49 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
શેરબજારમાં વર્ષના અંતિમ સપ્તાહની શરૂઆત સકારાત્મક રહી છે. ગયા અઠવાડિયે શેરબજારમાં સતત ઘટાડા પછી, સોમવારે ના રોજ થોડી તેજી જોવા મળી રહી છે. એશિયન શેરોમાં વધારો થયો હતો.ગયા અઠવાડિયે બજારમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો અને નિફ્ટીએ માત્ર પાંચ ટ્રેડિંગ સેશનમાં 1100થી વધુ પોઈન્ટ ઘટાળો થયો હતો.જયારે સેન્સેક્સમાં 4000થી વધુ પોઈન્ટના ઘટાળા બાદ આજે શેરબજારમાં સુધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ 800 થી વધુ પોઈન્ટ ઉછળ્યો હતો.નિફ્ટી પણ તેની 23900ની ટેક્નિકલ સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો.ભારતીય શેરબજારમાં આજે બેન્કિંગ અને મેટલ શેર્સમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ માર્કેટ બ્રેડ્થ હજી સાવેચતીની રહી છે. વૈશ્વિક પડકારો વચ્ચે માર્કેટમાં વોલેટિલિટી વધુ છે. નિફ્ટી વોલેટિલિટી ઈન્ડેક્સ આજે 9% તૂટી 13.78 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
સેન્સેક્સ 498 પોઈન્ટના ઉછાળા સાથે 78540 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 144 પોઈન્ટના ઉછાળા સાથે 23769 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 533 પોઈન્ટના ઉછાળા સાથે 51303 પોઈન્ટના સ્તરે બંધ થયો.અમેરિકામાં નવા વર્ષમાં વ્યાજ દર કાપ ધીમો પડવાના સંકેત, વિદેશી ફંડ મેનેજરોની નાતાલ પૂર્વે સતત વેચવાલી સહિતના અન્ય પ્રતિકૂળ પરિબળો પાછળ શેરબજારમાં ચાલુ સપ્તાહના પાંચ ટ્રેડિંગ સત્રમાં સેન્સેક્સમાં 4091 પોઈન્ટનો કડાકો બોલી જતાં રોકાણકારોની સંપત્તિમાં પણ આ સમય દરમિયાન રૂ. 18 લાખ કરોડનું જંગી ધોવાણ થયું છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,લાર્સેન,ગ્રાસીમ,ટીવીએસ મોટર્સ,એસીસી,મુથૂટ ફાઈનાન્સ,ઈન્ફોસીસ,સન ફાર્મા,એચડીએફસી બેન્ક,વોલ્ટાસ,હવેલ્લ્સ ઇન્ડિયા,ભારતી ઐરટેલ,ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા,ઓરબિંદો ફાર્મા,રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં એચડીએફસી એએમસી,ટોરેન્ટ ફાર્મા,અદાણી એન્ટર.,મુથૂટ ફાઈનાન્સ,ટાટા કોમ્યુનિકેશન,બાટા ઇન્ડિયા,ટાટા મોટર્સ જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4218 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2452 અને વધનારની સંખ્યા 1636 રહી હતી, 130 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 03 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 05 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23769 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23606 પોઇન્ટના પ્રથમ અને 23474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23808 પોઇન્ટથી 23939 પોઇન્ટ, 24008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.23606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51303 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51570 પોઇન્ટના પ્રથમ અને 51606 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51180 પોઇન્ટથી 51008 પોઇન્ટ,50939 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.51606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ લ્યુપીન લીમીટેડ ( 2162 ) :- લ્યુપીન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2123 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2097 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2188 થી રૂ.2203 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2212 ઉપર તેજી તરફી ધ્યાન…!! એચડીએફસી બેન્ક ( 1801 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1770 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1747 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1834 થી રૂ.1840 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
એસીસી લીમીટેડ ( 2097 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.2133 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2074 થી રૂ.2060 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2160 નો સ્ટોપલોસ ધ્યાને લેવો. સિપ્લા લીમીટેડ ( 1470 ):- રૂ.1503 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1517 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1444 થી રૂ.1430 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1530 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, નાતાલ પૂર્વે અને ખાસ વિદેશી ફંડ મેનેજરો ક્રિસમસ વેકેશન પર જતાં પૂર્વે આજે વૈશ્વિક બજારોમાં દરેક એસેટ ક્લાસમાં અણધાર્યો કડાકો બોલાઈ ગયો હતો. વૈશ્વિક શેર બજારો, બિટકોઈન, સોના-ચાંદી સહિતમાં ધબડકા સાથે આજે અનેક લોકોની સમજ બહાર ભારતીય શેર બજારોમાં મોટી મંદીની શરૂઆત થઈ હોઈ એમ સેન્સેક્સ, નિફટીએ દરેક સપોર્ટ લેવલ ગુમાવતા જોવાયા હતા.
વર્ષ 2024નો અંત વિશ્વ બજારોની સાથે ભારતીય શેર બજારોમાં અણધારી મોટી ઉથલપાથલનો નીવડી રહ્યો છે. ડિસેમ્બરના અંતે તેજીની અપેક્ષાથી વિપરીત ગત અઠવાડિયામાં જે પ્રકારે શેરોમાં કડાકા બોલાવાયા છે એ અણધાર્યા છે. જે પ્રકારે છેલ્લા કેટલાક વર્ષોમાં શેરોમાં અવિરત ઐતિહાસિક-વિક્રમી તેજીના નવા શિખરો બજાર સર કરી રહ્યું હતું અને સેકડા બદલી રહ્યું હતું, એ જ રીતે અત્યારે ભારતીય શેર બજારોમાં શરૂ થયેલા મોટા કરેકશનમાં કડાકા સાથે બજાર નવા તળીયાની શોધમાં નીકળ્યું છે. પાછલા દિવસોમાં બેરોકટોક, તેજીના અતિરેક સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં જે પ્રકારે બેફામ ભાવો વધતાં અને વેલ્યુએશન કંપનીઓના વાસ્તવિક ફંડામેન્ટલથી વધુ ખર્ચાળ બનતું જોવાયું હતું, એ હવે વાસ્તવિકતા તરફ ધસતું જોવાઈ રહ્યું છે. રિટેલ રોકાણકારોના મ્યુચ્યુઅલ ફંડોમાં એસઆઈપી થકી વહેતા અવિરત રોકાણ પ્રવાહ અને મોટો યુવા વર્ગ મળ્યા ભાવે શેરો ખરીદવાની દોટ મૂકતો જોવાયો હતો અને એના કારણે તેજીની ગતિ, અતિની બની હતી.આગામી દિવસોમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં ઉતાર – ચઢાવ જોવાઈ શકે છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.