37 મિનિટ પેહલા
- કૉપી લિંક
વર્ષ 2024માં ટીવીથી લઈને બોલિવૂડ ઘણા સેલિબ્રિટીઓના ઘરે કિલકારીઓ ગુંજી છે. રિચા ચઢ્ઢા, દીપિકા પાદુકોણ, નતાશા દલાલ, દ્રષ્ટિ ધામી, રાધિકા આપ્ટે, શ્રદ્ધા આર્યા અને દેવોલિના ભટ્ટાચારજી સહિત ઘણી એક્ટ્રેસ માતા બની છે. હવે આ યાદીમાં મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના ફેમસ કપલ સચેત-પરંપરાનું નામ પણ સામેલ થયું છે. પરંપરા ઠાકુર અને સચેત ટંડન મમ્મી-પપ્પા બની ગયા છે. પ્રેગ્નન્સીના સમાચાર બે મહિના પહેલાં જ સામે આવ્યા હતા અને હવે કપલે એક વીડિયો દ્વારા બાળકના જન્મની જાહેરાત કરી છે.
બેબીની પહેલી ઝલક શેર કરી પરંપરા ઠાકુરે તાજેતરમાં જ દીકરાને જન્મ આપ્યો છે. કપલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી આ ગુડ્ ન્યૂઝ આપ્યાં હતાં. આ વીડિયોમાં સાચેત-પરંપરાએ બાળકનો હાથ પકડીને દીલ બનાવતા નાના હાથ અને પગની ઝલક બતાવી છે. વીડિયોના અંતમાં લખ્યું છે કે, “સચેત-પરંપરાનું દિલ આવી ગયું છે. તે બેબી બોય છે.
વીડિયો શેર કરતી વખતે કપલે એક સુંદર કેપ્શન પણ લખ્યું છે. તેણે કહ્યું, મહાદેવના આશીર્વાદ સાથે, અમે અમારા અમૂલ્ય બાળકના આગમનની જાહેરાત કરતા ખૂબ જ ખુશ છીએ. અમે આ સુંદર સમય દરમિયાન તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ માગીએ છીએ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય માતા દી.
ફેન્સે શુભેચ્છાઓનો કર્યો વરસાદ સાચેત-પરંપરાના માતા-પિતા બન્યા બાદ તેના ચાહકો તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ આપી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સે પણ અભિનંદન આપ્યા છે. રવિના ટંડને લખ્યું, અભિનંદન. ભગવાનના આશીર્વાદ છે. અસીસ કૌરે કહ્યું, અભિનંદન. શ્રેષ્ઠ જીવન હવે શરૂ થઈ ગયું છે. હર્ષદીપ કૌરે ટિપ્પણી કરી, અભિનંદન સાચેત-પરંપરા. તમને ખૂબ પ્રેમ અને લિટલ પ્રિન્સ માટે દુઆ.
ક્યારે થયા હતા લગ્ન? સાચેત-પરંપરાના લગ્ન 2020માં થયા હતા. પ્રેગ્નન્સીના સમાચાર આ વર્ષે ઓક્ટોબરમાં સામે આવ્યા હતા. નવેમ્બરમાં, પરંપરાએ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરીને પ્રેગ્નન્સીની પુષ્ટિ કરી હતી.