ઉત્તરપ્રદેશના હરીહરપુર હાલ રાજકોટ રેલ્વે સ્ટેશન પાસે રહેતો સુશિલ લાલજીભાઇ ચૌહાણ (ઉ.વ.37) ગઇકાલે રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ પર પહેલા માળે લીફટનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે પડી જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા
.
આરોપીને રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો હતો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન જામનગર રોડથી શીતલ પાર્ક તરફ જતા રસ્તે બાંકડા ઉપર બેઠેલ કલ્પેશભારથી ઉર્ફે ગુરુ ગોપાલભારથી ગોસ્વામીને એક દેશી બનાવટનો તમંચો, એક દેશી બનાવટની પિસ્તોલ તથા એક જીવતો કાર્ટિઝ સાથે ઝડપી પાડ્યો હતો અને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થયાં બાદ જેલમાંથી છૂટવા આરોપીએ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળમા કાનૂની સહાયની માંગણી કરેલ હતી. જેથી, ડેપ્યુટી ચીફ લીગલ એઇડ એડ ડિફેન્સ કાઉન્સિલ તરીકે રાહુલ બી. મકવાણાની નિમણૂક થતાં તેઓએ કોર્ટમાં આરોપી તરફે દલીલો કરી વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંક્યા હતા. તે ધ્યાને લઈ સેશન્સ કોર્ટે દલીલો માન્ય રાખીને આરોપીને રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ હતો.
પરિણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી હતી ગાંધીગ્રામમાં ગૌતમનગરમાં રહેતાં મનીશાબેન દિપેશભાઇ ગઢવી (ઉ.વ.29) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પતિ દિપેશ, સસરા નટવરલાલ, સાસુ પન્નાબેન અને નણંદ જાગૃતિબેન ઝીબાનું નામ આપી જણાવ્યું હતું કે, તેણીના લગ્ન તા. 24.01.2017ના રોજ દિપેશભાઇ સાથે થયેલા અને લગ્ન બાદ તે સંયુક્ત પરીવારમાં રહેતા હતાં. લગ્ન બાદ દોઢ વર્ષ ઘર સંસાર સારી રીતે ચાલેલ બાદ દીકરાનો જન્મ થયેલ જે હાલ તેણીના પતિ પાસે છે. તેમના પતિ અવારનવાર નાની-નાની બાબતે બોલાચાલી કરી ઝઘડો કરતા તેમજ સાસુ પન્નાબહેન ઘરના કામકાજ બાબતે નાની નાની વાતમાં ઝઘડો કરતા અને પાડોશમાં થોડીક વાર માટે બેસવા જાય તો પણ બોલાચાલી કરતાં હતાં. મોટા નણંદ જાગ્રુતીબેન તેણીના પતિને ચઢામણી કરી પતિ-પત્ની વચ્ચે ઝઘડો કારાવતા હતાં. જેમાં નણંદ કહેતા કે, આને કાઢી મુકો પછી જ, હું આપણા ઘરે આવીશ, તેણીને ત્રણ મહિનાની પ્રેગ્નેન્સી દરમિયાન સાસુ ગેરવ્યવહાર કરી અલગ કરી નાખ્યા હતાં તેમજ પતિએ ફડાકો ઝીંકી તારા પિતા ભીખારી છે કહી ગાળો આપતા હતાં. આ બનાવ અંગે ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે 14 ગેસના બાટલા કબજે કર્યા રાજકોટ આજીડેમ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, લોઠડા ગામે આવેલ માતૃ કૃપા ગેસ એજન્સીનો સંચાલક મનીશ શૈલેષ ભાલારા નામનો શખસ પોતાની ગેસ એજન્સીમાં ગેસ રીફીલીંગ કરી રહ્યો છે. જેથી દરોડો પાડી ઝડતી લેતા ખુલ્લી જગ્યામાં ગેસના નાના-મોટા બાટલાઓ તથા ઈલેકટ્રીક વજન કાંટો પડેલો હતો અને ગેસ રીફીલીંગ શરૂ હોય. જેમાં એક ગેસનો બાટલો ઉંધો રાખેલ હોય તેમજ એક નાનો બાટલો ઉભો રાખેલ હોય અને તે બંને બાટલા વચ્ચે એક મોટર હોય જે મોટર મારફ્ત ગેસ રીફીલીંગ થતું હોવાનું જોવા મળ્યું હતું. જેથી, પોલીસે 14 ગેસના બાટલા અને ગેસ રીફિલિંગનો સમાન કબ્જે કરી મનીશ શૈલેષ ભાલારાની ધરપકડ કરી પૂછતાછ કરતા પોતે ગેસના બાટલામાંથી બે કિલો ગેસ ઓછો આપી ગ્રાહકો પાસેથી પૂરા રૂપિયા લઇ ધંધો કરતો હોવાની કબૂલાત આપી હતી. જેથી, પોલીસે 14 ગેસના બાટલા સહિત રૂ.33,400નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
કાર ચાલકની ધરપકડ કરી રાજકોટ શહેર PCB ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે રૈયા રોડ પર પ્રમુખસ્વામી ઓડિટોરિયમની સામે ખુલ્લા પટમાં સિયાઝ કાર શંકાસ્પદ હાલતમાં ઉભી હોય પોલીસે અહીં પહોંચી કારચાલકની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ મીત મનીષભાઈ સાગોટીયા (ઉ.વ.25) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી રૂ.77,442ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂ.3.77 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક મીતની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
કુલ 21 શખ્સો સામે ગુનો નોંધાયો રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે ગત તા.29.01.2020ના રોજ પોલીસની હાજરીમાં ખેડૂતની પોતાની જ વાડીમાં કોળી જૂથ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલા હુમલામાં લગધીરસિંહ નવુભા જાડેજા નામના 57 વર્ષના પ્રૌઢનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જ્યારે અન્ય બે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવમાં આજીડેમ પોલીસ મથકમાં છગન બીજલ, મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, રોંજય મગન રાઠોડ, લક્ષમણ લાલજી રાઠોડ, લાભુબેન છગનભાઈ રાઠોડ, દેવુબેન મગનભાઈ રાઠોડ, દક્ષાબેન લક્ષમણભાઈ રાઠોડ, કાન્તાબેન રમેશભાઈ રાઠોડ, કલ્પેશ ભીખ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથાભાઈ, ભુપત નાથા,રોનક નાથા, પોપટ વશરામ, કેસુબેન વશરામ, ચના વસરામ, સામજી બચુભાઈ અને અક્ષીત છાયા સહિત કુલ 21 શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
હાઇકોર્ટ દ્વારા જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હરેન્દ્રસિંહ સહિતના ખેડૂતની જમીનનો કેસ સુપ્રીમ કોર્ટમાં જીતી ગયેલા તે જમીનમાં નહીં જવા દેતા પોલીસને જાણ કરતા કોળી જુથ દ્વારા પોલીસની હાજરીમાં બનાવ બન્યો હતો. આ ગુન્હામાં આરોપી મગન બીજલભાઇ રાઠોડ નામના શખ્સે રાજકોટ સેશન્સ કોર્ટમાં પોતાના વકીલ મારફત જામીન અરજી કરી હતી જે જામીન અરજી નામંજુર થતા આરોપીએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બને પક્ષોની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ હાઇકોર્ટ દ્વારા જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.