3 કલાક પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
છેલ્લો દિવસ રોકાણકારો માટે શેરબજારમાં આજે બ્લેક ફ્રાઈડેનો માહોલ રહ્યો હતો. યર એન્ડિંગ વેકેશનનો માહોલ શરૂ થવાની સાથે એફઆઈઆઈની ગેરહાજરીના પગલે ભારતીય શેરબજારમાંથી રોકાણકારોએ આ અઠવાડિયામાં રૂ.20 લાખ કરોડ ગુમાવ્યા છે. અમેરિકન શેરબજારમાં ઐતિહાસિક કડાકાની અસર હવે ભારતીય શેરબજારમાં પણ દેખાઈ રહી છે. ભારતીય શેરબજાર સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 400 થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જેના લીધે રોકાણકારોને મોટું નુકસાન થયું હતું. જ્યારે બેન્ક નિફ્ટીની વાત કરીએ તો એમાં પણ 1100 થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો.
સાપ્તાહિક ધોરણે સળંગ ચાર દિવસ સુધી શેરબજારમાં ભારે ઉથલ-પાથલની સાથે સેન્સેક્સ 4091.53 પોઈન્ટ અને તેની ઓલટાઈમ હાઈ સપાટી સામે 10%થી વધુ તૂટ્યો છે. સેન્સેક્સ 1176 પોઈન્ટના ઘટાળા સાથે 78041 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 393 પોઈન્ટના ઘટાળા સાથે 23625 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 797 પોઈન્ટના ઘટાળા સાથે 50769 પોઈન્ટના સ્તરે બંધ થયો. પીએસયુ શેર્સમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે. કેટલીક સરકારી કંપનીઓના શેર્સ આ સપ્તાહમાં 12%થી વધુ તૂટ્યા છે. ક્રિસમસ પૂર્વે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં વેચવાલી વધુ આક્રમક બની હતી. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં 0.25% નો ઘટાડો કર્યા છતાં આગામી વર્ષ 2025માં માત્ર બે વખત વ્યાજ દર ઘટાડો કરવાના સંકેત અને ફુગાવા સાથે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ મામલે અનિશ્ચિતતાને લઈ વૈશ્વિક ફંડોએ સાવચેતીમાં તેજીનો મોટો વેપાર સતત હળવો કરતાં ગઈકાલે ડાઉ જોન્સમાં 1123 પોઈન્ટ અને નાસ્દાકમાં 716 પોઈન્ટના કડાકા બાદ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં આજે શેરોમાં નવા ગાબડાં પડયા હતા. આ સાથે વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન વધવા લાગી યુક્રેન દ્વારા રશીયાના જનરલની હત્યા બાદ રશીયાએ યુક્રેનના યુદ્વની સ્થિતિ વકરવાના એંધાણે પણ નવી તેજીથી દૂર શેરોમાં ઓફલોડિંગ વધતું જોવાયું હતું.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં બાટા ઇન્ડિયા, ભારત ફોર્જ, ડો.રેડ્ડી, જેએસડબ્લ્યુ સ્ટીલ જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો, એચડીએફસી એએમસી, ટોરેન્ટ ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ગ્રાસીમ, એસીસ, લાર્સેન, લ્યુપીન, મુથૂટ ફાઈનાન્સ, ઈન્ફોસીસ, સન ફાર્મા, લાયન્સ, રામકો સિમેન્ટ્સ, એચસીએલ ટેકનોલોજી, અદાણી પોર્ટસ, હવેલ્લ્સ, વોલ્ટાસ, બાટા ઇન્ડિયા, ગ્લેનમાર્ક ફાર્મા જેવા શેરોમાં ઘટાળો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4085 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2937 અને વધનારની સંખ્યા 1055 રહી હતી, 93 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 286 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 276 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23625 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23373 પોઇન્ટના પ્રથમ અને 23303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23707 પોઇન્ટથી 23770 પોઇન્ટ, 23808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 23303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 50769 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 50303 પોઇન્ટના પ્રથમ અને 50188 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 50939 પોઇન્ટથી 51008 પોઇન્ટ, 51108 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 51108 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ મુથૂટ ફાઈનાન્સ ( 2080 ) :- મુથૂટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2033 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2008 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2108 થી રૂ.2117 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2130 ઉપર તેજી તરફી ધ્યાન…!! ઈન્ફોસીસ લીમીટેડ ( 1926 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1893 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1880 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1944 થી રૂ.1950 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
લ્યુપીન લીમીટેડ ( 2147 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.2188 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2123 થી રૂ.2103 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2208 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
સન ફાર્મા ( 1806 ) :- રૂ.1833 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1840 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1787 થી રૂ.1770 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1848 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, ક્રિસમસ હોલીડેની તૈયારી વચ્ચે વૈશ્વિક પરિબળો નેગેટીવ રહેતાં ફંડોએ સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીનો વેપાર હળવો કર્યો હતો. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સુકાન સંભાળે એ પૂર્વે જ ચાઈના મામલે આકરાં વલણના સંકેત સાથે ભારત માટે પણ વેપાર સહિતમાં કેટલાક નેગેટીવ નિર્ણયો લેવાય એવી શકયતા સમીક્ષકો મૂકવા લાગતાં ફંડોએ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. આ સાથે શેરબજારમાં છેલ્લા કેટલાંક દિવસોથી કડાકો જોવા મળી રહ્યો છે. ચાઈનાના કન્ઝયુમર આંકડા નબળી વૃદ્વિની આવ્યા જેના કારણે શેરબજાર તેની રાહ જોઈ રહ્યું છે અને અત્યારે મોટું રોકાણ આવી રહ્યું નથી.
બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં ઉપાડી રહ્યા છે. આ સિવાય ભારતમાં વી આઈએક્ષમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ તમામ કારણોને લીધે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જીઓપોલિટીકલ ટેન્શને અને ચાઈનાના આર્થિક પડકારોની ફરી પાછલા અઠવાડિયે વૈશ્વિક બજારોમાં નેગેટીવ અસર વર્તાઈ હતી. સીરિયા મામલે ટેન્શન સાથે અમેરિકામાં બાઈડન સત્તા છોડતા પહેલા યુક્રેનને મિસાઈલ અને અન્ય જોખમી શસ્ત્રોનો રશીયા સામે ઉપયોગ કરવા પરવાનગી આપી જઈ યુક્રેન-રશીયા યુદ્વને લાંબો સમય ચાલુ રહેવાનો પડકાર ડોનાલ્ડ ટ્રમ્પ પર છોડી જઈ વિશ્વની યુદ્વની સ્થિતિ કાયમ રહે એવા પ્રયાસોની નેગેટીવ અસર વૈશ્વિક બજારો પર જોવાઈ છે.
હવે વૈશ્વિક મોરચે કોઈ મોટું જીઓપોલિટીકલ ટેન્શનનું પરિબળ કે અન્ય રાજકીય ઉથલપાથલ નહીં સર્જાવાની સ્થિતિમાં ડિસેમ્બર મહિનામાં એનએવીની ગેમ શરૂ થવાની સાથે ક્રિસમસ વેકેશન પૂર્વે શેરોમાં તેજી વધુ બળવતર બની શકે છે. જે પરિબળો વચ્ચે આગામી દિવસોમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં ઉતાર – ચઢાવ જોવાઈ શકે છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.