વડોદરાના ગોરવા વિસ્તારમાં ગઈ મોડી રાતે એક કારમાં આગ લાગવાનો બનાવ બનતા લોકોના ટોળા જામ્યા હતા.
ગોરવા ના દશા માતા ના મંદિર પાસે રાત્રિના સમયે એક કારમાંથી ધુમાડા નીકળ્યા બાદ આગ લાગતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા થોડીવારમાં આગ કાબુમાં લેવામાં આવી હતી.
આગ લાગવાનું કારણ બેટરીમાં શોર્ટ સર્કિટ થવાનું હોય તેમ માનવામાં આવી રહ્યું છે. પોલીસ પણ બનાવના સ્થળે આવી ગઈ હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી. નોંધનીય છે કે વડોદરામાં કારમાં આગ લાગવાના અવારનવાર બનાવો બનતા હોય છે અને મોટાભાગના બનાવો શોર્ટ સર્કિટને કારણે બની રહ્યા છે.