ઓખા જેટી ખાતે ક્રેન તૂટી પડવાની ગોઝારી દુર્ઘટના ઘટી છે. ઓખા પેસેન્જર જેટી પાસે ક્રેન નીચે દબાતા 3 મજૂરોના મોત નીપજ્યાં હતા. નવા બનતા કામ પર દુર્ઘટના સર્જાતા 3 લોકો ક્રેન નીચે દબાઈ પાણીમાં પડી ગયા હતા. જે ત્રણ મજૂરોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા
.
અચાનક ક્રેન તૂટી પડતા મજૂરો નીચે દબાઈને પાણીમાં પડ્યા આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઓખા જેટી પર કોસ્ટ ગાર્ડની જેટી બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક જ ક્રેન તૂટી પડી હતી. જે તૂટવાને કારણે તેની નીચે શ્રમિકો દબાઈ ગયા હતા. ક્રેન નીચે દબાયેલા મૃત શ્રમિકોને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે લઇ જવાયા છે.
આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ…