26થી 28 ડિસેમ્બર દરમિયાન વરસાદની આગાહી
.
હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી 5 દિવસ વાતાવરણમાં ભેજ યથાવત રહેશે. જ્યારે 26થી 28 ડિસેમ્બર દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.
દુષ્કર્મ પીડિતાનું 8 દિવસની સારવાર બાદ મોત
ઝઘડિયા દુષ્કર્મ પીડિતાનું 8 દિવસની સારવાર બાદ સોમવારે સાંજે મોત નિપજ્યું. પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારથી બેભાન હતી. આરોપી વિજય પાસવાનનાં કોર્ટે વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
અમદાવાદઃ આંબેડકરની પ્રતિમા ખંડિત કરવા મુદ્દે સ્થાનિકોમાં રોષ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આંબેડકરની પ્રતિમા ખંડિત કરવા મુદ્દે સ્થાનિકો આકરા પાણીએ છે. સ્થાનિકોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી આરોપી નહીં ઝડપાય ત્યાં સુધી ધરણા ચાલું રહેશે. આજે ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું છે.
હિંમતનગરઃ પિતાએ 4 લાખમાં દીકરીને વેચી દીધી
હિંમતનગરમાં એક પિતાએ પૈસા માટે પોતાની 7 વર્ષની દીકરીને વેચી દીધી. આ સમગ્ર ઘટના પાંચ મહિના પહેલાં બની હતી. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બાળકીનો પિતા હજુ ફરાર છે.
ગુજરાતનાં 30 ધારાસભ્યોની સુરક્ષા પરત ખેંચાઈ
ગુજરાતનાં 30 ધારાસભ્યોની સુરક્ષા પરત ખેંચાઈ છે. રાજ્યનાં ગૃહ વિભાગની સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવાયો. સુરક્ષા આપ્યાં બાદ 6 મહિને આ અંગે અધિકારીઓ સમીક્ષા કરે છે.
રાજકોટઃ સિટીબસે માતા-પુત્રને કચડ્યા, પુત્રનું મોત
રાજકોટ સિટીબસના ચાલકે માતા-પુત્રને કચડી નાખ્યાં જેના સીસીટીવી પણ સામે આવ્યાં છે. સિટીબસની અડફેટે પુત્રનું મોત નિપજ્યું છે. જ્યારે માતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.
દારૂની ડિલિવરીનાં વીડિયો વાઇરલ થતા કાર્યવાહી
રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની ડિલિવરીનાં વીડિયો વાઇરલ થતા સ્ટેટ મોનિટરિંગ સેલે બે સગીર સહિત ચારની અટકાયત કરી છે. બુટલેગર દારૂની ડિલિવરી કરવા જતા સમયે બાળકોને સાથે રાખી બોટલો લોડ-અનલોડ કરાવાનું કામ કરાવતા.