રાજકોટના પેડક રોડ પર લાખેશ્વર સોસાયટીમાં રહેતા ઋત્વીબેન આશીષભાઈ ઢોલરીયા (ઉ.વ.26) ગઇકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ પોતાના ઘરે પહેલા માળે કાચની રેલીંગ પાસે હતા ત્યારે અચાનક નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે પ્રથમ ખાનગી બાદ સીવીલ હોસ્પ
.
ફરિયાદી સંગીતા નિલેષભાઈ કોઠારીએ આરોપી નિર્મળાબેન પ્રેમજીભાઈ પાટડિયા તેમજ જયેશભાઈ પ્રેમજીભાઈ પાટડીયાને સબંધના દાવે રૂ.3,32,000 હાથ ઉછીના આપેલ અને જેના બદલામાં ચેક અને પ્રોમેસરી નોટ લખાવી લીધેલ. રકમ પરત મેળવવા ફરિયાદીએ તેમની પાસે રહેલ ચેક બેંકમાં વટાવવા રજૂ કરતાં ચેક અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફરેલ હતો. જેથી ફરિયાદીએ બંને આરોપી વિરુદ્ધ નેગોશિયબલનો ફોજદારી કેસ રાજકોટ કોર્ટમાં દાખલ કરેલ હતો. જે કેસ કોર્ટમાં ચાલતા આરોપીના વકીલે દલીલો કરેલી કે, ફરિયાદી દ્વારા અલગ અલગ લોકો મારફત આરોપી સામે જુદી જુદી ફરિયાદ દાખલ કરવામાં આવેલ હોવાનો પુરાવો રેકર્ડ ઉપર છે. ફરિયાદી વ્યાજ વટાવનો ધંધો કરતાં હોવાનું સાબિત થયેલ છે. ચેક મુજબનું લેણું ન હોવા છતાં મોટી રકમ ભરી ખોટી ફરિયાદ કરી છે. બંને આરોપીના એડવોકેટની દલીલ ધ્યાને લઈ અદાલતે આરોપી નિર્મળાબેન પાટડિયા તેમજ જયેશભાઇ પાટડિયાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે.
રાજકોટના કુબલિયાપરામાં રહેતા સંગીતાબેન (ઉ.વ.30) નામના મહીલાએ પોતાની ફરીયાદમા તેમના ઘર પાસે રહેતા વિશાલ વિક્રમભાઇ સાથરીયાનુ નામ આપતા તેમની સામે ગુનો નોંધવામા આવ્યો હતો. સંગીતાબેને ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેમના પતિ જુના કપડા વેચવાનો ધંધો કરે છે. તેમજ પોતે ઘરકામ કરે છે. તેમને સંતાનમા બે દિકરા અને પુત્રી છે. ગઇ તા.24.12.2024ના રોજ સાંજના 5 વાગ્યે પુત્ર કૃણાલ (ઉ.વ.10) ઘરેથી પૈસા લઇ શેરીમા આવેલી નાસ્તાની દુકાને નાસ્તો લેવા ગયો હતો. ત્યારે ત્યા પાડોશમા રહેતા વિશાલભાઇ અને તેમની પત્ની બોલાચાલી કરી એકબીજા સાથે ઝઘડો કરી રહયા હતા ત્યારે કૃણાલે તેમની સામે જોતા વિક્રમ ઉશ્કેરાય ગયો હતો અને તેમણે તુ સામે કેમ જોવે છે કહી ગાળો આપી હતી. તેની પાસે રહેલી છરી કાઢી કૃણાલને પાછળના ભાગે ડાબી બાજુના પડખામા એક ઘા ઝીકી દીધો હતો. ત્યારે કૃણાલ બુમાબુમ કરતા સંગીતાબેન ત્યા પહોંચી ગયા હતા અને ત્યા પુત્રને લોહી લુહાણ હાલતમા જોઇ રીક્ષામા બેસાડી સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતા. આ મામલે થોરાળા પોલીસ સ્ટાફે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.