નર્મદા જિલ્લામાં જ્યારથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું ત્યારથી પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટફેવરિટ બન્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર નાતાલની રજાઓમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો અને નાતાલની રજાઓ પહેલાં જ શનિ-રવિની રજાઓમાં દોઢ લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા
.
સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે. ગુજરાત સહિત ભારતભરમાં અને વિદેશોમાં પણ નાતાલનું પર્વ ધૂમધામથી ઉજવાય છે. ત્યારે તહેવારનો માહોલ અને નવા વર્ષના વધામણાં એટલે 31 ડિસેમ્બરના રોજ પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા ગાળવાનું પસંદ કર્યું . ત્યારે જિલ્લામાં આવેલી તમામ હોટલો અને ટેન્ટસીટી સહિતનું બુકીંગ ફૂલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયા હતા.
જોકે હાલ નર્મદા જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવા આવતા પ્રવાસીઓ માટે હોટલો અને ટેન્ટ સીટીના સંચાલકોએ પણ પ્રવાસીઓની 31મી ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તે માટે ડીજે પાર્ટી, આદિવાસી કર્ચર, જમવાનું મેનુ, સ્ટેજ વગેરે જેવી તમામ પ્રકારની સુવિધા માટે સજ્જ બન્યા છે. ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર આટલા વર્ષનો પ્રવાસીઓનો રેકોર્ડ બ્રેક નોંધાયો છે. નાતાલની રજામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, જેને લઈ અહીં આવતા પ્રવાસીઓ માટે સ્પેશિયલ સુવિધાઓ કરવામાં આવી છે. હવે ગુજરાતમાં જ કેવડિયા ખાતે SoU બનતા દેશ વિદેશના પ્રવાસીઓ SoUને પસંદ કરી રહ્યા છે.
શ્રેયા પટેલ (પ્રવાસી, અમદાવાદ)એ જણાવ્યું કે, અમે નાતાલ પર્વની ઉજવણી માટે હોટેલ બુક કરી દીધી અને 4 દિવસ કેવડીયામાં એન્જોય કરવાના છે. હોટેલ મેનેજમેન્ટ દ્વારા પણ ખાસ ફૂડ તૈયાર કર્યું છે અને ડેકોરેશન પણ કર્યું છે, એટલે ખૂબ એન્જોય કરી રહ્યા છે.
મનોજ મહારાજ (રમાડા હોટલ મેનેજર)એ જણાવ્યું કે, નાતાલ અને ન્યૂ યર પાર્ટી માટેની ખૂબ સારી તૈયારી રમાડા અને કમફાર્ટ ઈન બંને હોટેલોમાં કરી છે. ખાસ ફૂડ ગાલા ડિનર, ડાન્સ, કપલગેમ સહિત ખૂબ મઝા આવે એવી તૈયારી કરી છે. અમારે બંને હોટેલ ફુલ બુકિંગ થઈ ગઈ છે. હોટેલમાં રોકાયેલા પ્રવાસીઓના મનોરંજન માટે ખૂબ તૈયારીઓ કરી છે.