ગોધરા શહેર સહિત જિલ્લાભરમાં હજારો ખ્રિસ્તી ભાઈ-બહેનો દ્વારા આજરોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસની આનંદ ઉલ્લાસથી વધાવી નાતાલ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ગોધરા શહેરમાં આવેલા ઈલોહિમ મેથોડિસ્ટ ચર્ચ, સેન્ટ્રલ મેથોડિસ્ટ ચર્ચ,
.
નાતાલના દિવસે વહેલી સવારથી જ શહેર સહિત જિલ્લાભરના ચર્ચોમાં ખ્રિસ્તી સમુદાયનો માનવમહેરામણ દર્શનાર્થે ઉમટી પડયો હતો. સવારે 8:00 થી 12:00 કલાક દરમ્યાન દરેક ચર્ચોમાં પ્રાર્થનાસભા યોજાઈ હતી અને ખ્રિસ્તી ભાઈ-બહેનોએ અરસ-પરસ એકબીજાને પ્રભુ ઈસુના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ લોકોને પ્રભુ ઈસુએ આપેલો પ્રેમ અને માફીનો સંદેશો આપવામાં આવ્યો હતો. સાથે-સાથે વિવિધ મંડળો દ્વારા દાન સ્વરૂપે ગરીબોને કપડા, મીઠાઈ, અનાજ સહિતની ચીજવસ્તુઓ પણ આપવામાં આવી હતી.
ક્રિસમસને પગલે ઘણાં સ્થળે ખ્રિસ્તી પરિવાર દ્વારા પોતાના ઘરમાં કે ચર્ચમાં કલાત્મક અને પ્રતિકાત્મક ગભાણ બનાવવામાં આવી હતી. જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઝાંખી કરાવતા દ્રશ્યોનું આબેહુબ નિર્માણ કરવામાં આવ્યું હતું. ઈસુ ખ્રિસ્તનો જન્મ પશુઓને રાખવામાં આવતા ગવાણમાં થયો હતો. તેની યાદ તાજી કરવા નાતાલના પર્વને લઈને શહેર સહિત જિલ્લાભરમાં 1લી જાન્યુઆરી, 2025 સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. સાથે ખ્રિસ્તી પરિવાર દ્વારા ફટાકડા ફોડીને નાતાલ પર્વની શાનદાર ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમ એલોહિમ મેથોડિસ્ટ ચર્ચ ના પાળક અને ગોધરા ડીસ્ટ્રિક્ટ ના ડી.એસ રેવ આશિષ રાઠોડ ની અધ્યક્ષતા યોજવામાં આવ્યો હતો.