સોશિયલ મીડિયામાં વિવિધ એકાઉન્ટો પર પોલીસ દ્વારા વોચ રાખી સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં ઘાતક હથિયાર સાથે સમાજમાં ભયનું વાતાવરણ ફેલાવતા એક ઈસમને પોલીસે ઝડપી પીડી કાયદેસરની કાર્
.
બનાવ અંગે એસ.ઓ.જી પોલીસ શાખા પાસેથી મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયામાં ઘાતક હથિયાર સાથે વીડિયો બનાવી પોસ્ટ મુકનાર ઈસમ પારસ ઉર્ફે જીણો અશોકભાઈ ગોહેલ ઉ.મ.19 રહે.ઓધાભાઈની વાડી પાસે શિવ પાનની સામે ફુલસર ભાવનગર વાળાઓ સાથે પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. જીણાએ તેની પોસ્ટમાં ચકલા ક્યારે બાજ નથી બનતા ગીત પર પોસ્ટ કરી હતી, આથી, ઈસમ પાસેથી છરો નંગ 1 કિંમત રૂપિયા 50 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.