અમરેલી તાલુકાના મોણપુરમા રહેતી એક મહિલાને તને જોઇતી નથી કહી પતિએ મારકુટ કરી હતી. તેમજ સાસુ, સસરા અને જેઠે શારીરિક માનસિક દુખત્રાસ ગુજારતા તેણે ફિનાઇલ પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાઇ હતી.
.
ક્રિષ્નાબેન નરેશભાઇ સોલંકી (ઉ.વ.27) નામના મહિલાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના લગ્ન નરેશ રામજીભાઇ સોલંકી સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ સારી રીતે રાખ્યા બાદ સસરા રામજીભાઇએ કહેલ કે મે તારા પિતાને 80 હજાર આપ્યા છે તે લઇ આવ. કહી દુખત્રાસ ગુજાર્યો હતો. આ ઉપરાંત પતિએ પણ તને જોઇતી નથી કહી મારકુટ કરી હતી.
સાસુ મંજુલાબેન, જેઠ ભાવેશભાઇ વિગેરે પણ કરિયાવર બાબતે અવારનવાર મેણાટોણા મારી માનસિક દુખત્રાસ ગુજારતા હોય જેના કારણે કંટાળી જઇ ક્રિષ્નાબેને ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે ચિતલ અને બાદમા અમરેલી દવાખાને રીફર કરાયા હતા.