2 કલાક પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
જ્યારે દેશ અને દુનિયા 2024માં પ્રવેશી રહ્યા હતા ત્યારે લોકોના મનમાં અનેક સવાલો હતા. છેલ્લાં કેટલાક વર્ષોમાં કોવિડના કારણે થયેલા વિનાશથી લોકો ભયભીત અને ગભરાયેલા હતા. અસર એ થઈ કે, એ પછીના વર્ષોમાં જ્યારે પણ કોઈ નવા રોગનું નામ સામે આવ્યું ત્યારે તેનો ડર ફરીવાર હાવી થતો રહ્યો.
વર્ષ-2024 દરમિયાન દુનિયાએ અનેક નવા રોગોનો સામનો કર્યો. આમાંના મોટા ભાગના રોગો જીવલેણ હતા, પરંતુ તે એટલા ચેપી નહોતા કે પરિસ્થિતિ નિયંત્રણમાંથી બહાર નીકળી શકે. આ બીમારીઓમાં ચાંદીપુરા વાયરસ, નિપાહ વાયરસ અને બ્રેન ઇટિંગ અમીબાએ પણ ભારતના લોકોને ખૂબ ડરાવી દીધા હતા.
કોરોના જેવી જીવલેણ મહામારી બાદ લોકો પહેલા કરતા વધુ જાગૃત અને સજાગ બન્યા છે. આરોગ્ય વિભાગ અને સરકાર પણ પહેલા કરતા વધુ સતર્કતા દાખવે છે. આ જ કારણ છે કે આ જીવલેણ બીમારીઓ લોકોને વધારે નુકસાન પહોંચાડી શકી નથી. જો કે આ બીમારીઓ હજુ સુધી નાબૂદ થઈ નથી, પરંતુ તે કોઈપણ સમયે ફરી હુમલો કરી શકે છે. તેથી, તે ખૂબ જરીરી છે કે આપણે તેનાં લક્ષણો અને નિવારણને સારી રીતે સમજીએ.
તેથી, આજે ‘ તબિયતપાણી‘ માં આપણે 6 જીવલેણ રોગો વિશે વાત કરીશું જે વર્ષ 2024 માં ભારતમાં ફેલાયા હતા. તમે એ પણ જાણી શકશો કે-
- આ રોગોના લક્ષણો શું છે?
- તેને રોકવા માટેના ઉપાયો શું છે?
જાગૃતિ સાથે નવા વર્ષમાં પ્રવેશ કરો આપણે આ સ્ટોરીમાં વર્ષ 2023-204 માં ઉદ્ભવેલા તમામ 6 જીવલેણ રોગોનાં લક્ષણો અને નિવારણ વિશે એક પછી એક વાત કરીશું, જેથી જ્યારે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીએ, ત્યારે આપણે આ રોગોથી પરિચિત થઈ શકીએ અને તેમાંથી પોતાને બચાવવાની યુક્તિઓ જાણી શકીએ.
વાયરસથી ફેલાયા હતા 4 જીવલેણ રોગો
6 જીવલેણ રોગોમાંથી 4 રોગ વાયરસના કારણે ફેલાયા હતા. આમાં સૌથી જાણીતો રોગ ચાંદીપુરા વાયરસ હતો.
ચાંદીપુરા વાયરસ
ચાંદીપુરા વાઇરસ સામાન્ય રીતે 9 મહિનાથી 14 વર્ષની વય વચ્ચેના બાળકોને અસર કરે છે. તેના ઈન્ફેક્શનથી ખૂબ જ તાવ અને મગજમાં સોજો આવે છે. આ રોગ સેંડ ફ્લાઇ, ટીક (બગાઇ) અથવા મચ્છર દ્વારા ફેલાય છે. તેની હજુ સુધી કોઈ ચોક્કસ સારવાર કે રસી ઉપલબ્ધ નથી.
ચાંદીપુરા વાયરસનાં લક્ષણો શું છે?
તીવ્ર તાવ, ઊલટી, ઝાડા અને માથાનો દુખાવો એ ચાંદીપુરા વાયરસના પ્રારંભિક લક્ષણો છે. તેના ચેપથી એન્સેફલાઇટિસ પણ થઈ શકે છે. આનો અર્થ એ છે કે ચેપને કારણે મગજની પેશીઓમાં સોજો આવે છે અથવા બળતરા થવા લાગે છે. ગ્રાફિકમાં તેનાં તમામ લક્ષણો જુઓ:
ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાયો આ છે
- સ્વચ્છતા જાળવો.
- જંગલી પ્રાણીઓથી અંતર રાખો.
- ઇનસેક્ટ રેપેલેન્ટ (જંતુને દૂર ભગાડવાની દવા)નો ઉપયોગ કરો.
- મચ્છરદાનીમાં સૂઓ
- ફુલ સ્લીવના કપડાં પહેરો
- રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો
નિપાહ વાયરસ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, નિપાહ એક ઝૂનોટિક વાયરસ છે. તે પ્રાણીઓ અને મનુષ્ય બંનેમાં ફેલાય છે.
નિપાહ વાયરસનાં લક્ષણો શું છે? ચેપ લાગ્યાના 4 થી 14 દિવસમાં તેના લક્ષણો દેખાવા લાગે છે. સૌ પ્રથમ તાવ અને માથાનો દુખાવો થાય છે. આ પછી, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી શ્વસન સમસ્યાઓ થઈ શકે છે.
ગંભીર કિસ્સાઓમાં વ્યક્તિ મગજના ચેપથી પીડાય છે. જેના કારણે માથામાં સોજાના લક્ષણો એટલે કે એન્સેફેલાઇટિસ થઈ શકે છે.
નિપાહ વાયરસથી બચવાના આ ઉપાયો છે
- તમારા હાથને વારંવાર સાબુથી ધોવા
- ચેપગ્રસ્ત ડુક્કર અથવા ચામાચીડિયા સાથે સંપર્ક ટાળો
- પિગ ફાર્મની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે
- જ્યાં ચામાચીડિયા રહે છે તેવા ઝાડ અથવા છોડ પાસે જવાનું ટાળો
- ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સંપર્ક ટાળો
- જ્યાં નિપાહ વાયરસના કેસ હોય તેવા સ્થળોએ મુસાફરી ન કરો.
મંકી પોક્સ
મંકીપોક્સ એ શીતળાની જેમ વાયરસથી થતો રોગ છે. તેને M પોક્સ પણ કહેવાય છે. આમાં ફોલ્લીઓ અને ફ્લૂ જેવાં લક્ષણો દેખાય છે.
મંકીપોક્સના લક્ષણો શું છે?
મંકીપોક્સનું સૌથી પહેલું લક્ષણ તાવ છે. તાવની શરૂઆતના લગભગ 1 થી 4 દિવસ પછી ચામડી પર ફોલ્લીઓ દેખાવા લાગે છે. તેના લક્ષણો સામાન્ય રીતે એક્સપોઝરના 3 થી 17 દિવસ પછી દેખાવા લાગે છે. મંકીપોક્સના લક્ષણો સામાન્ય રીતે 2 થી 4 અઠવાડિયા સુધી રહે છે.
મંકીપોક્સથી બચવાના આ ઉપાયો છે
- ચેપગ્રસ્ત પ્રાણીઓ સાથે સંપર્ક ટાળો
- પથારી અને વાયરસથી દૂષિત અન્ય વસ્તુઓ સાથે સંપર્ક ટાળો
- માંસને સારી રીતે રાંધો જેથી ચેપનું જોખમ ન રહે
- તમારા હાથને વારંવાર સાબુ અને પાણીથી ધોતા રહો
- સંક્રમિત થવાની શંકા હોય તેવા તમામ લોકો સાથે સંપર્ક ટાળો
- સેક્સ કરતી વખતે સુરક્ષાનો ઉપયોગ કરવાની ખાતરી કરો
ઓરોપોચ (Oropouche)
તે એક વાયરલ ચેપ છે, જે મિજ અથવા મચ્છરના કરડવાથી ફેલાય છે. મિજ એ નાના જંતુઓનો એક પ્રકાર છે, જે માખી અથવા મચ્છરની પ્રજાતિ નથી.
ઓરોપોચ વાયરસનાં લક્ષણો શું છે? આ વાયરસના સંક્રમણને કારણે લોકોને માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, સાંધામાં અકડાઈ અને પ્રકાશ પ્રત્યે અસ્વસ્થતા(ફોટોફોબિયા) જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય તાવની સાથે ધ્રુજારી, ઉબકા અને ઉલ્ટી જેવી ફ્લૂ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. ઓરોપોચ વાયરસને કારણે સામાન્ય રીતે કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે, ગ્રાફિક જુઓ:
આ છે ઓરોપોચ વાયરસથી બચવાના ઉપાયો
- આ માટે તમે ઘરે કોઈપણ જંતુ ભગાડનાર દવાનો ઉપયોગ કરી શકો છો
- જંતુઓની વધારે સંભાવના હોય ત્યાં સંપૂર્ણ બાંયના કપડાં પહેરો
- લાંબી પેન્ટ, ફુલ બાંયના શર્ટ અને મોજાં પહેરો
- ઘરનાં બારી-બારણાં બંધ રાખો, જેથી મચ્છરો ઘરમાં ન પ્રવેશે
- જો ઓરોપોચ વાયરસનો ચેપ ફેલાતો હોય તો રાત્રે મચ્છરદાની સાથે સૂઈ જાઓ
અમીબા
આ વર્ષે દક્ષિણ ભારતમાં બ્રેન ઇટિંગ અમીબાના ઘણા કિસ્સા નોંધાયા છે. જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને લોકો તળાવ અને ધોધમાં ન્હાવાથી ડરવા લાગ્યા હતા
બ્રેન ઇટિંગ અમીબા Naegleria fowleri (નેગ લેરિયા ફાઉલેરી) નામની અમીબા છે. આને બ્રેઈન ઈટિંગ અમીબા કહેવામાં આવે છે. જ્યારે ચેપગ્રસ્ત પાણી નાકમાં જાય છે ત્યારે તે ફેલાય છે. ત્યાંથી આ અમીબા મગજમાં પ્રવેશે છે અને મગજના કોષોને સંપૂર્ણપણે મૃત બનાવી દે છે. આનાથી સંક્રમિત લોકો 97% કેસોમાં મૃત્યુ પામે છે.
બ્રેન ઇટિંગ અમીબાના લક્ષણો શું છે? તેના પ્રારંભિક લક્ષણો ખૂબ સીધા અને સ્પષ્ટ નથી. શરૂઆતમાં માથાનો દુખાવો અને તાવ આવે છે. સમય જતાં, ઊલટી, મૂર્છા અને આંચકી જેવાં લક્ષણો દેખાઈ શકે છે. ગ્રાફિક જુઓ:
બ્રેન ઇટિંગ અમીબાથી બચવા આ ઉપાયો કરો
- નોઝપ્લગ વગર વોટર સ્પોર્ટ્સમાં ન જાવ કે તરવું નહીં
- પાણીને જંતુમુક્ત કરવા માટે ક્લોરિન ગોળીઓનો ઉપયોગ કરી શકાય છે
- તમારા નાકને સાફ કરવા માટે માત્ર નિસ્યંદિત અથવા જંતુરહિત પાણીનો ઉપયોગ કરો
બેક્ટેરિયા ફ્લેશ ઇટિંગ બેક્ટેરિયાના કિસ્સાઓએ આખી દુનિયાને ડરાવી દીધી હતી.
STSS એટલે કે સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ
આ એક દુર્લભ આરોગ્ય સ્થિતિ છે જે ઝેર ઉત્પન્ન કરતા બેક્ટેરિયલ જૂથ સ્ટ્રેપ્ટોકોકલને કારણે થાય છે. આ બેક્ટેરિયા આપણું માંસ ખાવાનું શરૂ કરે છે અને ખૂબ જ જલ્દી શરીરના અંગોને નુકસાન પહોંચાડે છે.
માંસ ખાતા(ફ્લેશ ઇટિંગ) બેક્ટેરિયાનાં લક્ષણો શું છે? ટોક્સિક શોક સિન્ડ્રોમના ઘણા પ્રકારો છે. તેમાં રહેલા બેક્ટેરિયા બદલાતા લક્ષણોમાં ફેરફાર થઈ શકે છે. સ્ટ્રેપ્ટોકોકલ પણ બેક્ટેરિયલ જૂથ છે. ચેપને કારણે કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે, નીચેનું ગ્રાફિક જુઓ:
સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમથી બચવાની આ રીતો છે
- પીરિયડ્સ દરમિયાન ટેમ્પૂનને બદલે સેનિટરી પેડનો ઉપયોગ કરો
- જો તમને દિવસ દરમિયાન ટેમ્પૂનની જરૂર હોય, તો રાત્રે સૂતી વખતે પેડ્સનો ઉપયોગ કરો
- જો તમે ટેમ્પૂનનો ઉપયોગ કરો છો, તો તેને દર 4 થી 8 કલાકે સાફ કરો.
- જો શરીર પર કોઈ ઘા કે ઈજા હોય તો તેની તાત્કાલિક સારવાર કરાવો.
- વારંવાર હાથ ધોવાનું રાખો અને સ્વચ્છતા જાળવો.