અમદાવાદ, બુધવાર
અમદાવાદમાં ચાલતા ફાઇવ સ્ટાર સ્પામાં મસાજના નામે દેહવ્યાપારના અનેક કિસ્સા સામે આવતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં શહેરના સેટેલાઇટ, બોડકદેવ , એસ જી હાઇવે, સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં સ્પામાં દેહવ્યાપારના કિસ્સા પકડાયા હતા. એટલું જ નહી સ્પામાં કામ કરતી યુવતી ઓ અંગેની માહિતી પોલીસમાં છુપાવવામાં આવી હતી. આ અંગે અનેક કિસ્સા પણ નોંધાયા હતા. ત્યારે કેટલાંક સ્પાના સંચાલકોએ દેહ વ્યાપાર નહી પણ સ્પામાં એકસ્ટ્રા સર્વિસ શ કરી છે.
જેના અલગ અલગ પેકેજ પણ બનાવ્યા છે,. વસ્ત્રાપુર જજીસ બંગ્લોઝ રોડ પર આવેલા રૂદ્ર સ્કેવર કોમ્પ્લેક્સમાં આવેલા સેરેનીટી સ્પા સહિતના સ્પા સેન્ટરમાં મસાજ ઉપરાંતના પેકેજ બનાવ્યા છે. જેમાં આવતા ગ્રાહકોને મસાજની સાથે દેહ વ્યાપાર નહી પણ અન્ય રીતે શારિરીક સંબધ બાંધવાની સુવિદ્યા બિન્દાસ્ત રીતે પુરી પાડે છે.
પહેલા આ સ્પામાં યુવક મેનેજર તરીકે બેસતો હતો અને હવે એક યુવતી મેનેજર તરીકે કામ કરે છે. જે અંદર જઇને યુવતી પસંદ કરીને તેની સાથે એક્સ્ટ્રા સર્વિસ નક્કી કરવાનું કહે છે. જે પૈસા એડવાન્સમાં આપી દેવાના. આ વાત માત્ર અહીના સ્પાની નથી પરંતુ, અન્ય સ્પામાં પણ આ પદ્ધતિ અપનાવવામાં આવી છે.