અમદાવાદ,મંગળવાર,24
ડિસેમ્બર,2024
આજથી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ચાલનારા
કાંકરિયા કાર્નિવલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રુપિયા પાંચ હજાર
કરોડનો વીમો લેવામાં આવ્યો છે. તંત્ર તરફથી રુપિયા ૩.૯૧ લાખનુ પ્રીમીયમ ભરવામાં
આવ્યુ છે.૧થી ૫ લાખ સુધીની ગણતરી કરી પ્રતિ વ્યકિત વીમો લેવામાં આવ્યો છે.ચાર
સ્ટેજ,નગીનાવાડી
અને અન્ય સ્ટ્રકચર માટે રુપિયા દસ કરોડનો વીમો લેવામાં આવ્યો છે.
વર્ષ-૨૦૦૮થી શરુ કરવામા આવેલો કાંકરિયા કાર્નિવલ ૧૫મા
વર્ષમાં પ્રવેશ કરશે. શહેરના મેયર પ્રતિભા જૈને કહયુ,સાત દિવસ દરમિયાન
કાર્નિવલમાં રંગારંગ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે. પ્રથમ દિવસે મ્યુનિસિપલ
સ્કૂલમાં અભ્યાસ કરતા એક હજાર બાળકો દ્વારા સામૂહીક રીતે એક સાથે કેન્ડી-ચોકલેટ
ખાઈ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરવામા આવશે.રાજયના
મુખ્યમંત્રી દ્વારા રુપિયા ૮૬૮ કરોડના વિકાસકામોનુ ખાતમૂહુર્ત-લોકાર્પણ કરવામા
આવશે.દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લી.પાસેથી
સાત દિવસ ચાલનારા કાર્નિવલ માટે રુપિયા ૫૦૪૫ કરોડનો વીમો લેવામા આવ્યો છે. જાહેર
જવાબદારીઓની સુરક્ષા માટે પાંચ કરોડનો વીમો લેવામા આવ્યો છે. ભૂકંપ માટે રુપિયા ૧૦
કરોડ, આતંકવાદી
ઘટના માટે રુપિયા ૧૦ કરોડ તેમજ ફાયર વિભાગ માટે રુપિયા દસ કરોડનો વીમો લેવામા
આવ્યો છે.મુલાકાતીઓને કાર્નિવલમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામા આવશે.સાઉન્ડ શો,મેડીટેશન,લેસર શો સહીતના
અન્ય કાર્યક્રમનુ પણ કાર્નિવલમા આયોજન કરવામાં આવ્યુ છે. લોકડાયરા ઉપરાંત વિવિધ
સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામા આવશે.