- Gujarati News
- National
- IMD Weather Update; Uttarakhand, Dal Lake | MP UP Rajastan Bhopal Cold Wave Rain Alert
નવી દિલ્હી/ભોપાલ/જયપુર/શ્રીનગર21 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઉત્તરાખંડના હિમાલયના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદને કારણે તીવ્ર ઠંડી પડી રહી છે. ઘણી જગ્યાએ તાપમાન માઈનસ 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. 21મી ડિસેમ્બરની રાત શ્રીનગરમાં 50 વર્ષમાં સૌથી ઠંડી રાત હતી. અહીં તાપમાન માઈનસ 8 ડિગ્રી હતું. 22 ડિસેમ્બરે તાપમાન 4 ડિગ્રીની નજીક નોંધાયું હતું.
ચિલ્લાઇ કલાનના ત્રીજા દિવસે દાલ લેક પણ થીજી ગયું હતું. અહીં તળાવના પાણીમાં બરફનો અડધો ઇંચ જાડો પડ જામી ગયેલો જોવા મળે છે. બદ્રીનાથ ધામ પાસે ઉવર્શી ધારાનું ઝરણું સતત પડી રહેલાં હિમવર્ષાના કારણે આખેઆખું જામી ગયું છે. હવામાન વિભાગે 23 થી 28 ડિસેમ્બર વચ્ચે મધ્યપ્રદેશમાં વરસાદ અને કરા પડવાની ચેતવણી જાહેર કરી છે. આજે રાજસ્થાનમાં પણ વરસાદની સંભાવના છે.
હિમાચલના હિમવર્ષાની સુંદરતા બતાવતી 4 તસવીર…
ઉત્તરાખંડ : ચમોલીની નીતી ખાડીમાં બરફથી જામેલા પહાડ પાસે ફોટો લેતો પ્રવાસી.
જમ્મુ અને કાશ્મીર: શ્રીનગરમાં 21 ડિસેમ્બરથી શરૂ થયેલા ચિલ્લાઇ કલાનને કારણે કડકડતી ઠંડી પડી રહી છે. જેના કારણે શ્રીનગરમાં દાલ લેક થીજી ગયું છે.
ઉત્તર કાશ્મીર : કાશ્મીરના ઉપરના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના સૈનિકો નિયંત્રણ રેખા (LoC) પર પેટ્રોલિંગ કરી રહ્યા છે.
ઉત્તરાખંડ: નીતિ ખાડીના તિમ્મર સેનમાં બરફના ખડકો બન્યા છે. સ્થાનિક લોકો તેમને શુભ સંકેત માને છે અને તેમને બાબા બર્ફાની અને તિમ્મર મહાદેવ કહે છે.
કાશ્મીરના 40 દિવસના સૌથી ઠંડા દિવસો ચિલ્લઈ કલાંની શરૂઆત થઈ ગઈ છે. અહીં તાપમાન -8 ડિગ્રી પહોંચી ગયું છે.
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં ચિલ્લાઇ કલાં (ભારે ઠંડી) શરૂ થઈ ગઈ છે. બારામુલ્લામાં તાપમાન માઈનસ નોંધાયું હતું.
શ્રીનગરમાં ચિલ્લઈ કલાં દરમિયાન ઝાડ ઉપર પાણી અને ઝરણાં જામી ગયા છે.
દિલ્હીમાં શનિવારે સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. જેથી વિઝિબલિટી ઘટી ગઈ
શ્રીનગરમાં તાપમાન 6ºC નોંધાયું છે.