અને અનુભવોનો સંગ્રહ કરે છે
- નશાની અસર- નશા સંબંધિત સુખદ અનુભવો મગજને યાદ રહે છે. આ કારણથી વ્યક્તિ એ અનુભવ વારંવાર મેળવવા માગે છે.
- ઉદાહરણ- જો કોઈ વ્યક્તિ પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરે છે, તો તેને તે પાર્ટીમાં ડ્રગ્સ લેવાનું મન થઈ શકે છે
સેરેબ્રલ કોર્ટેક્સ
- કાર્ય- તે નિર્ણય લેવામાં અને તર્ક કરવામાં મદદ કરે છે
- નશાની અસર- નશો મગજના આ ભાગને નબળો પાડે છે, જેના કારણે વ્યક્તિ સાચા-ખોટાનો નિર્ણય લેવામાં અસમર્થ બની જાય છે
- ઉદાહરણ: નશો કરનાર વ્યક્તિ એ સમજવામાં અસમર્થ બની જાય છે કે તેની આદત તેના સ્વાસ્થ્ય અને જીવનને નુકસાન પહોંચાડી રહી છે
સહનશીલતા(ટોલરેન્સ) શું છે?
જ્યારે તમે કોઈ પણ માદક દ્રવ્યોનું નિયમિત સેવન કરો છો, ત્યારે શરીર અને મન ધીમે ધીમે તે પદાર્થનું વ્યસની બની જાય છે. શરૂઆતમાં તમને રાહત આપતી ઓછી માત્રા હવે એટલી અસરકારક નથી રહેતી.
આ કારણે તમને એવો જ આનંદ મેળવવા માટે વધુ માદક દ્રવ્યની જરૂર પડે છે. તે ફક્ત તમારી આદતો જ નહીં પરંતુ તમારી માનસિક અને શારીરિક સ્થિતિમાં પણ ફેરફાર કરે છે.
શું તમે ક્યારેય અનુભવ્યું છે કે વાઇનનો ગ્લાસ અથવા સિગારેટનો પફ તમને આરામ આપતો હતો, પરંતુ હવે તે અધૂરો લાગે છે? આ તે ટોલરેન્સની અસર છે જે તમારા તમારા શરીરમાં વિકસી ચૂકી છે. તેને સમજવું અને સમયસર ઓળખવું એ સૌથી અગત્યનું પગલું છે.
આપણે કેવી રીતે નશાના ગુલામ થઈ જઈએ છીએ?
સતત નશાના કારણે મગજની રિવાર્ડ સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દે છે. નશો પણ સુખ આપવાનું બંધ કરી દે છે. તેમ છતાં, નશાકારક પદાર્થના સેવનની ઇચ્છા ચાલુ રહે છે. કારણ કે મગજ જૂના અનુભવો યાદ રાખે છે. જૂની યાદો તાજી થાય એટલે ફરી પીવાની ઈચ્છા જાગે.
આ તૃષ્ણા માદક દ્રવ્યોનું વ્યસન વધારે છે. તે એટલું મજબૂત છે કે વ્યક્તિ ઘણા વર્ષો પછી જૂની આદતો તરફ ખેંચાય છે. જો કોઈ વ્યક્તિ પહેલા આલ્કોહોલિક હોય, તો તેને બોટલ જોયા પછી ફરીથી પીવાનું મન થઈ શકે છે.
કન્ડિશન્ડ લર્નિંગ આપણને એ સમજવામાં મદદ કરે છે કે માદક દ્રવ્યોના વ્યસનમાંથી મુક્ત થયા પછી પણ લોકો તે જ વ્યસન તરફ પાછા જઈ શકે છે.
નશાની લતથી કેવી રીતે છુટકારો મેળવવો?
સિનિયર સાઇકિયાટ્રિસ્ટ ડો.સત્યકાંત ત્રિવેદી જણાવે છે કે, ડ્રગનું વ્યસન એ એક માનસિક રોગ છે. તે મગજના કાર્ય અને વર્તનને અસર કરે છે. તે માત્ર ઈચ્છાશક્તિથી છોડી નથી શકાતું. માદક દ્રવ્યોના વ્યસનમાંથી મુક્તિ મેળવવા માટે યોગ્ય સમયે મનોચિકિત્સકની મદદ અને પરામર્શ જરૂરી છે, જેથી માદક દ્રવ્યોના વ્યસનથી પીડિત વ્યક્તિ યોગ્ય સારવાર અને સહાયક વાતાવરણ દ્વારા સ્વસ્થ જીવનમાં પરત ફરી શકે.
વ્યસનમુક્તિ એ એક લાંબી અને મુશ્કેલ પ્રક્રિયા છે. તેની સારવાર સાથે સકારાત્મક પરિવર્તન લાવવાની જરૂર છે. અમે કેટલાંક એવાં પગલાઓ વિશે વાત કરીએ છીએ જે વ્યસનથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. ચાલો આને ગ્રાફિકલી સમજીએ.
પરિવર્તન ધીમે ધીમે થાય છે, પરંતુ સતત પ્રયત્નો અને આત્મવિશ્વાસથી આપણે વ્યસનથી સંપૂર્ણ મુક્ત બની શકીએ છીએ. સ્વસ્થ, સુખી જીવન જીવી શકીએ છીએ. આ પ્રક્રિયામાં ધીરજ સાથે સુસંગતતા મહત્ત્વપૂર્ણ છે.