રતનપુરનો બુટલેગર લાલો જયસ્વાલ પાસા હેઠળ ભુજ જેલમાં ગયા બાદ તેનો દિકરો અને પત્નિ ઘરે વિદેશી દારૂ ભરેલો ટેમ્પો મંગાવી કટીંગ કરાવતા પોલીસે દરોડો પાડી રૂા.37.43 લાખનો દારૂ સહિત કુલ રૂા.52.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ કેસમાં પોલીસે બુટલેગર ની પત્ની સીમા અને પુત્ર સચિનની ધરપકડ કરી છે. જેમાં સીમા જયસ્વાલ ને જેલના હવાલે કરી છે. જ્યારે સચિનના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.ઉલ્લેખનિય છે કે, જીજે-23ના પાસીંગ વાળા ડાક પાર્સલ લખેલા આઈસર ટેમ્પામાં દારૂની ખેપ મારી ડ્રાઈવર બુટલેગરના ઘરે દારૂ લાવવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે બુટલેગરના ઘરે બનાવેલા ભોંયરામાંથી દારૂ ઝડપી લીધો હતો.લાલો પકડાવવા છતાં ધંધો સચીને ચાલુ રાખ્યો હતો.
Source link