5 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાતમાં ફ્યુઅલ ચાર્જમાં કરાયો ઘટાડો
ગુજરાતમાં વીજળી સસ્તી થશે.. ફ્યુઅલ ચાર્જમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કવામાં આવ્યો..એટલે કે 100 યુનિટ વીજવપરાશ પર રૂ.40નો ફાયદો થશે..
પ્રતિમા ખંડિત કરવા મામલે 2 આરોપીઓની ધરપકડ
અમદાવાદના ખોખરામાં આંબેડકરની પ્રતિમા ખંડિત કરવા મામલે 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જ્યારે ત્રણ હજુ વોન્ટેડ છે. બે કોમ વચ્ચેની અંગત અદાવતમાં આરોપીઓએ ગુનાને અંજામ આપ્યો હતો.
શક્તિસિંહ ગોહિલે નિર્ભયાના મોત પર ભાજપને આડેહાથ લીધી
ઝઘડિયા દુષ્કર્મ પીડિત બાળકીના મોત પર કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહે દુઃખ વ્યક્ત કર્યું છે…તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે પીડિતાના પરિવારને ભાજપના એકપણ નેતા તરફથી સહાય આપવામાં નથી આવી.
આગામી 24 કલાક રાજ્યમાં યથાવત રહેશે ઠંડીનું જોર
આગામી 24 કલાક ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહેશે..હવામાન વિભાગે પહેલા તાપમાનમાં વધારાની આગાહી કરી હતી જો કે 24 કલાકમાં જ મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 3થી 5 ડિગ્રી સુધી ગગડ્યો..
ટ્રાવેલ્સ અને ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં 11 ઘાયલ
અમદાવાદ – દાહોદ નેશનલ હાઈવે પર ટ્રાવેલ્સ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો. .ભથવાડા ટોલનાકા પાસે ટ્રેલરે અચાનક બ્રેક મારતા બસ ધડાકાભેર ટકરાઈ, 11 મુસાફરો ઘાયલ થયા છે..
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની ભરપૂર આવક
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની 50 હજાર ભારીની આવક થઈ. યાર્ડ બહાર 4 કિમી સુધી વાહનોની કતાર લાગી.. આ તરફ ખેડૂતોએ પોષણક્ષમ ભાવ ન મળવાની ફરિયાદ કરી..
6 હજારના કૌભાંડીના ખાતામાંથી માત્ર એક કરોડ નીકળ્યા
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર બીઝેડ ગૃપના ભૂપેન્દ્ર ઝાલાના ખાતામાંથી માત્ર એક કરોડ નીકળ્યા.ભૂપેન્દ્ર ઝાલાએ શાળાની ગ્રાન્ટ અને શિક્ષકોને પણ છોડ્યા નહોતા. તો ડ્રાઇવરના નામે 90 લાખના વ્યવહારો બહાર આવ્યા છે..
ઈસ્કોનમાં દીકરીઓને ગોંધી રખાઈ હોવાનો આક્ષેપ
અમદાવાદના નિવૃત્ત આર્મીમેને ઇસ્કોન મંદિરમાં દીકરીઓનું બ્રેઈન વોશ કર્યાનો આક્ષેપ કર્યો. યુવાન દીકરીઓને ગોંધી રખાઈ હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરી છે..
72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શખ્સનું દુષ્કર્મ
ભરુચના આમોદમાં 72 વર્ષીય વૃધ્ધા પર 35 વર્ષના યુવાને દુષ્કર્મ આચર્યું…દુષ્કર્મના કેસમાં જામીન પર છુટ્યા બાદ યુવકે વૃદ્ધાને ફરી એક વાર હવસનો શિકાર બનાવી..
અમદાવાદમાં કાલથી શરુ થશે કાંકરિયા કાર્નિવલ
અમદાવાદમાં આવતીકાલથી કાંકરિયા કાર્નિવલ શરુ થશે..આ વખતે કાર્નિવલમાં પહેલી વાર ડ્રોન શો, અન્ડર વોટર ડાન્સ પર્ફોર્મન્સ, દુબઈમાં યોજાતો હ્યુમન પાયરો શો થશે.