અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન ખાતે બે આરોપીઓ જયદીપ કોટક અને હિરેન કારીયા સામે ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ તેઓએ પ્રિવિલોન બિલ્ડકોન નામની પેઢી બનાવી હતી. જેઓ ઘુમા ગામની સીમમાં બીજા કોઈની જમીન બતાવીને તેની ઉપર 14 માળના ફ્લેટની સ્કીમ બનાવવા જઈ રહ્યા છે એવી
.
આરોપીઓના 14 દિવસના પૂરેપૂરા રિમાન્ડ મંજૂર કર્યા સરકારી વકીલ ટી.એલ.બારોટે રિમાન્ડ માંગતા રજૂઆત કરી હતી કે, આ કેસમાં અન્ય કોઈ આરોપીઓ છે કે કેમ? તેની તપાસ કરવાની છે. આરોપીઓ ખોટા MOU કોની મદદથી તૈયાર કરતા હતા તે જાણવાનું છે. આરોપીઓના બેંકની વિગતો તેમજ તેમને કોને રૂપિયા આપ્યા તે પણ જાણવાનું છે. આ પેઢીમાં અન્ય કોઈ ભાગીદાર હતું કે કેમ? તે જાણવાનું છે. આરોપીઓએ 14 માળ, 22 માળ અને 7 માળના ફ્લેટોની સ્કીમ બહાર પાડી હતી. જેના થકી લોકો સાથે 54 કરોડની રૂપિયા ઉઘરાવી લીધા હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે. વળી આરોપીઓએ લોકોનો વિશ્વાસ કેળવવા પકવાન ચાર રસ્તા પાસે ટાઈટીનીયમ બિલ્ડિંગમાં ઓફિસો પણ ભાડે રાખી હતી. જજ એમ.એસ. અમલાનીએ આ રજૂઆતોને આધારે આરોપીઓના 14 દિવસના પૂરેપૂરા રિમાન્ડ મંજૂર કર્યા હતા.