કચ્છમાં ડંખિલા ઠારથી જિલ્લાનું વાતાવરણ સતત ઠંડુંગાર બની રહ્યું છે. આજે જિલ્લા મથક ભુજનું લઘુતમ તાપમાન 11.5 ડીગ્રીએ યથાવત રહેતા શહેરીજનો ઠંડીની મારથી અકળાયા હતા ન્યારે નલિયામાં ન્યૂનતમ તાપમાનનો પારો 8.5 ડીગ્રી સાથે સતત 16માં દિવસે એકલ આંકમાં નોંધાયો હ
.
શિયાળો આ વખતે પોતાનો અસલ મિજાજ બતાવતો હોય તેમ ઠંડીમાં કોઈજ રાહત મળી ન હતી. ભુજ શહેરના તાપમાનનો ન્યૂનતમ પારો પણ 11.5 ડિગ્રીએ રહેતા લોકોએ સવાર અને સાંજે કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું. અલબત્ત ઠંડીથી બચવા ઇન્ડો તિબેટ અને પર પ્રાંતિયો દ્વારા ઉભી કરાયેલી ગરમ વસ્ત્રોની બજારમાં સાંજ પડતાજ ભારે ખરીદી થતી જોવા મળી રહી છે. ઠંડીનો લાભ લઇ એકજ ભાવે પરબહારમાં વેંચાણ થઈ રહ્યું છે. દરમિયાન કમોસમી વરસાદના કોઈ એંધાણ ના દેખાતા ખેડૂત વર્ગમાં રાહત ફેલાઈ છે.