નવી દિલ્હી16 મિનિટ પેહલા
- કૉપી લિંક
સરકારે શૂટર મનુ ભાકરને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપી શકે છે. માહિતી મુજબ, ખેલ મંત્રાલય કાર્યકારી સત્તા (વિશેષાધિકાર) દ્વારા મનુને ખેલ રત્ન આપવાની તૈયારી કરી રહ્યું છે.
એક સૂત્રએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું , ‘હજુ નામ નક્કી થયા નથી અને એક સપ્તાહમાં એવોર્ડ જાહેર થઈ શકે છે. રમતગમત મંત્રી એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લેશે. આખરી યાદીમાં મનુનું નામ આવે તેવી પૂરી શક્યતા છે.
એક દિવસ પહેલા મનુ ભાકરના પિતા રામકિશન ભાકરે કહ્યું હતું કે ખેલ રત્ન એવોર્ડ માટે મનુની અવગણના કરવામાં આવી છે. તેમના નિવેદન બાદ નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડની નોમિનેશન લિસ્ટ વિવાદમાં આવી હતી. અગાઉ મનુ ભાકરનું નામ આ યાદીમાં નહોતું. સૌથી પહેલા ભાસ્કરે નેશનલ સ્પોર્ટ્સ ઓવોર્ડની યાદી આપી હતી. આ યાદીમાં મનુ ભાકરનું નામ નહોતું.
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
મનુના પિતાએ નારાજગી વ્યક્ત કરી હતી થોડા દિવસો પહેલા મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મનુ ભાકરનું નામ ખેલ રત્ન માટેના નોમિનેશન લિસ્ટમાં નથી. મનુ ભાકરના પિતાએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
મનુના પિતાએ કહ્યું કે મનુએ એવોર્ડ માટે અરજી કરી હતી, પરંતુ તેની અવગણના કરવામાં આવી હતી. ભારતમાં ઓલિમ્પિક ગેમ્સનું મહત્વ નથી. દેશ માટે રમીને મેડલ જીતવાનો શું ફાયદો, જ્યારે સન્માન માટે હાથ લાંબા કરવા પડે. છેલ્લા બે-ત્રણ વર્ષથી તે સતત તમામ એવોર્ડ માટે અરજી કરી રહી છે અને હું તેનો સાક્ષી છું. જેમાં ખેલ રત્ન, પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કારોનો સમાવેશ થાય છે.
મનુએ પેરિસ ઓલિમ્પિકમાં ડબલ મેડલ જીત્યો હતો મનુ ભાકરે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ડબલ ઓલિમ્પિક મેડલ જીત્યા હતા. તે 10 મીટર એર પિસ્તોલ ઈન્ડીવિજુઅલ અને મિક્સ્ડ ડબલ્સમાં ત્રીજા સ્થાને રહી હતી. તેના બે મેડલ દમ પર ભારતે પેરિસ ઓલિમ્પિકમાં કુલ 6 મેડલ જીત્યા હતા.