.
વલસાડ જિલ્લામાં બે માસ અગાઉ ઓક્ટોબરમાં પાછોતરા વરસાદના કારણે 75 હજાર હેકટર ડાંગરના પાકને વ્યાપક નુકસાનનું ખેડૂતોને વળતરથી હજી વંચિત રહેતાં ખેડૂતો ચિંતામાં છે ત્યારે ફરી શિયાળામાં કડકડતી ઠંડી અને વાદળિયા હવામાન વચ્ચે વરસાદની આગાહીથી રવિપાકના ખેડૂતોના માથે વાદળો ઘેરાયા છે. રવિપાકનું નવેમ્બરથી વાવેતર શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઇ છે તેમાં જો વરસાદ પડશે તો જમીનમાં બિયારણ, કાદવ,પાણી,કચરોકુડો વિગેરથી ખેડૂતોને વાવેતરના કામમાં નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. ઓક્ટોબરમાં ડાંગરને 10.28 કરોડના નુકસાનમાં 13852 ખેડૂતો અસરગ્રસ્ત બન્યા હતા. આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ મુજબ વળતર ચૂકવણી કરવામાં આવી નથી.આ કળ વળી નથી ત્યાં આગામી બે દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી થતાં રવિપાકમાં સંભવિત જોખમથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. શિયાળુ પાક ગણાતા રવિપાકમાં ઘંઉ, બાજરી, વટાણા, ચણા, રાઇના પાકોનું મર્યાદિત પ્રમાણમાં વાવેતર કરે છે. છે.ખેડૂતો ચોમાસા બાદ શિયાળામાં રવિપાકના વાવેતર બાદ તબક્કાવાર રીતે ડિસેમ્બરથી એપ્રિલ સુધીના ગાળામાં રવિપાકની કાપણી કરતા હોય છે. કુલ 75511
શિયાળુ રવિપાકમાં આ પાકોનું વાવેતર કરાઇ રહ્યું છે
વળતર માટે રિપોર્ટ સરકારને મોકલ્યો હતો જિલ્લામાં ડાંગરના તૈયાર ઉભા પાક દરમિયાન ઓક્ટોબર મધ્યે પાછોતરો ભારે વરસાદ થતાં ડાંગરનો ઉભો પાક પડી ગયો હતો. રાજ્ય સરકારના આદેશથી જિલ્લામાં સરવે કરાયો હતો.જેમાં ધરમપુર તાલુકામાં 2.50 કરોડ,પારડી તાલુકામાં 2.38 કરોડ,કપરાડા તાલુકામાં 2.71 કરોડ અને વલસાડ તાલુકામાં 2.19 કરોડના ડાંગરના પાકમાં વરસાદના કારણે નુકસાન પહોંચ્યું હોવાનો ફાઇનલ રિપોર્ટ કલેકટરને સબમિટ કરતા ગાંધીનગર રિપોર્ટ રવાના કરી દેવાયો છે.> એ.કે.ગરાસિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી