જામનગર શહેરના શંકરટેકરી અને ગુલાબનગરમાં લાઇટના અજવાળે જુગાર રમી રહેલા સાત શખ્સોને પોલીસે રૂા. 23 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે પકડી પાડયા છે, જયારે ગુલાબનગરમાં દરોડા દરમિયાન 9 શખસો નાશી છૂટવામાં સફળ રહ્યા હતાં.
.
શહેરના ગુલાબનગર ક્રિષ્ના પાર્ક સોસાયટી શેરી નં. 2 પાસે જાહેરમાં જુગાર રમતા શખસ પર પોલીસે દરોડો પાડતા ઘોડીપાસા રમી રહેલા રહીમ ઉર્ફે નાંઢા ઇબ્રાહીમ ખીરા, સાહબાદ અલ્તાફ ખીરા નામના બે શખસો રોકડ રૂા. 13470 સાથે પકડાય ગયા હતાં જયારે પોલીસના દરાેડાથી મચેલી ભાગદોડમાં હાસમ ઉર્ફે ગધારો સુમરા, કાસમ ખેરાણી, અબજલ ઉર્ફે ઉચો, ઇમરાન ખેરાણી, પ્રવિણ ઢાભી, મહેન્દ્રસિંહ ઉર્ફે મહેદીયો ચાંદલો, હાજી ઉર્ફે ભાણેજ અને સાહીદ ઉર્ફે સાહીદો અને અબુ ફુલવડી નાસી છૂટવામાં સફળ થતાં પોલીસે તમામની શોધખોળ હાથ ધરી છે.
બીજા દરોડામાં શંકરટેકરી સુભાષપરા શેરી નં. 2માં સ્ટ્રીટ લાઇના અજવાળે જાહેરમાં જુગાર રમતા સમીર ઇસુબભાઇ શેખ, સાગર કેશુભાઇ પાટડીયા, સાહીલ હુશેનભાઇ બ્લોચ, રફીક વલીમામદ નાેયડા, ઇશ્વર રણછોડભાઇ દુધરેજીયાને પોલીસે રોકડ રૂા. 10330 સાથે પકડી ગુનો દાખલ કર્યો છે. તમામની પોલીસે અટક કરી બાદમાં જામીન પર છાેડયા હતાં.