અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 20 વર્ષથી કોન્ટ્રાક્ટ પર ડ્રાઇવર તરીકે નોકરી કરતા કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઇને ડ્રાઇવરોમાં રોષ જોવા મળ્યો છે. રોષે ભરાયેલા ડ્રાઈવરોએ કહ્યું- અમે CM-ગૃહમંત્રી પાછળ જીવના જોખમે
.
24 ડ્રાઈવરોને છૂટા કરવા અંગેનો નિર્ણય લેવાયો આ ઉપરાંત ડ્રાઇવરોએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ જાહેર જનતાનું શોષણ કરે છે. એમ્બ્યુલન્સ હોવા છતાં સામાન્ય લોકોને ડેડબોડી માટે એમ્બ્યુલન્સ મળતી નથી. જ્યારે મંત્રી કે VIPના સંબંધીઓને તુરંત જ ફાળવવામાં આવે છે. સામાન્ય લોકોએ ડબલ ભાડામાં ખાનગી એમ્બ્યુલન્સ કરવી પડે છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલમાં દર્દીઓને લાવવા-લઈ જવા માટે એમ્બ્યુલન્સ ચલાવતા 24 જેટલા કોન્ટ્રાક્ટ પર રાખેલા ડ્રાઈવરોને છૂટા કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 20 વર્ષથી સતત નોકરી કરતા ડ્રાઈવરોને એકાએક છૂટા કરવા માટેનો નિર્ણય લેવાતા તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે અને તંત્ર પાસે રોજગારીની સુરક્ષા માટે વિનંતી કરી છે.
ડ્રાઇવરને માત્ર સિવિલ જ નહી ગાંધીનગર પણ જવું પડે આ ડ્રાઇવરો કોરોના સમયમાં પણ દિવસ-રાત સતત દર્દીઓને લાવવા લઈ જવા તથા ડેડબોડી લઈ જવા માટે નોકરી કરતા હતા. ડ્રાઇવર માત્ર 16,000ના જ પગારમાં ડ્રાઇવરો નોકરી કરે છે. ડ્રાઇવરોનો આક્ષેપ છે કે, તેઓ જ્યારે એમ્બ્યુલન્સ ફાળવણી માટે વાત કરવા જાય ત્યારે ડૉ. જગદીશ સોલંકી ડ્રાઇવર સાથે અયોગ્ય વર્તન કરીને કાઢી મૂકે છે. ડ્રાઇવરને માત્ર સિવિલ હોસ્પિટલમાં જ નહિ પરંતુ, ગાંધીનગર કોઈ ડ્રાઇવર હાજર ન હોય તો પણ મોકલવામાં આવતા હતા.
અમને કોઈ વીમો કે લાભ નથી આપવામાં આવ્યો રાજેન્દ્ર પરમાર નામના ડ્રાઈવરે જણાવ્યું હતું કે, અમારા લોકોનો 5 હજાર પગાર ઓછો કરી દેવામાં આવ્યો છે. અમને 2 મહિના પછી છૂટા કરવામાં આવશે. આ ખાતું કઈ રીતે કોન્ટ્રાક્ટ પર જાય? અમે 2500થી 2006માં નોકરી શરૂ કરી હતી. અત્યારે 16 હજાર પગાર અને 5 હજાર એલાઉન્સ હતું, જે બંધ કરી દેવામાં આવ્યું છે. અમારી VIPના કાફલામાં ગાડી હોય છે. રસ્તામાં અકસ્માત હોય તો પણ અમને કોઈ વીમો કે લાભ નથી આપવામાં આવ્યા.
ડોક્ટર જગદીશ સોલંકી આગળથી જ મંજૂરી આપતા નથી વિક્રમ દેસાઈ નામના ડ્રાઈવરે જણાવ્યું હતું કે, હું 10 વર્ષથી નોકરી કરું છું. અમને 5 હજાર એલાઉન્સ મળતું હતું, તે બંધ કરવામાં આવ્યું છે. અમારે ડેડબોડી વધુ મૂકવા જવાની થાય છે. અમારે VVIPના કાફલામાં વધુ જવાનું થાય છે. સામાન્ય નાગરિકોને કોઈ લાભ નથી, માત્ર VVIPને લાભ હોય છે. સામાન્ય નાગરિકો રાજકારણીને ફોન કરાવે તો જ એમ્બ્યુલન્સ મળે છે. ગઈકાલે સવારે કિરીટસિંહ રાણાના ભાઈને સવારે 10:00 વાગ્યે રજા આપવામાં આવી હતી. તેમને બપોરે 3 વાગ્યે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. ડોક્ટર જગદીશ સોલંકી આગળથી જ મંજૂરી આપતા નથી.
ગાડીની સ્થિતિ પણ બહુ ખરાબ છે ડ્રાઇવર સંજયભાઈએ જણાવ્યું હતું કે, હું 20 વર્ષથી નોકરી કરું છું. અમને જે એલાઉન્સ મળતું હતું, તે બંધ થયું. જેથી, હવે અમારે ક્યાંક બહાર જવાનું થાય તો પગારમાંથી ખર્ચ કરવો પડે છે. RMO જગદીશ સોલંકી અહીંયાથી દર્દીઓને મૂકવા જવાની ના જ પાડે છે. ગાડીની સ્થિતિ પણ બહુ ખરાબ છે, નવી ગાડીઓ રાખવામાં આવી છે તે VIP માટે જ રાખવામાં આવી છે. સામાન્ય દર્દીઓ માટે જે ગાડીઓ છે, તે ખરાબ હાલતમાં છે. દર્દીને લઈ જવા માટે ગાડી આપતા નથી. તેથી, દર્દીએ સરકારી 5 રૂપિયા કિલોમીટરમાં લઈ જવામાં આવે તેની જગ્યાએ ખાનગી ગાડી કરીને જાય તો 10 રૂપિયાથી વધારે કિલોમીટરના પૈસા આપવા પડે છે.