પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ગત તા. 21 ડિસેમ્બર 2024ના રોજ ગુજકોસ્ટ, ગાંધીનગર દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી ક્વિઝ – ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝમાં પાટણ, ખેડા, અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠા જિલ્લાના કુલ 39 તાલુકા
.
ક્વિઝનું બે વિભાગમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિલીમ પરીક્ષા અને ટોપ વિજેતા વિદ્યાર્થીઓ માટે સ્ટુડિયો રાઉન્ડ. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અશોકભાઈ ચૌધરી (જિલ્લા શિક્ષણ અધિકારી, પાટણ) અને પવિતભાઈ શાહ (સાયન્ટિફિક ઓફિસર, ગુજકોસ્ટ) હાજર રહ્યા હતા. સ્ટુડિયો રાઉન્ડના ક્વિઝ માસ્ટર તરીકે પ્રોફેસર આશુતોષ પાઠક એ ટોપ 12 વિજેતા વિદ્યાર્થીઓ સાથે સ્ટુડિયો રાઉન્ડ યોજાયો હતો. ગુજકોસ્ટના સલાહકાર ડૉ. નરોત્તમ સાહૂ અને ગુજકોસ્ટના મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી ડૉ. પૂનમ ભાર્ગવના સર્વાંગી સમર્થન અને સહકારથી આ કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો છે.
સમગ્ર આયોજન પાટણ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. તેમના મતે જણાવ્યું કે, “વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે જાગૃતિ ફેલાવવી અને વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. સ્ટેમ ક્વિઝ 3.0 વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને સ્પર્ધાત્મક માહોલ પૂરો પાડે છે, જેનાથી તેઓ નવા વિચારો અને સિદ્ધાંતો જાણવા પ્રેરાય છે.
કાર્યક્રમના અંતે ઝોનલ રાઉન્ડના વિજેતા ટીમોને મોમેન્ટો, મેડલ, સર્ટિફિકેટ જેવા ઈનામોથી તથા બાકીના વિદ્યાર્થીઓને ડ્રોન અને ટેલિસ્કોપ તથા સર્ટિફિકેટ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં દેવ ચંદ્રેશકુમાર શાહ (ટ્રિનિટી એજ્યુકેશન કેમ્પસ, તલોદ) અને ઠક્કર મીટ પ્રદીપભાઈ (નાલંદા માધ્યમિક વિદ્યાલય, રાધનપુર) પ્રથમ નંબરે વિજેતા ટીમ રહી હતી, જ્યારે રનર-અપ ટીમ: ભાયલા મહિર મોસીનભાઈ (એચ.આઈ.ટી. મદની ઉચ્ચતર માધ્યમિક શાળા, મોડાસા) અને શ્વેત સુનિલભાઈ પટેલ (શ્રી જે.બી. અંગ્રેજી માધ્યમ શાળા, મોડાસા) રહી હતી