સુરતના વડોદ ગામના બાપુનગર વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના બની છે. જેમાં 36 વર્ષીય રાજ ઉર્ફે માલ્યા નામના વ્યક્તિની અજાણ્યા શખસોએ સામાન્ય ઝઘડામાં તીક્ષ્ણ હથિયારના ગળા, પેટ અને પગના ભાગે ઘા મારતા મોત નીપજ્યું છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધીને આરોપ
.
તીક્ષ્ણ હથિયારના ઘા મારી આરોપીઓ ફરાર પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, રાજ ઉર્ફે માલ્યાનો અજાણ્યા શખસો સાથે કોઈક કારણસર ઝઘડો થયો હતો. ઝઘડાનું પરિણામ એ આવ્યું કે, અજાણ્યા શખસોએ તિક્ષ્ણ હથિયાર વડે રાજને ગળા, પેટ અને પગના ભાગે ગંભીર ઘા મારી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો આ હુમલામાં રાજ ગંભીર રીતે ઘાયલ થતા પરિવારજનો અને સ્થાનિકોએ તાત્કાલિક રાજને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.
પરિવાર અને સ્થાનિકોમાં શોકનો માહોલ મૃત્યુના સમાચાર મળતા પાંડેસરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં પોલીસે અજાણ્યા હુમલાખોરો સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. હાલ આ ઘટના બાદ બાપુનગર વિસ્તારમાં શોક અને ભયનું વાતાવરણ છવાયું છે. રાજ ઉર્ફે માલ્યાના પરિવારજનો અને નજીકના લોકો આ અણધારી ઘટનાથી હચમચી ગયા છે. પોલીસે જણાવ્યું છે કે, ઘટના પાછળનું સાચું કારણ અને આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે તપાસ ચાલી રહી છે.